ખુશખબર! ખાદ્યતેલના ભાવમાં ફરી આવ્યો મોટો ઘટાડો, જાણો શું છે નવા ભાવ
Edible Oil Prices Down: છેલ્લા થોડા સમયથી ખાદ્યતેલના ભાવે સામાન્ય માણસના બજેટ બોજો વધારી દીધો છે. પરંતુ હવે ફરી વાર તેલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. આ ક્રમમાં ફરી એકવાર ખાદ્યતેવના ભાવમાં ઘટાડો થયો છે. આવો જાણીએ શું છે આજના અપડેટ...
Trending Photos
Edible Oil Prices Down: વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય જનતાને થોડી રાહત મળી છે. છેલ્લા થોડા સમયથી ખાદ્યતેલના ભાવ સામાન્ય માણસને રડાવી રહ્યા છે. પરંતુ હવે ફરી વાર તેલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં અદાણી-વિલ્મરે ખાદ્યતેલના ભાવમાં 10 રૂપિયા પ્રતિ લિટર સુધીનો ઘટાડો કર્યો છે. આગળના સમયમાં પણ ભાવમાં ઘટાડો થઈ શકે છે.
જાણો કેટલી ઘટી કિંમત?
અદાણી વિલ્મરે એક લીટરના ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલની કિંમત 220 પ્રતિ લિટરથી ઘટાડી 210 રૂપિયા કરી દીધા છે. કંપનીએ નિવેદન જાહેર કરી જણાવ્યું કે, એક લિટર સરસવનું તેલની કિંમત પણ હવે 205 રૂપિયાની જગ્યાએ 195 રૂપિયા કરી દીધી છે. આ ઉપરાંત Gemini Edible and Fats એ પણ એક લિટર સનફ્લાવરના તેલના પેકેટ પર 15 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, કંપની આગળના સમયમાં પણ ભાવમાં ઘટાડો કરી શકે છે.
તેલની કિંમતમાં બમ્પર વધારો
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના પામ ઓઇલથી ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો કર્યા બાદ ખાદ્યતેલની કંપનીઓએ પણ ભાવ ઘટાડ્યા છે. કંપનીઓએ કહ્યું- અમને જે ફાયદો મળી રહ્યો છે તે અમે ગ્રાહકોને પણ આપવા માંગીએ છીએ. પામ ઓઇલનો પુરવઠો ઓછો હોવાના કારણે ખાદ્યતેલના ભાવમાં બમ્પર ઉછાડો જોવા મળ્યો છે.
આગળના સમયમાં પણ થઈ શકે છે ઘટાડો!
જણાવવામાં આવી રહ્યું છું કે ભારત સરકાર ઇન્ડોનેશિયાને ઘઉં એક્સપોર્ટ કરશે અને તેની સામે પામ ઓઇલ ત્યાંથી ઇમ્પોર્ટ કરશે. જો કે, અત્યાર સુધી સરકાર તરફથી આ પ્રકારનું કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જો તે થાય છે તો આવનારા સમયમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે