IPO બજારમાં જોરદાર હલચલ, 25 કંપનીઓ લાવશે 22000 કરોડ રૂપિયાનો આઈપીઓ
IPO ના બજારમાં જબરદસ્ત હલચલ બની રહેવાની આશા છે. માનવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં 25 કંપનીઓ 22000 કરોડ રૂપિયાના આઈપીઓ લાવી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ આવનારા થોડા સમમાં ઓછામાં ઓછી 25 ભારતીય કંપનીઓ 22,000 કરોડ રૂપિયાના આઈપીઓ લાવવાની છે. આઈપીઓના આ બધા પ્રસ્તાવોને બજાર નિયામક સેબી પાસેથી મંજૂરી મળી ગઈ છે. એનાલિસ્ટે શુક્રવારે આ જાણકારી આપી છે. એનાલિસ્ટનું કહેવું છે કે વૈશ્વિક ઉતાર-ચઢાવ વચ્ચે ભારતીય શેર બજારનું પ્રદર્શન સારૂ છે. પેન્ટોમેથ કેપિટલ એડવાઇઝરે કહ્યું કે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ચાર કંપનીઓએ મળી 11850 કરોડ રૂપિયાના આઈપીઓ લાવ્યા અને બધા સફળ થયા છે.
ભારતીય બજારમાં તેજીનો માહોલ
એનાલિસ્ટનું કહેવું છે કે વૈશ્વિક બજારોમાં ઉથલ-પાથલ હોવા છતાં ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી રહી છે. પરંતુ આગળ તેજીની ગતિ આર્થિક વૃદ્ધિ દર, વૈશ્વિક બજારોનો ટ્રેન્ડ અને નિયામકોના નિર્ણય પર નિર્ભર કરે છે. ભારતમાં આઈપીઓની બજાર તાજેતરના દિવસોમાં ખુબ ગરમ રહી છે. થોડા દિવસ પહેલા લિસ્ટ થયેલી ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટીના શેરમાં શુક્રવારે 20 ટકાની અસર સર્કિટ લાગી હતી. કંપનીની માર્કેટ વેલ્યૂ વધી 58664 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ઓલા ઈલેક્ટ્રિકના શેર પોતાની ઈશ્યૂ પ્રાઇઝ 76 રૂપિયાથી 75 ટકા ઉપર 133.08 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યાં છે.
SIP ના આંકડા ખુબ મજબૂત છે
તાજેતરમાં લિસ્ટેડ ફર્સ્ટક્રાયની પેરન્ટ કંપની બ્રેનબી સોલ્યુશન્સ તેના IPOની કિંમત રૂ. 465 પ્રતિ શેરની સરખામણીમાં રૂ. 651 પ્રતિ શેરના ભાવે ટ્રેડ કરી રહી છે. ભારતીય બજારમાં SIP બિઝનેસ મજબૂત રહ્યો છે. જુલાઈમાં રૂ. 23,331 કરોડની SIP જોવા મળી હતી, આ આંકડો જૂનમાં રૂ. 21,262 કરોડ હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે