ટોચની બેંક 30 એપ્રિલથી બંધ કરવાની છે મોટી સર્વિસ, ધ્યાન નહીં આપો તો સલવાઈ જશે પૈસા
ગ્રાહકોને આ વાતની જાણકારી એસએમએસ, ઇ-મેઇલ અને સોશિયલ મીડિયા મારફતે આપવામાં આવી છે. આ સર્વિસ બંધ થવાથી તેની અસર લાખો ગ્રાહકો પર પડશે અને એટલે જ ગ્રાહકોએ સર્વિસ બંધ થાય એ પહેલાં પોતાના પૈસા કાઢી લેવા પડશે.
Trending Photos
મુંબઈ : જો તમે પંજાબ નેશનલ બેંકના ગ્રાહક હો તો તમારા માટે એક મોટા સમાચાર છે. પબ્લિક સેક્ટરની મોટી બેંક પીએનબીએ પોતાના ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું છે. આ બેંક 30 એપ્રિલથી પોતાની એક ખાસ સર્વિસ બંધ કરી રહી છે. પીએનબીના ગ્રાહકોને આ વાતની જાણકારી એસએમએસ, ઇ-મેઇલ અને સોશિલય મીડિયા મારફતે આપવામાં આવી છે. આ સર્વિસ બંધ થવાથી તેની અસર લાખો ગ્રાહકો પર પડશે અને એટલે જ ગ્રાહકોએ સર્વિસ બંધ થાય એ પહેલાં પોતાના પૈસા કાઢી લેવા પડશે. હકીકતમાં પીએનબી પોતાની વોલેટ સર્વિસ PNB Kittyને સંપૂર્ણ રીતે બંધ કરી રહી છે. બેંકે આ સર્વિસ 2016ના ડિસેમ્બરમાં લોન્ચ કરી હતી.
પીએનબી કિટી એક ડિજિટલ વોલેટ છે જેના મારફતે ઇ-કોમર્સ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. આમાં કોમ્પ્યૂટર કે સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ઓનલાઇન ખરીદી પણ કરી શકાય છે. આ ખરીદી પછી ક્રેડિટ, ડેબિટ કે પછી નેટ બેન્કિંગની જગ્યાએ પીએનબી કિટીથી પેમેન્ટ કરી શકાય છે. જોકે હવે પીએનબી પોતાની આ સર્વિસને બંધ કરી રહ્યું છે.
શેરબજારમાં લે-વેચ કરો છો ? આ શેર્સ આજે કરાવી શકે છે સારી કમાણી
PNBએ PNB Kitty યુઝર્સને કહ્યું છે કે વોલેટમાં પડેલા પૈસા 30 એપ્રિલ સુધી વાપરી લો અથવા તો IMPS મારફતે ટ્રાન્સફર કરી લો. આ વોલેટ સર્વિસથી 30 એપ્રિલ સુધી જ ટ્રાન્ઝેક્શન થઈ શકશે. બેંકની આ સુવિધા વિશે વિગતવાર માહિતી https://www.pnbindia.in/PNB-Kitty.html પર ક્લિક કરીને મળી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે