Gold Rate Today: કડાકા પર લાગી બ્રેક!, અઠવાડિયાના પહેલા જ દિવસે સોનું ઉછળ્યું, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
ગત અઠવાડિયે સોનાના ભાવમાં કડાકો જોવા મળ્યો હતો. સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી પરંતુ આજે નવા અઠવાડિયાના પહેલા દિવસે બજાર ખુલતા જ સોનાનો ભાવ ચડી ગયો છે. બંને કિંમતી ધાતુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે બજાર ખુલતાની સાથે જ સોનું તેજીમાં છે.
Trending Photos
ગત અઠવાડિયે સોનાના ભાવમાં કડાકો જોવા મળ્યો હતો. સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી પરંતુ આજે નવા અઠવાડિયાના પહેલા દિવસે બજાર ખુલતા જ સોનાનો ભાવ ચડી ગયો છે. બંને કિંમતી ધાતુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે બજાર ખુલતાની સાથે જ સોનું તેજીમાં છે અને હાલ 10 ગ્રામના 149 રૂપિયા ભાવ વધીને 58544 રૂપિયાના સ્તરે છે.
સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું શુક્રવારે (23 જૂન 2023)ના રોજ 58395 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. જ્યારે આજે બજાર ખુલતાની સાથે જ સોનું તેજીમાં છે અને હાલ 10 ગ્રામના 149 રૂપિયા ભાવ વધીને 58544 રૂપિયાના સ્તરે છે. જ્યારે 995 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 149 રૂપિયા તેજી સાથે 58310 રૂપિયાની સપાટીએ છે. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ હાલ 136 રૂપિયા વધીને 53626 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યો છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી 791 રૂપિયા વધીને 69095 રૂપિયાના સ્તરે જોવા મળી રહી છે.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
ગત અઠવાડિયે આટલો ઘટ્યો હતો ભાવ
IBJA Rates મુજબ ગત અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે એટલે કે સોમવારે સોનાનો ભાવ 59370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. મંગળવારે 59,380 રૂપિયા પર બંધ થયો હતો. બુધવારે ભાવ ઘટ્યા અને તે 58859 પર બંધ થયો. ગુરુવારે સોનાનો ભાવ 58670 હતો અને શુક્રવારે 59,492 રૂપિયા પર બંધ થયો હતો. સમગ્ર સપ્તાહ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો.
કેટલું સસ્તું થયું
ગત સપ્તાહે આખરી કારોબારી દિવસે શુક્રવારે સોનાનો ભાવ 59492 રૂપિયા પર બંધ થયો હતો. એ જ રીતે સોનાના ભાવમાં આ અઠવાડિયે 1097 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો જોવા મળ્યો છે. ગત અઠવાડિયે સોમવારે સોનું સૌથી મોંઘુ 59370 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાયું અને શુક્રવારે સૌથી સસ્તું 58380 રૂપિયા સવારે જોવા મળ્યું હતું.
આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે