Gold Silver Rate: ફરી સોના-ચાંદી ભાવ ગજા બહાર પહોંચ્યા, મધ્યમવર્ગનો મરો, જાણો SURAT-AHMEDABAD માં શું છે ભાવ
Gold Silver Rate Today 27 May: સોના અને ચાંદીના ભાવ સતત વધતા જાય છે અને આજે પણ કિંમતી ધાતુઓમાં તેજીનો દૌર યથાવત રહ્યો છે. ચાંદી તો લગભગ 1300 રૂપિયાના ઉછાળ સાથે આસમાને પહોંચી છે.
Trending Photos
Gold Silver Rate Today: સ્થાનિક બુલિયન માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીના ભાવમાં સતત ઉછાળો ઘણા દિવસોથી જોવા મળી રહ્યો છે. જોકે ગત અઠવાડિયે પોતાના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા બાદ ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે નવા કારોબારી અઠવાડિયાના પહેલાં દિવસે બંને કિંમતી મેટલમાં ઉછાળા સાથે ઉપરી ભાવ પર વેચાય રહ્યા છે. વાયદા બજાર સાથે હાજર બજાર એટલે કે સ્ટોપ માર્કેટમાં પણ તે ઉંચા ભાવે કારોબાર કરતા જોવા મળે છે.
મલ્ટી કોમોડિટી એક્સચેંજ પર સોનાનો ભાવ
એમસીએક્સ પર સોનાનો જૂન વાયદા બજારનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 71496 પર છે અને તેમાં રૂ. 240નો વધારો જોવા મળ્યો છે. આજના કારોબારમાં અત્યાર સુધી સોનું ઉપરી ભાવ 71605 રૂપિયા અને 10 ગ્રામના નીચો ભાવ 71456 રૂપિયા પર પહોંચી ગયું છે.
એમસીએક્સ પર ચાંદીના તાજા ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીનો ભાવ 91825 રૂપિયા પ્રતિ કિલો છે અને હાલમાં 1277 રૂપિયા અથવા 1.41 ટકાનો વધારો છે. આજના કારોબારમાં, ચાંદી MCX પર 91975 રૂપિયા પ્રતિ કિલોગ્રામની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે અને ઘટીને 90548 રૂપિયા થઈ ગઈ છે.
દેશના શહેરોમાં સોનાનો ભાવ
દિલ્હી: 24 કેરેટ શુદ્ધ સોનું રૂ. 270 રૂપિયા વધીને 72,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
મુંબઈ: 24 કેરેટ શુદ્ધ સોનું રૂ. 270 રૂપિયા વધીને 72,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ: 24 કેરેટ શુદ્ધ સોનું 270 રૂપિયા વધીને 72,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
સુરતઃ 24 કેરેટ શુદ્ધ સોનું 270 રૂપિયા વધીને 72,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
ચેન્નાઈ: 24 કેરેટ શુદ્ધ સોનું 710 રૂપિયા વધીને 73,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
કોલકાતા: 24 કેરેટ શુદ્ધ સોનું 270 રૂપિયા વધીને 72,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
કેવી રીતે જાણો સોનાની શુદ્ધતા
ISO (Indian Standard Organization) દ્વારા સોનાની શુદ્ધતા જાણવા માટે હોલ માર્ક આપવામાં આવે છે. 24 કેરેટ સોનાના આભૂષણ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે. મોટાભાગે સોનું 22 કેરેટમાં વેચાય છે, તો બીજી તરફ લોકો 18 કેરેટનો ઉપયોગ પણ કરે છે. કેરેટ 24 થી વધુ હોતા નથી, અને જેટલા વધુ કેરેટ હશે, સોનું એટલું જ શુદ્ધ કહેવાય છે.
જાણો 22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે?
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદાર હોય છે, તેના દાગીના બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, સતત અપડેટ્સ વિશેની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે