અમારા પરિવારનો જીવ ખતરામાં, મુંબઈ પોલીસ આપે સુરક્ષા, રિયા ચક્રવર્તીએ શેર કર્યો નવો વીડિયો
રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)એ મુંબઈ પોલીસને વિનંતી કરી છે કે તેને અને તેના પરિવારને સુરક્ષા આપવામાં આવે.
Trending Photos
નવી દિલ્હીઃ અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)એ મુંબઈ પોલીસને વિનંતી કરી છે કે તેને અને તેના પરિવારને સુરક્ષા આપવામાં આવે, કારણ કે તેના જીવનને ખતરો છે. પોતાના દાવાને સાબિત કરવા માટે રિયાએ એક વીડિયો પણ શેર કર્યો છે. ગુરૂવારે રિયાએ ઇન્સ્ટાગ્રામ પર જે વીડિયો શેર કર્યો તેમાં, તેની બિલ્ડિંગ પરિસરમાં તેના પિતાને સંવાદદાતાઓએ ઘેરી લીધા હતા. એક અન્ય વીડિયોમાં બિલ્ડિંગનો ચોકીદાર કહી રહ્યો છે કે જ્યારે તેણે મીડિયાના લોકોને રોકવાનો પ્રયાસ કર્યો તો તેને ઈજાગ્રસ્ત કરી દેવામાં આવ્યો.
ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા રિયા ચક્રવર્તીએ લખ્યુ, 'આ મારી બિલ્ડિંગના કમ્પાઉન્ડના અંદરનું છે. આ વીડિયોમાં જે વ્યક્તિ છે, તે મારા પિતા ઇંદ્રજીત ચક્રવર્તી (નિવૃત આર્મી અધિકારી) છે. અમે ઈડી, સીબીઆઈની સાથે તપાસમાં સહયોગ કરવા માટે અમારા ઘરમાંથી નિકળવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. તેણે આગળ કહ્યું, મારા અને મારા પરિવારના જીતનો ખતરો છે. અમે સ્થાનીક પોલીસ સ્ટેશનને જાણ કરી અને ત્યાં સુધી ગયા પણ કોઈ મદદ ન મળી. અમે તપાસ અધિકારીઓને પણ જાણ કરી, પરંતુ કોઈ મદદ ન મળી. તેવામાં આ પરિવાર કઈ રીતે જીવશે. અમે માત્ર તપાસ એજન્સીઓને સહયોગ કરવા માટે મદદ માગી રહ્યાં છીએ.'
પોસ્ટમાં રિયાએ આગળ કહ્યું, હું મુંબઈ પોલીસને વિનંતી કરુ છું કે મહેરબાની કરીને અમને સુરક્ષા આપે. જેથી અમે તપાસ એજન્સીઓને સહયોગ કરી શકીએ. કોવિડ મહામારીના સમયમાં પાયાનો કાયદો અને વ્યવસ્થા પ્રતિબંધો લાગૂ કરવાની જરૂર છે. આભાર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે