Gold Rate Today: સસ્તું સોનું લેવાની સુપર તક! આજે પણ સોનાના ભાવમાં ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
ગ્લોબલ બજારોમાં તો અમેરિકી ફેડરલ રિઝર્વ બેંક તરફથી વ્યાજ દરો પર નિર્ણય આવતા પહેલા સુસ્તી જોવા મળી છે પરંતુ આ બધા વચ્ચે શરાફા બજારમાં કારોબારી મોટી વેચાવલી કરી રહ્યા છે જેના પગલે ભાવ ગગડ્યા છે.
Trending Photos
સોના અને ચાંદીમાં ખરીદી કરવી હોય તો ખુબ સારો સમય હોઈ શકે છે. શરાફા બજારમાં મેટલ્સના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ બજારોમાં તો અમેરિકી ફેડરલ રિઝર્વ બેંક તરફથી વ્યાજ દરો પર નિર્ણય આવતા પહેલા સુસ્તી જોવા મળી છે પરંતુ આ બધા વચ્ચે શરાફા બજારમાં કારોબારી મોટી વેચાવલી કરી રહ્યા છે જેના પગલે ભાવ ગગડ્યા છે. જ્યારે વાયદા બજારમાં મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યો છે.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 324 રૂપિયા ગગડીને 76,584 રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે. જે કાલે 76,908 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 514 રૂપિયા તૂટીને 89,001 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી છે જે કાલે 89,515 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE
Follow us on Facebook : https://t.co/9tJn571sBM… pic.twitter.com/fH89f9PZJa
— IBJA (@IBJA1919) December 17, 2024
રિટેલ ભાવ પર ફેરવો નજર
#indicative #Retail selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram :… pic.twitter.com/59vrIi6M3m
— IBJA (@IBJA1919) December 17, 2024
Gold Silver Price on MCX
વાયદા બજારમાં સોનું સવારે 10 વાગ્યાની આસપાસ 87 રૂપિયાની તેજી સાથે 77,148 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર જોવા મળ્યું. જે કાલે 77,061 રૂપિયાના ભાવ પર ક્લોઝ થયું હતું. ચાંદીમાં 73 રૂપિયાનો કડાકો હતો જે સવારે 200 રૂપિયા સુધી ગગડી હતી. તેનો ભાવ 90,980 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળ્યો હતો જે કાલે 91,110 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે