માર્ચ 2019 સુધી બંધ થઇ શકે છે Paytm, Amazon Pay જેવા મોબાઈલ વોલેટ્સ, RBI લેશે નિર્ણય
જો તમે મોબાઇલ વોલેટનો ઉપયોગ કરો છો તો તમને આંચકી લાગી શકે છે. જોકે રિઝર્વ બેંક માર્ચથી દેશભરમાં ચાલી રહેલા મોબાઇલ વોલેટ બંધ કરવાનો નિર્ણય કરી શકે છે. આમ એટલા માટે કારણ કે મોબાઇલ વોલેટ કંપનીઓએ રિઝર્વ બેંકના એક મહત્વપૂર્ણ આદેશને પુરો કર્યો નથી.
Trending Photos
નવી દિલ્હી: જો તમે મોબાઇલ વોલેટનો ઉપયોગ કરો છો તો તમને આંચકી લાગી શકે છે. જોકે રિઝર્વ બેંક માર્ચથી દેશભરમાં ચાલી રહેલા મોબાઇલ વોલેટ બંધ કરવાનો નિર્ણય કરી શકે છે. આમ એટલા માટે કારણ કે મોબાઇલ વોલેટ કંપનીઓએ રિઝર્વ બેંકના એક મહત્વપૂર્ણ આદેશને પુરો કર્યો નથી. જો નિયમ પુરો નહી થાય તો મોબાઇલ વોલેટને બંધ કરી દેવામાં આવશે. આરબીઆઇના આ આદેશને 1 માર્ચ સુધી પુરો કરવો પડશે. જો આમ ન થયું તો તમને તમારું મોબાઇલ વોલેટ એકાઉન્ટ બંધ થઇ જશે.
કેવાઈસી નોર્મસ પુરૂ થયું નથી
રિઝર્વ બેંકે દેશમાં લાઈસન્સ પ્રાપ્ત બધી મોબાઇલ વોલેટ કંપનીઓને પોતાના ગ્રાહકોને કેવાઈસી નોર્મ્સ પુરા કરવા માટે 28 ફેબ્રુઆરી 2019 સુધીનો સમય આપ્યો હતો. મોટાભાગની કંપનીઓ આરબીઆઇના આ આદેશને પુરી કરી શકી નથી. જો ફેબ્રુઆરી સુધી આ પુરૂ નહી થાય તો દેશભરમાં ઘણી કંપનીઓના મોબાઇલ વોલેટ બંધ થઇ જશે.
પેમેંટ્સ ઈંડસ્ટ્રીને સતાવી રહ્યો છે ડર
જોકે, પેમેંટ્સ ઈંડસ્ટ્રીને એ ડર છે કે બધા ગ્રાહકોનું વેરિફિકેશન એટલે કે KYC ફેબ્રુઆરી 2019 સુધી પુરી થશે નહી. આરબીઆઈએ KYC માટે આ ડેડલાઇન નક્કી કરી છે. RBI એ મોબાઇલ વોલેટ્સ કંપનીઓને ઓક્ટોબર 2017માં નિર્દેશ આપ્યો હતો કે તે નો યોર કસ્ટમર ગાઈડલાઇન્સ હેઠળ ગ્રાહકોને જાણકારી એકઠી કરે. ઈકોનોમિક ટાઈમ્સના સમાચાર અનુસાર અત્યાર સુધી મોબાઇલ વોલેટ કંપનીઓએ ખૂબ ઓછા લોકોની જાણકારી એકઠી કરી છે. મોટાભાગની કંપનીઓએ ગ્રાહકોના બાયોમેટ્રિક અથવા ફિજિકલ વેરિફિકેશન આપ્યું નથી.
ઈ-KYC માં સમસ્યા
આધારની અનિવાર્યતા પર આવેલા સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આરબીઆઇએ ગાઇડલાઇન્સ જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પ્રાઇવેટ કંપનીઓ ગ્રાહકોના પેપરલેસ વેરિફિકેશન માટે આધાર ડેટાબેસનો ઉપયોગ કરી ન શકે. હવે સમસ્યા એ છે કે કંપનીઓ KYC કરી શકતી નથી. સાથે જ બીજી પદ્ધતિઓને લઇને RBI દ્વારા કોઇ સ્પષ્ટ નિર્દેશ નથી. KYC માટે વીડિયો વેરિફિકેશ અથવા XML આધારિત KYC ને આરબીઆઇએ હજુ સુધી મંજૂરી આપી નથી.
4 વર્ષ પહેલાં શરૂ થયું હતું ડિજિટલ પેમેંટ
મોબાઇલ વોલેટ્સ દ્વારા લગભગ 4 વર્ષ પહેલાં ડિજિટલ પેમેંટની શરૂઆત થઇ હતી. જોકે પહેલાંના મુકાબલે હવે થોડાક પ્લેયર્સ આ સેગમેંટમાં બાકી રહ્યા છે. તેમાં પેટીએમ, મોબીક્વિક, ફોન-પે, અમેઝોન-પે સામેલ છે. મોટાભાગના વોલેટ્સ પીપીઆઇ લાઈસન્સ ધારક અથવા પછી યૂનિફાઇડ પેમેંટ ઈંટરફેસ પર કામ કરી રહ્યા છે.
95 ટકા એકાઉન્ટ થઇ શકે છે બંધ
અત્યારે આખા દેશમાં 5 ટકાથી ઓછા મોબાઇલ વોલેટ વપરાશકર્તાઓએ પોતાના કેવાઈસી કંપનીઓને આપ્યા છે. એવામાં દેશમાં 95 ટકાથી વધુ મોબાઇલ વોલેટ એકાઉન્ટ કેવાઈસી વિના ચાલી રહ્યા છે. હવે આ 95 ટકા વપરાશકર્તાઓના એકાઉન્ટ બંધ થઇ જવાની આશંકા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે