Gold Rate Today: ઓ બાપરે...સોનામાં ભારે ઉથલપાથલ! ઉછળ્યા બાદ આજે ગગડી ગયું સોનું, જાણો લેટેસ્ટ રેટ

Gold Rate Today: સોનામાં જોવા મળેલી તેજી પર બ્રેક લાગી છે. આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વાયદા બજાર અને શરાફા બજાર બંનેમાં ભાવ તૂટ્યા છે.

Gold Rate Today: ઓ બાપરે...સોનામાં ભારે ઉથલપાથલ! ઉછળ્યા બાદ આજે ગગડી ગયું સોનું, જાણો લેટેસ્ટ રેટ

સોનામાં જોવા મળેલી તેજી પર બ્રેક લાગી છે. આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વાયદા બજાર અને શરાફા બજાર બંનેમાં ભાવ તૂટ્યા છે. હાલ રોકાણકારોની નજર મીડલ ઈસ્ટમાં તણાવ અને US FEDના વ્યાજદરો પર નિર્ણય પર છે. સોના અને ચાંદીના લેટસ્ટ ભાવ પર ફેરવો એક નજર....

વાયદા બજારમાં સોનું
ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદી ગગડ્યા છે. MCX પર સોનાનો ભાવ લગભગ 100 રૂપિયા તૂટ્યો છે અને 10 ગ્રામ સોનાનો ભાવ 62467 રૂપિયા પર પહોંચ્યો છે. જ્યારે ચાંદીનો  ભાવ 150 રૂપિયા તૂટીને પ્રતિ કિલો 72488 રૂપિયા પર પહોંચ્યો છે. 

આજનો સોનાનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 46 રૂપિયા તૂટીને 62661 પર જોવા મળ્યો છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 41 રૂપિયા ગગડીને 57398 રૂપિયાની સપાટીએ છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી પ્રતિ કિલો 426 રૂપિયા તૂટીને 71714 રૂપિયાના સ્તરે છે. 

No description available.

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news