એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ જૈક માએ આ કંપનીમાંથી આપ્યું રાજીનામું, જાણો કારણ
ટોક્યો સ્થિત સોફ્ટ બેન્કે નાણાકીય પરિણામો જાહેર કરતા પહેલા સોમવારે જૈક માના રાજીનામાની જાહેરાત કરી હતી
Trending Photos
નવી દિલ્હીઃ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને અલિબાબા કંપનીના સંસ્થાપક જૈક મા (Jack Ma)એ સોફ્ટબેન્કમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. જાપાની કંપની સોફ્ટ બેન્કમાં જૈક મા લાંબા સમયથી બોર્ડ સભ્ય તરીકે સેવાઓ આપી રહ્યા હતા. માનવામાં આવી રહ્યુ છે કે જાપાની ટેક્નોલોજી કંપનીની ઓફિસ ભાગીદારી એકમ વીવર્ક જેવા મહત્વપૂર્ણ રોકાણને લઈને સંઘર્ષપૂર્ણ સ્થિતિઓને કારણે માએ રાજીનામું આપી દીધું છે.
સોફ્ટબેન્ક નથી જણાવ્યું કારણ
ટોક્યો સ્થિત સોફ્ટ બેન્કે નાણાકીય પરિણામો જાહેર કરતા પહેલા સોમવારે જૈક માના રાજીનામાની જાહેરાત કરી હતી. પરંતુ કંપનીએ રાજીનામાનું કારણ જણાવ્યું નથી. ચીનની મુખ્ય ઈ-કોમર્સ કંપની અલીબાબાના સહ સંસ્થાપક માએ હાલમાં કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈમાં મદદ માટે માસ્ક અને ટેસ્ટિંગ કિટ આપવા જેવા પરોપકારી કાર્યો કર્યા છે.
સોફ્ટ બેન્કે બોર્ડમાં ત્રણ નવા સભ્યોની જાહેરાત કરી, જેમાં સોફ્ટબેન્કના મુખ્ય નાણાકીય અધિકારી યોશિમિત્સુ ગોટો અને વાસેદા વિશ્વ વિદ્યાલયના પ્રોફેસર યુકો કામોટો સામેલ છે. સોફ્ટ બેન્કે અલીબાબામાં ઘણું રોકાણ કર્યું છે. મા 2007માં સોફ્ટબેન્કના બોર્ડમાં સામેલ થયા હતા અને સોફ્ટબેન્કના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી માસાયોશી સોનની સાથે તેમને નજીકના સંબંધ હતા.
ભારતમાં આ ચીની કંપની પર પણ કોરોનાનો હુમલો, બીજીવાર બંધ કરવો પડ્યો પ્લાન્ટ
એશિયાના સૌથી ધનીક વ્યક્તિ છે જૈક મા
માર્ચમાં જારી Bloomberg Billionaires Index અનુસાર એશિયાના સૌથી ધનીક વ્યક્તિનો તાજ અલીબાબાના સંસ્થાપક જૈક મા પાસે છે. આ પહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણીને એશિયાના સૌથી ધનીક વ્યક્તિ માનવામાં આવતા હતા. રિપોર્ટ અનુસાર જૈક માની કુલ સંપત્તિ 45.7 અબજ ડોલર છે, તો મુકેશ અંબાણીની સંપત્તિ 42.3 અબજ ડોલર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે