12 વર્ષ પછી PepsiCoના CEOનું પદ છોડશે ઇન્દ્રા નુઈ, જાણો કોણ સંભાળશે કમાન
62 વર્ષના ઇન્દ્રા 3 ઓક્ટોબરે આ પદ છોડશે
Trending Photos
નવી દિલ્હી : કોલ્ડ ડ્રિન્ક તેમજ ફૂડ સેક્ટરની દિગ્ગજ કંપની પેપ્સીકોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે 12 વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ આખરે ભારતીય મૂળના ઈન્દ્રા નૂઈ હવે ઓક્ટોબર મહિનામાં કંપનીમાંથી વિદાય લેવાના છે. 62 વર્ષના ઇન્દ્રા 3 ઓક્ટોબરે આ પદ છોડશે. કંપનીની કમાન હવે રૈમોન લગુઆર્તાના હાથમાં રહેશે. પેપ્સિકોમાં સર્વોચ્ચ પદે પહોંચનારા તેઓ પહેલા ભારતીય હતા, અને મૂળ ન્યૂયોર્કની કંપની પેપ્સિકોમાં તેઓ 12 વર્ષ સુધી સીઈઓ રહ્યાં.
After 12 years as CEO, Indra K. Nooyi will step down on Oct 3, 2018: PepsiCo pic.twitter.com/hz5Ddd2e4Y
— ANI (@ANI) August 6, 2018
ઇન્દ્રા નુઈએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, 'પેપ્સીકોનું નેતૃત્વ કરવાનું કાર્ય મારા જીવનનું સૌથી મોટું સન્માન છે. 12 વર્ષ સુધી કંપની, શેરહોલ્ડર્સ અને તમામ સંબંધિત પક્ષના હિતમાં કામ કરવાનો મને ગર્વ છે.'
હાલમાં બોર્ડના સભ્યોની સર્વસંમતિથી 54 વર્ષીય રૈમોન લગુઆર્તાની આ પદ માટે નિયુક્તિ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે