બજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાત

Maharashtra Scooters એ BSE પર એક રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયા શેરની ફેસ વેલ્યૂ પર 60 રૂપિયા પ્રતિ શેર (600%) ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે. 
 

બજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાત

નવી દિલ્હીઃ Bajaj Holdings ગ્રુપની ટૂ-વ્હીલર બનાવનારી કંપની Mahrashtra Scooters એ મંગળવારે પોતાના ઈન્વેસ્ટરોને ખુશ થવાની તક આપી છે. કંપનીએ બમ્પર ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે. આ સાથે બજારની તેજીમાં ઈન્વેસ્ટરોને સારા નફાની ગેરંટી મળી ગઈ છે.

કેટલા રૂપિયાના ડિવિડેન્ડની થઈ જાહેરાત?
Maharashtra Scooters એ બીએસઈ પર એક રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયાની ફેસ વેલ્યૂ પર 60 રૂપિયા પ્રતિ શેર (600%) ડિવિડેન્ડની જાહેરાત કરી છે. 

શું છે ડિવિડેન્ડ અને રેકોર્ડ ડેટ?
કંપનીએ જણાવ્યું કે ડિવિડેન્ડ ડેટ 26 જુલાઈ અને/ કે 27 જુલાઈ રાખવામાં આવી છે. તો રેકોર્ડ ડેટ 28 જૂન, 2024 રાખવામાં આવી છે.

શેરમાં તેજી
ડિવિડેન્ડના સમાચારો વચ્ચે કંપનીના શેરમાં પણ જોરદાર તેજી જોવા મળી છે. બપોરે 3 કલાક આપસાપ શેર 2.84 ટકાની તેજીની સાથે 8134 રૂપિયા પ્રતિ શેર પર ટ્રેડ કરી રહ્યો હતો. આ પહેલા સ્ટોક 8172 રૂપિયાના લેવલ પર પહોંચ્યો હતો. મંગળવારે તે 7,909.05 રૂપિયા પર બંધ થયો હતો.

બજાજ હોલ્ડિંગ ગ્રુપની આ કંપની 2 અને 3-વ્હીલર્સ ઈન્ડસ્ટ્રી માટે કામ કરે છે. કંપનની ઈન્ડસ્ટ્રી માટે પ્રેશર ડાઈ, જિગ્સ, ફ્કિસ્ચર્સ અને કંપોનેટ્સ વગેરે બનાવે છે અને વેચે છે. ઓટો કમ્પોનેન્ટ્સ સિવાય કંપનીએ ટેલીકોમ સેગમેન્ટ, જનરેટર સેગમેન્ટ, ઈલેક્ટ્રિકલ વ્હીકલ સેગમેન્ટ અને LED લાઇટ પાર્ટ્સમાં પણ વિસ્તાર કર્યો છે. કંપની એક કોર ઈન્વેસ્ટમેન્ટ કંપની (CIC) છે, જેમાં તેની મિનિમમ 90 ટકા એસેટ બજાજ હોલ્ડિંગ્સમાં ઈન્વેસ્ટેડ છે અને એક્યુમુલેટેડ સરપ્લસ ડેટ અને બીજા ઈન્સ્ટ્રુમેન્ટમાં લાગેલા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news