આવી ગયો છે આઇટીઆર (ITR) ભરવાનો સમય, તૈયાર કરી લો 6 મહત્વના કાગળ
31 જુલાઈ પહેલાં ઇન્કમટેક્સ ભરનારાઓએ આઇટીઆર ફાઇલ કરવું પડશે
Trending Photos
નવી દિલ્હી : નાણાંકીય વર્ષ 2017-18 માટે ઇન્કમટેક્સ રિટર્ન ભરવાનો સમય આવી ગયો છે. આ ભરવા માટે હવે લગભગ દોઢ મહિના જેટલો સમય રહ્યો છે. દરેક ઇન્કમટેક્સ ભરનારાઓએ આઇટીઆર ફાઇલ કરવું પડશે. ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટે કેટલાક મહત્વના કાગળો તૈયાર રાખવાથી ફાયદો થાય છે. એની મદદથી ઇન્કમટેક્સ રિટર્ન જાતે પણ ઓનલાઇન ફાઇલ કરી શકાય છે. જો તમારે આ ભરવા માટે કોઈની મદદ લેવી હોય તો તેમને આ કાગળ પણ આપવા પડી શકે છે.
મહત્વના કાગળોની યાદી :
1. પાન કાર્ડ (PAN Card) : આઇટીઆર (ITR 2018-19) ભરવા માટે વ્યક્તિ પાસે પાન કાર્ડ હોવું જરૂરી છે કારણ કે ઓનલાઇન આઇટીઆર જમા કરાવવા માટે ઇન્કમટેક્સ ઇન્ડિયાની સાઇટ પર પાન કાર્ડ મારફતે પોતાનું એકાઉન્ટ બનાવી શકાય.
2. આધારકાર્ડ (Aadhaar Card) : આઇટીઆર ફાઇલ (ITR filing) કરવા માટે હવે આધારકાર્ડ તેમજ પાન કાર્ડ પરસ્પર લિંક કરવું જરૂરી છે, જે સરળતાથી કરી શકાય છે.
3. બેંક એકાઉન્ટ ડિટેલ : આઇટીઆર ભરવા માટે વ્યક્તિએ નાણાંકીય લેવડદેવડની વિગતો આપવી જરૂરી હોય છે. આ કારણોસર ઇન્કમટેક્સ દેનારને એ વાતની જાણકારી હોવી જોઈએ કે ક્યાં બેંક ખાતામાં આખા વર્ષ દરમિયાન કેટલું વ્યાજ મળ્યું છે. તમને તમારા ખાતાઓની જાણકારી તમને હોવી જોઈએ જેથી નાણાંકીય લેવડદેવડની સાચી જાણકારી આઇટીઆરમાં સરળતાથી દાખલ કરી શકાય.
4. ફોર્મ 16 (Form 16) : દરેક નોકરિયાતને એની કંપની ફોર્મ 16 આપે છે. આઇટીઆર (ITR online filing) ભરવા દરમિયાન ફોર્મ 16 હોવું જરૂરી છે. આ ફોર્મમાં કોઈ નાણાંકીય વર્ષમાં મળનારી સંપૂર્ણ સેલરી તેમજ ટીડીએસની જાણકારી આપવામાં આવી હોય છે. જો કોઈ નોકરી બદલે છે તો જુની કંપનીમાંથી પણ ફોર્મ 16 મળી શકે છે.
5. રોકાણની વિગતો : આઇટીઆર ફાઇલ કરનારે જો ઇક્વિટી લિંક્ડ મ્યુચ્અલ ફંડ કે પીપીએફમાં રોકાણ કર્યું હોય અથવા તો કોઈ જીવનવીમાની પોલીસી ખરીદી હોય તો એ તેના માટે ફાયદાકારક છે. જીવનવીમા તેમજ બાળકોની ફી વગેરેને ટેક્સમાં રાહત મળે છે. આ કારણે જે પણ રોકાણ કરવામાં આવ્યું હોય એની વિગતો તૈયાર રાખવી જોઈએ.
6. લોન ડિટેલ : જે લોકોએ હોમ લોક કે પછી એજ્યુકેશન લોન લીધી હોય તેમને એ માટેના વ્યાજ પર પણ ટેક્સમાં છુટ મળે છે. આમ, આઇટીઆર ફાઇલ કરતી વખતે લોનની વિગતો પણ હાથવગી રાખવી જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે