મોબાઈલનું વળગણ બે છોકરીઓનો જીવ લઈ ગયો! સુરતમાં માતાપિતાએ ઠપકો આપતા કર્યો આપઘાત

Girl Suicide For Mobile Addiction : સુરતના પાંડેસરામાં મોબાઈલની લતને લીધે આપઘાતના બે કિસ્સા બન્યા છે. શિવનગરમાં 18 વર્ષીય યુવતીને મોબાઈલ ફોન ચલાવવા બાબતે પિતાએ ઠપકો આપતા તેણે ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત.... તો ધોરણ-8માં ભણતી વિદ્યાર્થીની પાસેથી માતાએ મોબાઈલ છીનવી લેતા તેણે પણ જીવન ટૂંકાવ્યું 
 

મોબાઈલનું વળગણ બે છોકરીઓનો જીવ લઈ ગયો! સુરતમાં માતાપિતાએ ઠપકો આપતા કર્યો આપઘાત

Surat News પ્રશાંત ઢીવરે/સુરત : બાળકોમાં મોબાઇલનું ઘેલું એટલી હદે લાગ્યું છે કે મોબાઈલ બાબતે જો માતા-પિતા દ્વારા ઠપકો આપવામાં આવે તો અણધાર્યું પગલું પણ ભરી લે છે. આવી જ એ ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાં સામે આવી છે. જ્યાં મોબાઇલની લત ધરાવતી ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીને માતાએ મોબાઇલ બાબતે ઠપકો આપી હાથમાંથી મોબાઇલ છીનવી લેતા ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. વિદ્યાર્થીનીના આ અંધારિયા પગલાને લઈ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જ્યાં ઘટન અંગેની વધુ તપાસ પાંડેસરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે

મોબાઈલનું વળગણ ઘાતક બન્યું 
આજના આધુનિક યુગમાં મોબાઈલ એક એવી વસ્તુ છે. લોકોના મગજમાં ઘર કરી ગયું છે. પછી તે નાની ઉંમરના બાળકો હોય કે મોટી વયના લોકો દરેક વ્યક્તિના જીવનમાં મોબાઈલ અતિ મહત્વનો અંગ બની ગયું છે. મોબાઈલના કેટલાક લાભ પણ છે તો કેટલાક ગેરલાભ પણ છે. પરંતુ વધુ પડતા મોબાઈલ ઉપયોગ કરવાથી તેની આડઅસર પણ માણસના મગજ પર પડતી હોય છે. જેથી માતા-પિતા પણ પોતાના બાળકોને મોબાઈલથી દૂર રહેવા માટે વારંવાર ટકોર કરતા હોય છે. માતા પિતાની આ ટકોર કહો કે પછી ઠપકો ક્યારેક બાળકો તેને ઊંધું સમજી લેતા હોય છે. જેથી માઠું લાગી આવતા ક્યારેક ન કરવાનું બાળકો કરી જતા હોય છે. જેથી માતા પિતા પણ આવા બાળકોને મોબાઈલ થી દૂર રાખવાનો પ્રયાસ કરતા હોય છે. બાળકને શીખામણ માટે આપવામાં આવેલ ઠપકો ક્યારેય ઊંધું સમજી બાળકો ન કરવાનું કરી જાય છે. જે ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાં બની છે. જ્યાં એક પરિવારની માસુમ દીકરીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. 

13 વર્ષની વિદ્યાર્થીનીનો આપઘાત 
સુરત શહેરના પાંડેસરા ચીકુવાડી વિસ્તારમાં આવેલ આવિર્ભાવ સોસાયટીમાં રહેતા કશ્યપ નિષાદની 13 વર્ષીય દીકરી વર્ષા નિષાદ ધોરણ આઠમાં અભ્યાસ કરતી હતી. શનિવારના રોજ વર્ષા પોતાના ઘરે હાજર હતી. ઘરમાં સતત મોબાઇલમાં રહેતી વર્ષાને માતાએ ઠપકો આપ્યો હતો. એટલું જ નહિ તેણી પાસેથી રહેલ મોબાઈલ છીનવી બજારે શાકભાજી લેવા માટે ચાલી ગઈ હતી. તેના બાદ માતાએ ઘરે આવીને જોયું તો, દીકરી લટકતી હાલતમાં લાશ હતા. શાકભાજી લઈ ઘરે પરત ફરેલી માતાની આંખો ચાર થઈ ગઈ હતી. માતાના પગ તળેથી જમીન સરકી પડી હતી. ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલી દીકરી ની લાશને જોઈ પરિવાર તાત્કાલિક સારવાર અર્થે હોસ્પીટલ લઈ ગયો હતો. જ્યાં ફરજ પરના હાજર તબીબોએ દીકરીને મૃત જાહેર કરી હતી. દીકરીના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. દીકરીના મોતને લઈ માતાની આંખો ભરાઈ આવી હતી. જ્યાં સ્થાનિક વિસ્તારમાં પણ દીકરીએ ભરેલા પગલાંને લઈ ભારે ચકચાર મચી ગઈ હતી.

18 વર્ષની યુવતીનો પણ મોબાઈલને કારણે આપઘાત
સુરતના પાંડેસરામાં વધુ એક યુવતીનો મોબાઈલની લતના લીધે આપઘાત કર્યો છે. શિવનગરમાં રહેતી 18 વર્ષીય યુવતીના આપઘાતની ઘટના બની છે. મોબાઈલ ફોન ચલાવવા બાબતે પિતાએ તેને ઠપકો આપ્યો હતો. ‘તો મોબાઇલમાં વધુ શું કામ વ્યસ્ત રહે છે જમવામાં વધુ મીઠું નાંખી દીધું...’ આ વાતને લઈ યુવતીને લાગી જતાં ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. એકની એક દીકરીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમય થયો છે. પાંડેસરા પોલીસે યુવતના મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે. 

આમ, સુરતમાં 24 કલાલમાં મોબાઈલના વળગણને કારણે આપઘાતના બે કિસ્સા બન્યા છે. માત્ર મોબાઈલ બાબતે ઠપકો આપતા ધોરણ આઠની વિધાર્થિની અને એક યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ કિસ્સા અન્ય માતા પિતા માટે પણ લાલબત્તી સમાન છે. આજે મોટા ભાગના પરિવારોમાં પાંચ વર્ષથી લઈ યુવા વર્ગના બાળકો સતત મોબાઈલ માં રચ્યા પચ્યા રહે છે.મોબાઈલ નું ઘેલું બાળકોમાં ઘર કરી ગયું છે.જે આવનારી પેઢી માટે ખતરારૂપ સાબિત થઈ શકે છે.જોકે ઘટના ને લઈ સ્થાનિકો ચિંતામાં મુકાયા છે

સરકાર શિક્ષણમાં લાવશે મોબાઈલ પર પ્રતિબંધ
મોબાઈલ એડિશનમાં બાળકો દ્વારા આપઘાત કરવાનો મામલો ગંભીર બની રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર શિક્ષણમાં મોબાઈલ પર પ્રતિબંધ લાવવાનો વિચાર ચાલી રહ્યો છે. રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાસેરીયાએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ મોબાઇલ એડિશનમાં જે આપઘાત કરી રહ્યા છે તે ખૂબ જ ગંભીર બાબત છે. આ એક સામૂહિક ચિંતનનો વિષય છે. રાજ્ય શિક્ષણ વિભાગ પણ આ બાબતે ચિંતન કરી રહ્યું છે. રાજ્યની તમામ શાળામાં મોબાઇલ લઈ જવા પર પ્રતિબંધ લાવવા અંગે વિચારણા કરાઈ રહી છે. બાળકોની સાથે વાલીઓએ અને શિક્ષકોએ કોઈ પણ કડક અમલ કરવો પડશે. વાલીઓને વિનંતી કરું છું નાના બાળકોને નાની ઉંમરમાં મોંઘો એપલ જેવો ફોન અપાવી ન દેવો જોઈએ. રાજ્ય સરકારની સાથે સમાજે પણ આ દૂષણ અને ડામવા માટે આગળ આવવું પડશે. સરકાર આ બાબતને ખૂબ જ ગંભીરતાથી વિચારી રહી છે. જુદા જુદા શિક્ષણ વિભાગના તજજ્ઞો સાથે વિચારણા કરી શાળામાં મોબાઇલ પ્રતિબંધ અંગે નિર્ણય લેવા પ્રયાસ કરાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news