14 એપ્રિલ પહેલા બુક થયેલી ટિકિટને રદ કરાવવા પર રેલવે આપશે સંપૂર્ણ રિફન્ડ
રેલ્વેએ કહ્યું કે તે 14 એપ્રિલ પહેલા બુક કરાવેલ ટિકિટ રદ કરવા પર મુસાફરોને સંપૂર્ણ રિફન્ડ આપશે. જો તમે 14 એપ્રિલ 2020 ના રોજ અથવા તે પહેલાં આગામી 120 દિવસની ટ્રેનોની ટિકિટ બુક કરાવી હતી અને આ ટ્રેન રદ કરવામાં આવી છે, તો રેલવે તમને IRCTCના માધ્યમથી ટિકિટની સંપૂર્ણ રકમ પરત કરશે. આવી સ્થિતિમાં IRCTC મુસાફરોને હંમેશા ટિકિટ રદ ન કરવાની સલાહ આપે છે. સિસ્ટમ પર ટ્રેન રદ થતાંની સાથે જ તમને સંપૂર્ણ રિફન્ડ મળે છે.
Trending Photos
નવી દિલ્હી: રેલ્વેએ કહ્યું કે તે 14 એપ્રિલ પહેલા બુક કરાવેલ ટિકિટ રદ કરવા પર મુસાફરોને સંપૂર્ણ રિફન્ડ આપશે. જો તમે 14 એપ્રિલ 2020 ના રોજ અથવા તે પહેલાં આગામી 120 દિવસની ટ્રેનોની ટિકિટ બુક કરાવી હતી અને આ ટ્રેન રદ કરવામાં આવી છે, તો રેલવે તમને IRCTCના માધ્યમથી ટિકિટની સંપૂર્ણ રકમ પરત કરશે. આવી સ્થિતિમાં IRCTC મુસાફરોને હંમેશા ટિકિટ રદ ન કરવાની સલાહ આપે છે. સિસ્ટમ પર ટ્રેન રદ થતાંની સાથે જ તમને સંપૂર્ણ રિફન્ડ મળે છે.
આ વચ્ચે ભારતીય રેલ્વે 230 IRCTC સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન ચાલુ રાખશે. Covid-19 અથવા કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ 15 એપ્રિલથી નિયમિત ટ્રેનોની અગાઉથી કરવામાં આવેલા રિઝર્વેશનને સ્થગિત કરી દીધા હતા. દેશવ્યાપી લોકડાઉનને કારણે 25 માર્ચથી તમામ ટ્રેનોને રોકી દેવામાં આવી હતી.
રેલવેએ કોરોના વાયરસ (Coronavirus)ના ફેલાવને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉનની વચ્ચે 25 માર્ચથી તમામ પેસેન્જર, મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન સ્થગિત કર્યું હતું. 14 મેના રોજ રેલ્વેએ 30 જૂન સુધીની મુસાફરી માટે બુક કરાવતી તમામ નિયમિત ટ્રેનની ટિકિટ રદ કરી અને સંપૂર્ણ રિફંડ નક્કી કર્યું આ ટિકિટો લોકડાઉન સમયગાળા દરમિયાન બુક કરાઈ હતી, જ્યારે રેલ્વે જૂનમાં મુસાફરી માટે બુકિંગની મંજૂરી આપી રહી હતી.
આ રીતે તમને મળશે રિફન્ડ
ભારતીય રેલ્વે દ્વારા રદ કરાયેલ ટ્રેનો માટે PRS કાઉન્ટર ટિકિટ માટે મુસાફરો, મુસાફરીની તારીખથી 6 મહિના સુધી રિફંડ માટે અરજી કરી શકે છે. ઇ-ટિકિટ ઓટોમેટિકલી જ પરત કરવામાં આવશે.
તમારી પોતાની ટિકિટ રદ કરવા પર
જો ટ્રેન રદ કરવામાં ન આવે, પરંતુ મુસાફર મુસાફરી કરવા માંગતા ન હોય તો, ભારતીય રેલ્વે કોરોના વાયરસના રોગચાળાને ધ્યાનમાં રાખીને વિશેષ કિસ્સામાં રિઝર્વ ટિકિટની સંપૂર્ણ રકમ પરત કરશે. આ નિયમ PRS કાઉન્ટર જનરેટ ટિકિટ અને ઇ-ટિકિટ બંને માટે લાગુ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે