નોકરીયાતોને મળી શકે છે ખુશખબરી, આવકવેરા મુક્તિ મર્યાદા થઇ શકે છે 5 લાખ
Trending Photos
નવી દિલ્હી: મોદી સરકારના બીજા કાર્યકાળમાં સરકાર નોકરીયાતોને મોટી ખુશખબરી આપવા જઇ રહી છે. 5 જુલાઇએ આગામી બજેટમાં નોકરીયાતો માટે મોટા એલાનની સંભાવના છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આવકવેરા મુક્તિ મર્યાદાને વધારી શકાય છે. નાણા મંત્રાલયના સૂત્રોના અનુસાર ઇનકમ ટેક્સની છૂટની સીમાને વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. ગત નાણાકીય વર્ષ સુધી ઇનકમ ટેક્સ સીમા 2.5 લાખ રૂપિયા હતી. ચૂંટણી પહેલાં રજૂ કરવામાં આવેલા બજેટમાં સરકારે બજેટમાં ટેક્સપેયર્સને થોડી વધુ રાહતની સીમા વધારીને 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી.
શું છે નવો પ્લાન
સૂત્રોના અનુસાર, હવે ઇનકમ ટેક્સ છૂટની સીમાને સીધી 5 લાખ રૂપિયા કરવાની તૈયારી છે. એટલે કે આ વખતે બજેટમાં ઇનકમ ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવી શકે છે. જોકે ગત બજેટમાં પણ 5 લાખની આવકને ટેક્સ મુક્ત કરવામાં આવી હતી. પરંતુ તે રિબેટ સાથે છૂટ આપવામાં આવી હતી. હવે સીધી 5 લાખ સુધી ઇનકમ ટેક્સ છૂટ આપવા પર વિચાર ચાલી રહ્યો છે. જો આમ થયું તો ટેક્સપેયર્સને મોટી રાહત મળી શકે છે.
#BreakingNews | #IncomeTax छूट सीमा ₹5 लाख करने पर विचार: सूत्र#Budget2019 #BudgetWithZee pic.twitter.com/77S2jCsC89
— Zee Business (@ZeeBusiness) June 14, 2019
શું મળી હતી ભેટ
લોકસભાની ચૂંટણી પહેલાં રજૂ કરવામાં આવેલા બજેટમાં 5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાઓને હવે ટેક્સ આપવાની જરૂર નથી. એવા લોકો જેમની આવક 6.5 લાખ રૂપિયા સુધી છે અને તેમને જીવન વીમા, પાંચ વર્ષની સ્થિર થાપણ તથા અન્ય ટેક્સ બચતવાળી યોજનાઓમાં રોકાણ કર્યું છે તો તેમને પણ પોતાની સંપૂર્ણ આવક પર છૂટ મળી શકે છે.
ટેક્સ સ્લૈબમાં થયો ન હતો ફેરફાર
5 લાખ સુધીની ટેક્સેબલ ઇનકમને ટેક્સ ફ્રી કરવામાં આવી. જોકે ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. પાંચ લાખ રૂપિયા સુધીની વ્યક્તિગત આયક સંપૂર્ણપણે કર મુક્ત હશે અને વિભિન્ન રોકાણની સાથે 6.50 લાખ રૂપિયા સુધીની આવકની વ્યક્તિગત ઇનકમ પર કોઇ ટેક્સ ચૂકવવો નહી પડે. વ્યક્તિગત ટેક્સ છૂટનો દર વધારતાં ત્રણ કરોડ ટેક્સપેયર્સને 18,500 કરોડ રૂપિયા સુધીનો ટેક્સ લાભ મળશે. પગારદારો માટે સ્ટાડર્ડ ડિડક્શનને 40,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરવામાં આવ્યું છે.
બેંકો અને પોસ્ટની બચત યોજનાઓ પર મળનાર વાર્ષિક 40,000 રૂપિયા સુધી વ્યાજના સ્ત્રોત પર ટેક્સ કપાત (ટીડીએસ)માંથી છૂટ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ગત નાણાકીય વર્ષમાં આ છૂટ 10,000 રૂપિયા સુધીના વ્યાજ પર મળતું હતું. એક મકાનમાં રોકાણથી થનાર પૂંજીગત ટેક્સ લાભને આગળ વધારતાં સરકારે તેને બે આવસીય એકમોમાં કરવામાં આવેલા રોકાણને વધાર્યું હતું. આ સુવિધાઓ બે કરોડ રૂપિયા સુધી પૂંજીગત લાભવાળા ટેક્સપેયર્સને મળશે. જોકે, તેનો લાભ જીવનકાળમાં ફક્ત એકવાર લેવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે