Gold Rate: સોનામાં આજે જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ થઈ ખુબ સસ્તી, ખાસ જાણો લેટેસ્ટ રેટ

Gold Rate Today: 21 જૂને એટલે કે આજે શેર બજાર ખુલતાની સાથે જ એવું ઉછળ્યું કે નવો રેકોર્ડ બનાવી દીધો. સેન્સેક્સ 63,588 અંકના સ્તરે પહોંચી ગયો. હાલ શેરબજારમાં સેન્સેક્સ 148.57 પોઈન્ટના વધારા સાથે 63476.27 પોઈન્ટ પર જોવા મળ્યો જ્યારે નિફ્ટી 27.10 પોઈન્ટના વધારા સાથે 18843.80 પોઈન્ટના સ્તરે જોવા મળ્યો. જો કે શેરબજારમાં તેજી છે પરંતુ કિંમતી ધાતુ સોનું અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે.

Gold Rate: સોનામાં આજે જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ થઈ ખુબ સસ્તી, ખાસ જાણો લેટેસ્ટ રેટ

Gold Rate Today: 21 જૂને એટલે કે આજે શેર બજાર ખુલતાની સાથે જ એવું ઉછળ્યું કે નવો રેકોર્ડ બનાવી દીધો. સેન્સેક્સ 63,588 અંકના સ્તરે પહોંચી ગયો. હાલ શેરબજારમાં સેન્સેક્સ 148.57 પોઈન્ટના વધારા સાથે 63476.27 પોઈન્ટ પર જોવા મળ્યો જ્યારે નિફ્ટી 27.10 પોઈન્ટના વધારા સાથે 18843.80 પોઈન્ટના સ્તરે જોવા મળ્યો. જો કે શેરબજારમાં તેજી છે પરંતુ કિંમતી ધાતુ સોનું અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું ગઈ કાલે તેજી સાથે બંધ થયું હતું પરંતુ આજે જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. 

આજના સોનાના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું ગઈ  કાલે 59345 રૂપિયાના સ્તરે હતું જે આજે બજાર ખુલતા 486 રૂપિયા તૂટીને 58859 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. જ્યારે 995 પ્યોરિટીવાળું ગોલ્ડ 484 રૂપિયા ઘટીને 58623    રૂપિયાના સ્તરે છે. 916 પ્યોરિટીવાળા ગોલ્ડની વાત કરીએ તો હાલ તેમાં 445 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને હાલ તે 53915 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી ગઈ કાલે પણ ગગડી હતી અને આજે પણ તેમાં કડાકો જોવા મળ્યો છે. હાલ ચાંદીમાં પ્રતિ કિલો 1967 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ 70124 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. 

No description available.

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news