PM Kisan Tractor Yojana: દેશના ખેડૂતોને આનંદો! કેન્દ્ર સરકાર આ યોજના હેઠળ આપે છે 50% સબસિડી
કેન્દ્ર સરકાર હવે ટ્રેક્ટર ખરીદવા પર સબસિડી આપી રહી છે. આ સબસિડી 'PM કિસાન ટ્રેક્ટર યોજના' (PM Kisan Tractor Yojana) હેઠળ આપવામાં આવી રહી છે.
- સરકાર ટ્રેક્ટર ખરીદવા સબસીડી આપે છે
- કોઈપણ કંપનીનું ટ્રેક્ટર અડધી કિંમતે મળશે
- આ યોજનાનો તાત્કાલિક લાભ લો
Trending Photos
નવી દિલ્હી: PM Kisan Tractor Yojana: કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક વધારવા અને તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે બનતા તમામ પ્રયાસો કરી રહી છે. ખેડૂતોને મદદરૂપ થાય તેવી સરકાર ઘણી યોજનાઓ લોન્ચ કરી રહી છે. પીએમ કિસાન હેઠળ ખેડૂતોના ખાતામાં વર્ષે 6000 રૂપિયા સીધા તેમના ખાતામાં મોકલવામાં આવે છે.
ખેડૂતોને ખેતી માટે બિયારણ, ખાતર અને અનેક પ્રકારના મશીનોની જરૂર પડે છે. આવી સ્થિતિમાં ખેડૂતોની મદદરૂપ થવા કેન્દ્ર સરકાર હવે ટ્રેક્ટર ખરીદવા પર સબસિડી આપી રહી છે. આ સબસિડી 'PM કિસાન ટ્રેક્ટર યોજના' (PM Kisan Tractor Yojana) હેઠળ આપવામાં આવી રહી છે. ચાલો જાણીએ કે તમને આ યોજનાનો લાભ કેવી રીતે મળશે?
ખેડૂતોને મદદ કરવા સરકારી યોજના
વાસ્તવમાં ખેડૂતો માટે ખેતી માટે ટ્રેક્ટર ખૂબ જ જરૂરી છે. પરંતુ દેશમાં એવા ઘણા ખેડૂતો છે જેમની પાસે ખરાબ આર્થિક સ્થિતિને કારણે તેમની પાસે ટ્રેક્ટર નથી. આવી વિકટ પરિસ્થિતિમાં તેમણે ટ્રેક્ટર ભાડે રાખવું પડે છે અથવા બળદનો ઉપયોગ કરવો પડે છે. આવી સ્થિતિમાં ખેડૂતોની મદદરૂપ થવા સરકાર આ યોજના લાવી છે. PM કિસાન ટ્રેક્ટર યોજના (PM Kisan Tractor Yojana Benefits) હેઠળ ખેડૂતોને અડધી કિંમતે ટ્રેક્ટર આપવામાં આવશે.
50 ટકા સબસિડી મળશે
કેન્દ્ર સરકાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડી (PM Kisan Tractor Yojana) આપે છે. તેના મારફતે ખેડૂતો અડધી કિંમતે કોઈપણ કંપનીના ટ્રેક્ટર અડધી કિંમતે ખરીદી શકશે. બાકીની અડધી રકમ સરકાર સબસિડી તરીકે આપે છે. આ સિવાય ઘણી રાજ્ય સરકારો પણ પોતાના સ્તરે ખેડૂતોને ટ્રેક્ટર પર 20થી 50% સબસિડી આપે છે.
આ રીતે આ યોજનાનો લાભ લો
તમને જણાવી દઈએ કે આ સબસિડી સરકાર માત્ર 1 ટ્રેક્ટર ખરીદવા પર જ આપશે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો ખેડૂત પાસે આ માટે જરૂરી દસ્તાવેજો તરીકે આધાર કાર્ડ, જમીનના કાગળો, બેંકની વિગતો, પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જોઈએ. આ યોજના હેઠળ ખેડૂતો કોઈપણ નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે