દિલ્હીથી મુંબઇ વચ્ચે ચોથી રાજધાની શરૂ, જાણો કયો હશે રૂટ
દેશની રાજધાની દિલ્હીથી માયાનગરી મુંબઇ જતા લોકો માટે એક સારા સમાચાર છે. રેલ મંત્રી પીષૂષ ગોયલે છત્રપતિ શિવાજી મહારજા ટર્મિનસથી હજરત નિઝામુદ્દીનની વચ્ચે ચાલતી રાજધાની એક્સપ્રેસને લીલી ઝંડી દેખાડી છે.
Trending Photos
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીથી માયાનગરી મુંબઇ જતા લોકો માટે એક સારા સમાચાર છે. રેલ મંત્રી પીષૂષ ગોયલે છત્રપતિ શિવાજી મહારજા ટર્મિનસથી હજરત નિઝામુદ્દીનની વચ્ચે ચાલતી રાજધાની એક્સપ્રેસને લીલી ઝંડી દેખાડી છે. આ ટ્રેન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી કલ્યાણ, નાશિક રોડ, જલગાંવ, ભોપાલ, ઝાંસી, આગરા કેંટ થઇને હજરત નિઝામુદ્દીન પહોચશે. જો તેમે સેન્ટ્રલ લાઇન દ્વારા મુંબઇથી દિલ્હી જવા ઇચ્છો છો તો એક અઠવાડીયામાં બે દિવસ બુધવાર અને શનિવારની બપોર 2:50 વાગે આ ટ્રેન શરૂ થશે.
બીજા દિવસ સવારે 10:20 વાગે ટ્રેન દિલ્હી પહોંચશે. દિલ્હીથી મુંબઇ માટે આ ટ્રેન સોમવારે અને શુક્રવારે શરૂ કરવામાં આવશે. આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી બાકાત છે. ફસ્ટ એસીમાં ફ્રી WiFIની સુવિધા મળશે. ત્યારે, વર્ચુઅલ રિએલિટી દ્વારા પેસેન્જર્સ રેલવેની હેરિટેજ બિલ્ડિંગ જોવનો આનંદ ઉઠાવી શકાય છે. બુકિંગ શરૂ થવાના પાંચ કલાકની અંદર આ ટ્રેન ફૂલ થઇ ગઇ છે.
दिल्ली-मुम्बई के यात्रियों के लिए रेलवे का उपहार: दिल्ली से मुम्बई जाने वाले यात्रियों के लिए एक और राजधानी चलाई जाएगी, यह आगरा, झांसी, भोपाल, जलगांव, नासिक, कल्याण होते हुए मुम्बई पहुंचेगी pic.twitter.com/OAJqfqwjqU
— Piyush Goyal (@PiyushGoyal) January 19, 2019
અત્યાર સુધીમાં દિલ્હીથી મુંબઇ વચ્ચે ત્રણ રાજધાની એક્સપ્રેસ ટ્રેન ચાલતી હતી. 19 જાન્યુઆરીથી આ ટ્રેનનું સંચાલન શરૂ થઇ ગયું છે. આ ટ્રેનમાં એક કોચ ફર્સ્ટ એસી, સેકન્ડ એસીના 3 કોચ, થર્ડ એસીના 8 કોચ હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે