પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો યથાવત, આજે આટલું મોંઘું થયું, જાણો કિંમત

Petrol Diesel Price Today : પેટ્રોલ ડીઝલના ભાવ ફરી એકવાર આસમાનને ચઢી રહ્યા છે. ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ સોમવારે ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. જેનાથી દેશભરમાં પેટ્રોલમાં 18થી 20 પૈસા અને ડીઝલમાં 26થી28 પૈસાનો વધારો જોવા મળ્યો છે

પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો યથાવત, આજે આટલું મોંઘું થયું, જાણો કિંમત

નવી દિલ્હી : પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ સોમવારે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. જેનાથી દેશમાં પેટ્રોલના ભાવમાં 18થી 20 પૈસા અને ડીઝલના ભાવમાં 26થી 28 પૈસાનો વધારો જોવા મળ્યો છે. દિલ્હીના ભાવની વાત કરીએ તો રવિવારે જ્યાં એક લિટર પેટ્રોલની કિંમત 70.95 રૂપિયા હતીએ સોમવારે 71.14 રૂપિયા પ્રતિ થઇ છે. ડીઝલનો ભાવ 65.47 રૂપિયા પ્રતિ લિટર હતો જે સોમવારે 65.71 રૂપિયા પ્રતિ લિટર થયો છે. 

મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ
મુંબઇમાં પેટ્રોલની કિંમત વધીને 76.77 રૂપિયા પ્રતિ લિટર થઇ છે. ડીઝલમાં સોમવારે 28 પૈસાનો વધારો થતાં પ્રતિ લિટર કિંમત 68.81 રૂપિયા થઇ છે. કોલકત્તા અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવમાં ક્રમશ 18 અને 20 પૈસાનો વધારો થયો છે જેને લીધે નવો ભાવન 73.23 રૂપિયા અને 73.85 રૂપિયા પ્રતિ લિટર થયો છે. કોલક્તા અને ચેન્નઇમાં ડીઝલના ભાવ ક્રમશ 67.49 રૂપિયા અને 69.41 રૂપિયા પ્રતિ લિટર થયો છે. Petrol Diesel Price Today

આ કારણથી વધે છે ભાવ
અહીં નોંધનિય બાબત એ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મુખ્ય રૂપથી ક્રુડ ઓઇલના ભાવમાં જોવા મળતો વધારો છે. સાથોસાથ વૈશ્વિક કિંમતો અને રૂપિયા ડોલરના વિનિમય દર પર પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી થાય છે. 4 ઓક્ટોબર 2018ના દિવસે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂપિયા 84ના હાઇ લેવલે પહોંચ્યો હતો અને મુંબઇમાં તો આ આંકડો પ્રતિ લિટર 91 રૂપિયા થયો હતો. ઇન્ટરનેશનલ બેન્ટ ક્રુડ ઓઇલના ફ્યૂચર્સના ટ્રેડિંગ 62.57 ડોલર આસપાસ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news