Gold Price: સોનું-ચાંદી ખરીદવાની સૌથી સારી તક, અચાનક ભાવમાં થયો મોટો કડાકો
Gold Price Update: સોનાની કિંમતોમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે ચાંદીના ભાવમાં 2 હજાર રૂપિયા જેટલો ઘટાડો થયો છે. સોનું-ચાંદી ખરીદવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે.
Trending Photos
નવી દિલ્હીઃ Gold Price Today Delhi: સોનાની કિંમતોમાં આજે જોરદાર ઘટાડો થયો છે. આ સાથે ચાંદીની કિંમતો (Silver Price Today)માં 2000 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. જો તમે પણ સોના કે ચાંડી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો આ સારા સમાચાર છે. સતત તેજી વચ્ચે આજે તમારી પાસે સસ્તામાં સોનું ખરીદવાની તક છે. આજે સોનાના ભાવ 58000 રૂપિયા નજીક બંધ થયા છે. HDFC Securities એ આ વિશે જાણકારી આપી છે.
સોનું અને ચાંદી સસ્તા થયા
દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ રૂ. 681 ઘટીને રૂ. 57,929 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. તે જ સમયે, છેલ્લા ટ્રેડિંગ સત્રમાં, સોનાનો ભાવ 58,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આ ઉપરાંત ચાંદીનો ભાવ પણ રૂ. 2,045 ઘટીને રૂ. 70,335 પ્રતિ કિલો બંધ રહ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઘટ્યું
વૈશ્વિક બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વિદેશી બજારોમાં સોનાનો ભાવ ઘટીને $1,913 પ્રતિ ઔંસ થયો હતો, જ્યારે ચાંદીનો ભાવ $23.38 પ્રતિ ઔંસ હતો.
જાણો શું છે નિષ્ણાંતોનો મત?
એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક સૌમિલ ગાંધીએ કહ્યુ કે ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પાવેલના વ્યાજદર વિશે આક્રમક ટિપ્પણી આવ્યા બાદ સોનાની કિંમતો નવ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી હતી. ત્યારબાદ રોકાણકારો દ્વારા નફો લેવાને કારણે કોમેક્સમાં સોનાની કિંમતે પોતાના ઉપલા સ્તરથી નીચે આવી ગઈ અને ગુરૂવારે 1.94 ટકાના ઘટાડા સાથે બંધ થઈ હતી.
મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસના જિંસ શોધ વિભાગના વરિષ્ઠ ઉપાધ્યક્ષ નવનીત દમાનીએ કહ્યુ કે, આજે આપણે બજારમાં ઉતાર-ચઢાવ જોઈ શકીએ છીએ કારણ કે રોકાણકારોનું ધ્યાન અમેરિકાના બિન-કૃષિ રોજગાર, બેરોજગારી દરના આંકડા પર રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે