Gold Rate Fall: ફરી ઘટ્યા સોના-ચાંદીના ભાવ, જાણો આજની કિંમત
Rate of Gold and Silver: સોના-ચાંદીની કિંમતોમાં ચઢાવ-ઉતાર જારી છે. સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે આ મોંઘી ધાતુના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ નબળા વૈશ્વિક સંકેતોથી દિલ્હી સોની બજારમાં સોનું 389 રૂપિયાના ઘટાડા સાથે 51,192 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. એચડીએફસી સિક્યોરિટીઝે આ જાણકારી આપી છે. સોનું આ પહેલા 51581 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીના ભાવમાં પણ 466 રૂપિયાનો ઘટાડો થતાં તેનો ભાવ 61,902 રૂપિયા પ્રતિ કિલો રહી ગયો છે. પાછલા સત્રમાં તેનો બંધ ભાવ 62,368 રૂપિયા હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઘટાડાની સાથે 1892 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ રહ્યું જ્યારે ચાંદીનો ભાવ 23.81 ડોલર પ્રતિ ઔંસ પર યથાવત જોવા મળ્યો હતો.
નબળી માગથી વાયદીમાં પણ મંદી
વાયદા બજારમાં સોનાનો ભાવ 0.71 ટકા ઘટીને 50,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયો. હાજર બજારમાં માગ ઘટવાથી સટ્ટોડિયાએ સોદા ઓછા કર્યાં જેથી વાયદા બજારમાં ભાવ ઘટ્યા. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ઓક્ટોબરની દિલિવરી માટે સોનાનો ભાવ 360 રૂપિયા એટલે કે 0.71 ટકા ઘટીને 50110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો. તેમાં 67 લોટ માટે કારોબાર થયો. આ પ્રકારે ડિસેમ્બરમાં ડિલિવરી વાળા સોનાના વાયદા ભાવમાં 425 રૂપિયા ઘટીને 50145 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. આ કરારમાં 15521 લોટ માટે કારોબાર થયો હતો.
ચાંદીની ચમક પણ ઘટી
ચાંદીનો વાયદા ભાવ સોમવારે માગ નબળી રહેવાથી 545 રૂપિયા ઘટીને 60,600 રૂપિયા પ્રતિ કિલો રહી ગયો. હાજર બજારમાં માગ નબળી રહેવાથી વાયદા બજારમાં પણ સટોરિયાઓનું વેચાણ પર જોર રહ્યું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ચાંદી ડિસેમ્બર વાયદા કરાર 545 રૂપિયા એટલે કે 0.89 ટકા ઘટીને 60600 રૂપિયા પ્રતિ કિલો રહી. આ કરારમાં 16180 લોટ માટે સોદા કરવામાં આવ્યા. તો ન્યૂયોર્કમાં ચાંદીનો ભાવ 0.19 ટકા ઘટીને 23.99 ડોલર પ્રતિ ઔંસ રહ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે