LPG Price: મહિનાના પહેલા જ દિવસે મળ્યા ખુશખબર, LPG સિલિન્ડરના ભાવ ઘટ્યા, જાણો કેટલો સસ્તો થયો?

LPG Gas Cylinder Price Today: મહિનાના પહેલા જ દિવસે ઓઈલ કંપનીઓએ ગ્રાહકોને ખુશખબર આપ્યા છે. 1 મેના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. સરકારી ઓઈલ કંપનીઓ તરફથી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં આ ઘટાડો થયો છે. આ સાથે જ જેટ ફ્યૂલની કિંમતમાં પણ ઘટાડો થયો છે.

LPG Price: મહિનાના પહેલા જ દિવસે મળ્યા ખુશખબર, LPG સિલિન્ડરના ભાવ ઘટ્યા, જાણો કેટલો સસ્તો થયો?

LPG Gas Cylinder Price Today: મહિનાના પહેલા જ દિવસે ઓઈલ કંપનીઓએ ગ્રાહકોને ખુશખબર આપ્યા છે. 1 મેના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. સરકારી ઓઈલ કંપનીઓ તરફથી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં આ ઘટાડો થયો છે. આ સાથે જ જેટ ફ્યૂલની કિંમતમાં પણ ઘટાડો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે 19 કિલોવાળા કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 171.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. 

આજથી નવા રેટ લાગૂ
ઓઈલ કંપનીઓએ જેટ ફ્યૂલ (હવાઈ ઈંધણ)ના ભાવમાં પણ 2415 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. નવા ભાવ આજથી લાગૂ કરાયા છે. જો કે અહીં તમને જણાવી દઈએ કે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર થયો નથી. કોમર્શિયલ ગેસ સિલિન્ડર દિલ્હીમાં પહેલા 2028 રૂપિયાનો મળતો હતો અને હવે તે 1856.50 રૂપિયામાં મળશે. જ્યારે કોલકાતામાં પણ એ જ રીતે 2132નો બાટલો 1960.50 રૂપિયાના ભાવે મળશે. 

— ANI Digital (@ani_digital) May 1, 2023

મુંબઈની વાત કરીએ તો પહેલા આ સિલિન્ડર 1980 રૂપિયાનો હતો જે હવે ઘટીને 1808.50 રૂપિયામાં મળશે. ચેન્નાઈમાં 2192.50 રૂપિયાવાળો સિલિન્ડર માટે હવે 2021.50 રૂપિયા ચૂકવવા પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news