હવે પીઝાની જેમ પેટ્રોલ-ડીઝલની પણ હોમ ડિલીવરી મળશે, IOC આપશે મફતમાં સેવા

IOC દ્વારા આ સેવા માટે રીપોઝ નામની એક એપ્લીકેશન શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા ગ્રાહકોએ ઓર્ડર બૂક કરાવાનો રહેશે 
 

હવે પીઝાની જેમ પેટ્રોલ-ડીઝલની પણ હોમ ડિલીવરી મળશે, IOC આપશે મફતમાં સેવા

નવી દિલ્હીઃ ઈ-કોમર્સના વધતા જતા ચલણને કારણે હવે ખાવા-પીવાની ચીજ-વસ્તુઓ અને તે પણ તમને મનપસંદ હોટલની, તમારા મનપસંદ ભાવની ઘરે બેઠા ડિલીવરી પ્રાપ્ત થઈ રહી છે. સાથે જ કરિયાણું, શાકભાજી સહિતની વસ્તુઓની પણ હોમ ડિલીવરી શરૂ થઈ ગઈ છે. તો બીજી તરફ કારમાં પેટ્રોલ-ડીઝલ ભરાવા માટે પેટ્રોલ પંપ જવું પડે છે અને આજકાલ વધી ગયેલી વાહનોની સંખ્યાને કારણે લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે છે. આથી, હવે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા ઓનલાઈન પેટ્રોલ-ડીઝલ મગાવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. IOC અનુસાર, હવે તમે ઘરે બેઠા ઓછામાં ઓછા 200 લીટર પેટ્રોલ-ડીઝલ મગાવી શકો છો. 

પેટ્રોલ-ડીઝલની હોમ ડિલીવરી માટે HPCLના સીએમડી એમ.કે. ખુરાનાએ જણાવ્યું કે, આ મોડલને લાગુ કરવામાં તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી. કંપનીએ તેના માટે કામ કરવાની શરૂઆત કરી દીધી છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા ફ્યુઅલ એટ ડોર સ્ટેપ પર કામ કરવાની શરૂઆત કરાઈ હતી. 

તેના માટે ચેન્નઈના કોલત્તુર ખાતેના એક પેટ્રોલ પંપે પેટ્રોલ-ડીઝલની હોમ ડિલીવરીની શરૂઆત કરાઈ છે. શરૂઆતમાં તેના અંતર્ગત ગ્રાહકને માત્ર 2500 લીટર જેટલું ડીઝલ આપવામાં આવશે. તેના માટે ગ્રાહકોએ અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં. 

આ સુવિધા માટે આઈઓસી દ્વારા એક 'રીપોઝ એપ' શરૂ કરાઈ છે. જેના દ્વારા ગ્રાહક પોતાનો ઓર્ડર બૂક કરાવી શકશે. ઓછામાં ઓછું 200 લીટર અને મહત્તમ 2500 લીટર જેટલું પેટ્રોલ-ડીઝલ ઓનલાઈન ઘરે મગાવી શકાશે. 

જોકે, આ સુવિધાનો અત્યારે અનેક પેટ્રોલ પંપ માલિક વિરોધ કરી રહ્યા છે, તેમણે જણાવ્યું કે, તેનાથી આત્મહત્યાની ઘટનાઓ વધશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news