અરેરે... કોની નજર લાગી આ સોના-ચાંદીને : એક જ દિવસમાં ઘડામ કરીને તૂટી ગયા ભાવ

Gold Price Delhi, 12 May 2023: લગ્નની સિઝન દરમિયાન સોનાની કિંમતો (Gold Price Price) સતત ઘટી રહી છે. આજે સોનું અને ચાંદી બંને સસ્તા થઈ ગયા છે. વૈશ્વિક બજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, જેની અસર દિલ્હી બુલિયન માર્કેટમાં પણ જોવા મળી રહી છે.

અરેરે... કોની નજર લાગી આ સોના-ચાંદીને : એક જ દિવસમાં ઘડામ કરીને તૂટી ગયા ભાવ

Gold Price Delhi, 12 May 2023: લગ્નની સિઝન દરમિયાન સોનાની કિંમતો (Gold Price Price) સતત ઘટી રહી છે. આજે સોનું અને ચાંદી બંને સસ્તા થઈ ગયા છે. વૈશ્વિક બજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, જેની અસર દિલ્હી બુલિયન માર્કેટમાં પણ જોવા મળી રહી છે. આજે ચાંદી 2600 રૂપિયા (Silver Price Today)  કરતાં સસ્તી થઈ ગઈ છે. સોનું પણ 700 રૂપિયાથી વધુ તોડીને 60,000ના સ્તરે પહોંચી ગયું છે. HDFC સિક્યોરિટીઝે આ અંગે માહિતી આપી છે.

ભાવમાં મોટો ઘટાડો
દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 710 રૂપિયા ઘટીને 60,970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ છે.  છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 61,680 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ સિવાય ચાંદીનો ભાવ રૂ.2,690ના ઘટાડા સાથે રૂ.73,445 પ્રતિ કિલો પર આવી ગયો હતો.

નાસ્ત્રોદમસે વર્ષો પહેલાં કરી હતી ભવિષ્યવાણી, 2023માં આકાશમાંથી આગ વરસશે
દેશી ખાટલાનો રજવાડી ઠાઠ, 1 લાખ રૂપિયામાં વેચાઇ છે ઓનલાઇન
કેટલો પગાર હોય તો કેટલા લાખનું ખરીદવું જોઈએ ઘર, આ છે કેલ્ક્યુલેશનના 4 માપદંડો

 
જાણો શું છે નિષ્ણાતનો અભિપ્રાય?
HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, "દિલ્હી બુલિયન માર્કેટમાં હાજર સોનાના ભાવ રૂ. 710 ઘટીને રૂ. 60,970 પ્રતિ 10 ગ્રામ થયા હતા." વિદેશી બજારોમાં સોનું ઘટીને 2,009 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી ઘટીને 25.10 ડોલર પ્રતિ ઔંસ રહી હતી. 

તમે એપ દ્વારા પણ ચેક કરી શકો છો
જો તમે પણ બજારમાં સોનું ખરીદવા જઈ રહ્યા છો તો હોલમાર્ક જોઈને જ સોનું ખરીદો. સોનાની શુદ્ધતા તપાસવા માટે તમે સરકારી એપનો પણ ઉપયોગ કરી શકો છો. 'BIS કેર એપ' દ્વારા તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો કે તે અસલી છે કે નકલી. આ સિવાય તમે આ એપ દ્વારા પણ ફરિયાદ કરી શકો છો.

તમારા શહેરના ભાવ આ રીતે ચકાસો
તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે માત્ર 8955664433 પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news