રશિયા-યુક્રેન યુદ્ધથી સુરતી વેપારીઓને થયો ફાયદો, હવે રૂપિયામાં વેપાર કરી શકશે

ડોલર સામે રૂપિયાની વધઘટ સતત થતી રહે છે. જેની અસર બિઝનેસ પર પડે છે. વિદેશ સાથે વેપાર કરતા અનેક વેપારીઓને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે આ સમસ્યાનો સામનો કરી રહેલા સુરતના વેપારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. એક મહત્વના સમાચાર હીરા ઉદ્યોગ માટે આવ્યા છે. જેમાં રશિયાથી કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે હવે ડોલરની જગ્યાએ રૂપિયાથી સીધી ખરીદી કરી શકાશે. જેના માટે રિઝર્વ બેંકે પરવાનગી આપી છે. જેથી સુરતના હીરા વેપારીઓ રશિયાથી ખરીદવામાં આવેલી રફના જૂના પેમેન્ટ થઈ શકશે. 
રશિયા-યુક્રેન યુદ્ધથી સુરતી વેપારીઓને થયો ફાયદો, હવે રૂપિયામાં વેપાર કરી શકશે

તેજશ મોદી/સુરત :ડોલર સામે રૂપિયાની વધઘટ સતત થતી રહે છે. જેની અસર બિઝનેસ પર પડે છે. વિદેશ સાથે વેપાર કરતા અનેક વેપારીઓને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે આ સમસ્યાનો સામનો કરી રહેલા સુરતના વેપારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. એક મહત્વના સમાચાર હીરા ઉદ્યોગ માટે આવ્યા છે. જેમાં રશિયાથી કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે હવે ડોલરની જગ્યાએ રૂપિયાથી સીધી ખરીદી કરી શકાશે. જેના માટે રિઝર્વ બેંકે પરવાનગી આપી છે. જેથી સુરતના હીરા વેપારીઓ રશિયાથી ખરીદવામાં આવેલી રફના જૂના પેમેન્ટ થઈ શકશે. 

રશિયાથી ખરીદી માટે અત્યાર સ્વિફ્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો. ખાસ કરીને સુરતના હીરા વેપારીઓ દ્વારા જ્યારે રશિયાથી રફની ખરીદી કરવામાં આવ્યા બાદ સ્વિફ્ટ દ્વારા રૂપિયાની ચૂકવણી થતી હોય છે. જેમાં ડોલરથી રૂપિયાની ચૂકવણી થાય છે. પરંતુ રશિયા અને યુક્રેનના યુદ્ધની શરૂઆત થઈ ત્યારે યુરોપની બેંકોએ રશિયાની બેન્કોને સ્વિફિટમાંથી બહાર કરી દેતા હીરા વેપારીઓએ ક્રેડિટ પર લીધેલા હીરાનું પેમેન્ટ કરી શક્યા ન હતા, હવે રિઝર્વ બેંકે ડોલરના સ્થાને રૂપિયાથી રશિયા સાથે ખરીદી કરવાની પરવાનગી આપી છે. જેને કારણે હીરા વેપારીઓને જૂના પેમેન્ટ કરવાનો રસ્તો ખુલ્યો છે.

આ વિશે હીરા વેપારી નિલેશ બોડકીએ કહ્યું કે, ‘રશિયાથી કોઈ પણ વસ્તુ ખરીદવા માટે હવે ડોલરની જગ્યાએ હવે રૂપિયાથી ડાયરેક્ટ ખરીદી કરી શકાશે. જેથી હીરા વેપારીઓના રફના જૂના પેમેન્ટ બાકી હતા, તેની ચૂકવણી થઈ શકશે. પરંતુ નવી રફનું કેપી સર્ટિફિકેટ હજી સોલ્યુશન આવ્યું નથી, જેથી નવી રફ પર પ્રશ્ન ઉભો થશે. જોકે આશા છે કે આ સમસ્યાનો પણ જલ્દી ઉકેલ આવી જશે.’

રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલી આ છૂટથી હવે હીરા ઉદ્યોગમાં તેજી જોવા મળશે. હીરાના વેપારીઓ માટે આ હરખના સમાચાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news