Nova Agri Tech IPO: 23 જાન્યુઆરીએ ઓપન થશે 143 કરોડનો આઈપીઓ, ગ્રે માર્કેટમાં ધૂમ, જાણો વિગત

Nova Agri Tech IPO: એગ્રીકલ્ચર ક્ષેત્ર સાથે જોડાયેલી કંપની નોવા એગ્રીટેકનો આઈપીઓ મંગળવારે ઓપન થઈ રહ્યો છે. તેમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યાં હોવ તો જાણો દરેક વિગત...

Nova Agri Tech IPO: 23 જાન્યુઆરીએ ઓપન થશે 143 કરોડનો આઈપીઓ, ગ્રે માર્કેટમાં ધૂમ, જાણો વિગત

નવી દિલ્હીઃ Nova Agri Tech IPO News: જો તમે પણ આઈપીઓમાં પૈસા લગાવાનું પસંદ કરો છો તો 23 જાન્યુઆરી એટલે કે મંગળવારે એગ્રીકલ્ચર સેક્ટરથી જોડાયેલી કંપની નોવા એગ્રીટેક લિમિટેડનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. આ ઈશ્યૂ દ્વારા કંપની 143.81 કરોડ રૂપિયાનું ભંગ ભેગું કરવાનો પ્રયાસ કરી રહી છે. આઈપીઓ ઓપન થતા પહેલા કંપનીએ એન્કર ઈન્વેસ્ટરો પાસેથી કુલ 43.14 કરોડ રૂપિયા ભેગા કર્યાં છે. જો તમે પણ આઈપીઓમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો તો અમે તમને પ્રાઇઝ બેન્ડ સહિત તમામ જાણકારી આપી રહ્યાં છીએ.

કેટલી છે પ્રાઇઝ બેન્ડ
નોવા એગ્રીટેક કંપનીના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 39 રૂપિયાથી લઈને 41 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. શેરની ફેસ વેલ્યૂ 2 રૂપિયા પ્રતિ શેર છે. આ આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર ઓછામાં ઓછા એક લોટ એટલે કે 365 શેર પર બોલી લગાવી શકે છે. તે જ સમયે, 13 શેરની મહત્તમ લોટ સાઇઝ એટલે કે 4,745 શેર પર એક સાથે બિડિંગ કરી શકાય છે. આ IPO દ્વારા, કંપનીએ કુલ 35,075,693 ઇક્વિટી શેર વેચાણ માટે મૂક્યા છે. તેમાંથી રૂ. 112 કરોડના શેર તાજા ઈશ્યુ દ્વારા વેચાણ માટે મુકવામાં આવ્યા છે અને રૂ. 31.81 કરોડના શેરો ઓફર ફોર સેલ દ્વારા વેચાણ માટે મુકવામાં આવ્યા છે. છૂટક રોકાણકારો IPOમાં લઘુત્તમ રૂ. 14,965 અને મહત્તમ રૂ. 1,94,545ની બિડ કરી શકે છે.

જાણો આઈપીઓ સાથે જોડાયેલી મુખ્ય ડેટ્સ
નોવા એગ્રીટેકનો ઈશ્યૂ મંગળવાર 23 જાન્યુઆરી 2024ના ઓપન થઈ રહ્યો છે. ઈન્વેસ્ટર 25 જાન્યુઆરી સુધી તેમાં બોલી લગાવી શકે છે. શેરનું એલોટમેન્ટ 29 જાન્યુઆરીએ થશે. જ્યારે 30 જાન્યુઆરીએ રિફંડ પ્રાપ્ત થશે. કંપનીના શેરનું લિસ્ટિંગ 31 જાન્યુઆરીએ  BSE અને NSE પર થશે.

આ IPOમાં 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યો છે. જ્યારે 15 ટકા શેર ઉચ્ચ નેટ વ્યક્તિઓ માટે અને 50 ટકા શેર યોગ્ય સંસ્થાકીય ખરીદદારો માટે અનામત રાખવામાં આવ્યો છે.

શું ચાલી રહ્યો છે જીએમપી?
કંપનીના શેર ગ્રે માર્કેટમાં 20 જાન્યુઆરીએ 20 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. તેવામાં જો લિસ્ટિંગ પર આ સ્થિતિ યથાવત રહે તો ઈન્વેસ્ટરોને 50 ટકા જેટલો લાભ થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news