Gold Price Today: 2 મહિનાના નીચલા સ્તર પર આવ્યો સોનાનો ભાવ, જાણો 10 ગ્રામની કિંમત
જો તમે પણ સોના ચાંદીનો ભાવ ચેક કરવા માંગો છો તો તેના માટે મોબાઇલ નંબર 8955664433 પર મિસ કોલ કરો. મિસ કોલ કરતાં ફોન પર આવેલા મેસેજમાં તમે લેટેસ્ટ ભાવ ચેક કરી શકો છો. IBJA જાહેર રેટ ઉપરાંત તમારે જીએસટી આપવાનો હોય છે.
Trending Photos
Gold Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડાનો સિલસિલો અક્ષય તૃતિયાના દિવસ બાદ પણ યથાવત છે. સતત ચોથા દિવસે સોનાના ભાવમાં ઘટાડો યથાવત રહ્યો છે. બુધવારે એમસીએક્સ અને સોની બજારમાં પીળા ધાતુના ભાવ ઘટાડા સાથે બંધ થયા હતા.
IBJA ની વેબસાઇટ અનુસાર બુધવારે 24 કેરેટ સોનાના ભાવ ઘટીને સાંજના સમયે 51055 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો. આ ઉપરાંત 22 કેરેટ સોનું 50851 અને 20 કેરેટ સોનું 56766 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઇ રહ્યું છે.
એમસીએક્સ પર બુધવારે સોનાના ભાવમાં 0.23 ટકા ઘટીને 50,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો. ચાંદીના ભાવમાં 0.26 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ચાંદીનો ભાવ ઘટીને 62,882 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો.
વધતી જતી મોંઘવારી પર લગાવ કસવા માટે ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરમાં વધારાની આશંકા છે. જાણકારોને આશા છે કે વ્યાજ દરમાં 50 બેસિસ પોઇન્ટનો વધારો થઇ શકે છે. બીજી તરફ આરબીઆઇએ ઇન્ફલેશન પર લગાવ કસવા માટે રેપો રેટમાં 40 પૈસા બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે.
999 પોરિટીવાળી ચાંદી બુધવારે 62538 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઇ છે. તમને જણાવી દઇએ કે સોની બજારમાં સોનાની કિંમત બે મહિનાના નિચલા સ્તર પર છે. IBJA અનુસાર આ પહેલાં 28 ફેબ્રુઆરીના રોજ સોનાના ભાવ 50696 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતો. 28 ફેબ્રુઆરી બાદ સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી.
જો તમે પણ સોના ચાંદીનો ભાવ ચેક કરવા માંગો છો તો તેના માટે મોબાઇલ નંબર 8955664433 પર મિસ કોલ કરો. મિસ કોલ કરતાં ફોન પર આવેલા મેસેજમાં તમે લેટેસ્ટ ભાવ ચેક કરી શકો છો. IBJA જાહેર રેટ ઉપરાંત તમારે જીએસટી આપવાનો હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે