હવે Driving License માટે નહી આપવો પડે ટેસ્ટ, સરકાર લાવી રહી છે નવો નિયમ
જો તમે કોઇપણ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરથી ગાડી ચલાવવાનું શીખી લો છો તો લાઇસન્સ માટે તમારે કોઇ ટેસ્ટ આપવાની જરૂર નહી પડે. કેંદ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ યોજના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.
Trending Photos
નવી દિલ્હી: ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા ખૂબ કઠિન ગણવામાં આવે છે. પહેલાં ઓફિસના ચક્કર લગાવવા પડતા હતા, દલાલોને પકડવા પડતા હતા. પરંતુ જ્યારથી સરકારે આ પ્રક્રિયાને ઓનલાઇન કરવામાં આવ્યો લોકોની મુસિબત થોડી ઓછી થઇ ગઇ. હવે સરકાર તેમાં એક મોટો ફેરફાર કરવા જઇ રહી છે. ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ટેસ્ટ આપવો નહી પડે. કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય જોગવાઇ કરી રહી છે કે ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટમાંથી ટ્રેનિંગ લીધા બાદ પણ કોઇપણ વ્યક્તિને ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરતી વખતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો નહી પડે.
એટલે કે જો તમે કોઇપણ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરથી ગાડી ચલાવવાનું શીખી લો છો તો લાઇસન્સ માટે તમારે કોઇ ટેસ્ટ આપવાની જરૂર નહી પડે. કેંદ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ યોજના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. મંત્રાલયે તેના માટે એક ડ્રાફ્ટ નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય નોટિફિકેશન જાહેર કરી લોકો પાસે સલાહ માંગી છે.
ડ્રાવિંગ ટ્રેનિંગ સેન્ટરોને માન્યતા
આ યોજના હેઠળ મંત્રાલ્ય ટેસ્ટ માટે ડ્રાઇવર ટ્રેનિંગ સેન્ટરોને માન્યતા આપશે કે તે તેને લાગૂ કરી શકે. તેના માટે મંત્રાલય તરફથી નોટિફિકેશન જાહેર કરી દીધું છે. જોકે ડ્રાવિંગ ટ્રેનિંગ સેન્ટરોને સરકાર તરફથી બનાવામાં આવેલા નિયમોનું પાલન કરવું પડશે. લોકોની ભલામણ માટે કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ ડ્રાફ્ટ નોટિફિકેશનને પોતાની વેબસાઇટ પર અપલોડ કરી દીધા છે. તેમાં તમે પણ પોતાનું મંતવ્ય આપી શકો છો.
ઘરે બેઠા પણ કરાવી શકો છો રિન્યૂ
કોરોના મહામારી વચ્ચે જો તમે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવી રહ્યા છો અને તમારી પાસે આરટીઓ ઓફિસ સુધી જવા સુધીની સુવિધા અને સમય નથી તો તમે ઘરેબેઠા ઓનલાઇન જ ડ્રાઇવિંગ લાઇસન્સને રિન્યૂ કરાવી શકો છો. તેના માટે સૌથી પહેલાં ફોર્મ ડાઉનલોડ કરો અને તેને ભરવું પડશે અને પછી સ્કેન કરીને તેને અપલોડ કરવું પડશે. આ ઉપરાંત જો તમારી ઉંમર 40થી વધુ છે તો તમારી કોઇ સર્ટિફાઇડ ડોક્ટર પાસેથી ભરાવેલું ફોર્મ 1એ જોઇએ. ઓરિજનલ એક્સપાયર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આધાર કાર્ડને અપલોડ કરવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે