LIC Jeevan Anand Policy: દરરોજ માત્ર 45 રૂપિયા બચાવો, બાદમાં મળશે 25 લાખ રૂપિયા, જાણો વિગત

તમે તમારા પૈસા LIC ની જીવન આનંદ પોલિસીમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં તમે રોજના 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા સુધીનું ફંડ એકત્ર કરી શકો છો. ચાલો LIC ની જીવન આનંદ પોલિસી વિશે જાણીએ.

LIC Jeevan Anand Policy: દરરોજ માત્ર 45 રૂપિયા બચાવો, બાદમાં મળશે 25 લાખ રૂપિયા, જાણો વિગત

નવી દિલ્હીઃ દરેક વ્યક્તિએ બચત જરૂર કરવી જોઈએ. તમારી બચત તમને મુશ્કેલ સમયમાં કામ આવી શકે છે. તેવામાં જો તમે પણ રોકાણ કરવા માટે એક સારી સ્કીમ શોધી રહ્યાં છો તો તમે LIC વિસે વિચારી શકો છો. દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ ની પાસે ખુબ પોપુલર સ્કીમ છે, જેમાં તમે રોકાણ કરી એક સારી બચત કરી શકો છો. LIC ની જીવન આનંદ પોલિસી (Jeevan Anand Policy)માં તમે તમારા પૈસા રોકી શકો છો. આ સ્કીમમાં તમે દરરોજ 45 રૂપિયા બચાવી 25 લાખ રૂપિયાનું ફંડ ભેગું કરી શકો છો. આવો જાણીએ એલઆઈસીની જીવન આનંદ પોલિસી વિશે.

LIC જીવન આનંદ પોલિસી
LIC જીવન આનંદ પોલિસી એક ટર્મ પ્લાન જેમ છે. એટલે કે જેટલા સમય માટે તમારી પોલિસી હશે, એટલા સમય માટે તમારે પ્રીમિયમ ભરવું પડશે. આ સ્કીમમાં તમે દર મહિને 1359 રૂપિયા જમા કરી શકો છો એટલે કે એક દિવસના 45 રૂપિયા. આ પ્રીમિયમ તમારે લોન્ગ ટર્મ માટે ભરવું પડશે. દર મહિને 1359 રૂપિયા જમા કરવા પર તમારા વર્ષમાં આશરે 16300 રૂપિયા જમા થશે. 35 વર્ષ પ્રમાણે તમે 5,70,500 રૂપિયા આ સ્કીમમાં રોકી શકો છો. 

પોલિસી પ્રમાણે તમને તેમાં બેસિક સમ એશ્યોર્ડ 5 લાખ રૂપિયા હશે, જે સાથે તમને મેચ્યોરિટી પીરિયડ બાદ આ રકમમાં રિવિઝનરી બોનસ 8.60 લાખ રૂપિયા અને ફાઈનલ બોનસ 11.50 લાખ રૂપિયા જોડીને મળશે. તેમાં તમને બે વખત બોનસ આપવામાં આવશે. તેમાં ખાસ ધ્યાન રાખનારી વાત છે કે પોલિસી 15 વર્ષની જરૂર હોવી જોઈએ.

LIC ની આ જીવન આનંદ પોલિસીમાં તમને ઘણા મેચ્યોરિટી લાભો મળે છે. આ યોજનામાં 1 લાખ રૂપિયાની ન્યૂનતમ રકમ પણ છે. ટેક્સની વાત કરીએ તો સ્કીમમાં તમને કોઈપણ પ્રકારની ટેક્સ છૂટ આપવામાં આવશે નહીં. પોલિસીમાં ચાર રાઇડર્સનો સમાવેશ થાય છે, જેમાં એક્સિડેન્ટલ ડેથ એન્ડ ડિસેબિલિટી રાઇડર, એક્સિડેન્ટ બેનિફિટ રાઇડર, ન્યૂ ટર્મ ઇન્સ્યોરન્સ રાઇડર અને ન્યૂ ક્રિટિકલ બેનિફિટ રાઇડરનો સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news