મંદીના માહોલમાં IMF એ ભારતને આપ્યો ઝટકો, GDP ગ્રોથ અનુમાન પર ફેરવી કાતર
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે ભારતના જીડીપી ગ્રોથ અનુમાનમાં ઘટાડો કર્યો છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે ભારતના આર્થિક વિકાસના અનુમાનને 6.8 ટકા કર્યું છે, જ્યારે જુલાઈમાં અનુમાન 7.4 ટકા હતું.
Trending Photos
નવી દિલ્હીઃ વૈશ્વિક સ્તર પર તમામ અર્થશાસ્ત્રી કહી રહ્યાં છે કે દુનિયા મંદીની ઝપેટમાં આવી રહી છે. આ માહોલ વચ્ચે દેશની ઇકોનોમી સાથે જોડાયેલા એક ખરાબ સમાચાર આવ્યા છે. હકીકતમાં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) એ દેશના જીડીપી ગ્રોથ અનુમાન પર કાતર ફેરવત 7 ટકાથી નીચે રાખી દીધો છે. IMF એ ભારતના આર્થિક વિકાસના અનુમાનને 6.8 ટકા કરી દીધુ છે, જ્યારે જુલાઈમાં અનુમાન 7.4 ટકા હતું. આ પ્રમાણે 0.6 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
સામે છે ઘણા પડકારઃ IMF પ્રમાણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને ફુગાવો, નાણાકીય સંકટ સિવાય રશિયા-યુક્રેન જંગને કારણે ઉભી થયેલી સ્થિતિએ મુશ્કેલી વધારી દીધી છે. આ સિવાય કોવિડ-19 મહામારીના પડકાર હજુ સમાપ્ત થયા નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વધુ એનર્જી અને ખાદ્ય કિંમતોના ઝટકાથી ફુગાવો લાંબા સમય સુધી યથાવત રહી શકે છે.
IMFના મતે દેવું સંકટ ચિંતાનો વિષય છે. આ સાથે જ IMFએ ચેતવણી આપી છે કે સેન્ટ્રલ રિઝર્વ બેંકની નાણાકીય નીતિ ફુગાવાને ઘટાડવા માટે યોગ્ય વલણની ખોટી ગણતરી કરી શકે છે.
નોંધનીય છે કે પાછલા સપ્તાહે વિશ્વ બેન્કે 2022-2023 માટે ભારતના વિકાસના અનુમાનને ઘટાડી 6.5 ટકા કરી દીધુ, જ્યારે એશિયન વિકાસ બેન્ક અને રિઝર્વ બેન્કે અનુમાનને ઘટાડી 7 ટકા કરી દીધું છે.
2023 માટે શું છે અનુમાન: તો વિકાસ પૂર્વાનુમાનમાં ઘટાડા છતાં ભારત 2022 અને 2023માં દુનિયાની સૌથી ઝડપથી વધતી મુખ્ય અર્થવ્યવસ્થામાંથી એક બનેલું રહેશે. આઈએમએફ પ્રમાણે 2023માં ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન 6.1 ટકા રહેશે.
તે ચાલુ નાણાકીય વર્ષના મુકાબલે ઓછો છે પરંતુ ગ્લોબલી સૌથી વધુ છે. ચીનના ગ્રોથની વાત કરીએ તો 2022માં 3.2 ટકા અને 2023માં 4.4 ટકા રહેવાનું અનુમાન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે