અદાણી-અંબાણી નહીં નવસારીમાં જન્મેલા આ વ્યક્તિ છે સૌથી મોટા દાનવીર, 8 લાખ કરોડ રૂપિયા કર્યા છે દાન

ટાટા ગ્રૂપના ફાઉન્ડર જમશેદજી ટાટાએ પોતાના જીવનકાળ સમયે 8 લાખ કરોડ રૂપિયા દાન કરી દીધા હતા. આજે પણ કોઈ ભારતીય બિઝનેસમેન એમની સમકક્ષ પણ નથી. 

અદાણી-અંબાણી નહીં નવસારીમાં જન્મેલા આ વ્યક્તિ છે સૌથી મોટા દાનવીર, 8 લાખ કરોડ રૂપિયા કર્યા છે દાન

ભારતના અમીર લોકોની વાત કરીએ તો આ લિસ્ટમાં મુકેશ અંબાણી, અદાણી, સ્વ. રતન ટાટા અને અજીજ પ્રેમજીનું નામ આવે છે. જોકે, ભારતીય બિઝનેસમેનમાં પણ દાનવીરનું નામ લેવામાં આવે તો આ યાદીમાં સૌથી ટોચ પર ટાટા ગ્રૂપના ફાઉન્ડર જમશેદજી ટાટાનું નામ ભારે આદરથી લેવાય છે. જેઓનો જન્મ 3 માર્ચ 1839માં થયો હતો.

2021ના એડેલગિવ હારૂન ફિલંથ્રોપીના એક રિપોર્ટ અનુસાર ટાટા ગ્રૂપે શિક્ષા, સ્વાસ્થ્યય અને સામાજિક ઉત્થાનના ક્ષેત્રમાં મોટું કામ કર્યું છે. એમને એવી સંસ્થાઓ ઉભી કરી છે આજે લાખો દેશવાસીઓનું ભવિષ્ય બદલાઈ ગયું છે. જમશેદજી ટાટાએ 1868માં ટાટા ગ્રૂપની સ્થાપના કરી હતી. આજે ટાટા ગ્રૂપનો કારોબાર 24 લાખ કરોડથી પણ વધારે છે. 

ગુજરાતના એક પારસી પરિવાર સાથે જોડાયેલા જમશેદજી ટાટાએ દાનની સંસ્કૃતિ ઉભી કરી હતી. એમના અવસાન બાદ તેમના દીકરા દોરાબજી ટાટા અને રતનજી ટાટાએ આ વારસો આગળ વધાર્યો હતો. જેમનો કારોબાર પણ સમય સાથે વધતો ગયો હતો. ટાટા ગ્રૂપ દાન માટે કે સામાજિક હિતોના કામ માટે ક્યારેય પાછળ રહ્યું નથી. 

નુસરવાનજી ટાટા એક પારસી પૂજારી હતા. જેઓએ ટાટા સમૂહનો પાયો નાખ્યો હતો. એમના લગ્ન જીવનબાઈ કાવાસજી ટાટા સાથે થયા હતા. જેઓને પાંચ બાળકો હતા. એમાં જમશેદજી ટાટા, રતનબાઈ ટાટા, માનેકબાઈ ટાટા, વીરબૈજી ટાટા. જમશેદજી ટાટાના લગ્ન હીરાબાઈ દાદબૂ સાથે થયા હતા. જેઓને 3 બાળકો હતા. 

જેમાંથી એક દોરાબજી ટાટા, ધૂનબાઈ ટાટા અને સર રતનજી ટાટા. દોરાબજીના નિધન બાદ રતન ટાટાએ ટાટા સમૂહની જવાબદારીઓ પોતાના ખભે લીધી હતી. રતનજી ટાટા અને ફાંસીસી મહિલા સુજેનના દીકરા જેઆરડી ટાટા ટાટા સમૂહના ચેરમેન બન્યા હતા. ત્યારબાદ રતનજી ટાટાએ નવલ ટાટાને ગોદ લીધા હતા. નવલ ટાટાએ બે લગ્ન કર્યા હતા. જેમાં એક રતન ટાટા અને જિમ્મી ટાટા હતા. નવલ ટાટાની બીજી પત્નીના દીકરા નોએલ ટાટા છે. જે રતન ટાટાના પિતરાઈ ભાઈ છે જેઓ હવે ટાટા ગ્રૂપની કમાન સંભાળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news