PF New Rule: આ તારીખથી લાગૂ થશે PF સાથે જોડાયેલો આ નિયમ
પીએફ સાથે જોડાયેલો આ નવો નિયમ એક એપ્રિલથી લાગૂ થવા જઇ રહ્યો છે. આ નિયમ ખાસકરીને તે લોકો પર અસર કરશે જેની આવક વધુ છે અને ઇપીએફમાં વધુ કોન્ટ્રિબ્યૂટ કરે છે.
Trending Photos
નવી દિલ્હી: પીએફ સાથે જોડાયેલો આ નવો નિયમ એક એપ્રિલથી લાગૂ થવા જઇ રહ્યો છે. આ નિયમ ખાસકરીને તે લોકો પર અસર કરશે જેની આવક વધુ છે અને ઇપીએફમાં વધુ કોન્ટ્રિબ્યૂટ કરે છે.
જોકે આ વખતે બજેટની જાહેરાત કરવામાં આવી હતી કે જે લોકોનું કોઇપણ નાણાકીય વર્ષમાં પીએફમાં જેનું વાર્ષિક યોગદાન 2.5 લાખ રૂપિયાથી વધુ છે, તેમને તેના વ્યાજ પર ટેક્સ છૂટ નહી મળે.
નિર્મલા સીતારમણે કહ્યું હતું કે 2021-21 ના પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે 'વધુ આવક પ્રાપ્ત કરનાર કર્મચારીઓ દ્રારા કમાયેલી આવક પર આપવામાં આવતી છૂટને યુક્તસંગત બનાવવા માટે હવે આ પ્રસ્તાવ કરવામાં આવે છે કે વિભિન્ન ભવિષ્ય નિધિઓમાં કર્મચારીઓના અંશદાન પર કમાયેલ વ્યાજની આવક પર ઇનકમ ટેક્સ છૂટની સીમાને 2.5 લાખ રૂપિયાથી વાષિક અંશદાન સુધી સિમિત રાખવામાં આવે. આ એક એપ્રિલથી લાગૂ કરવામાં આવશે.
સરકારનો દાવો એક ટકા કર્મચારી થશે પ્રભાવિત
સરકારનો દાવો છે કે તેનાથી એક ટકાથી ઓછા કર્મચારી પ્રભાવિત થશે. વ્યય સચિવ ટીવી સોમનાથને કહ્યું કે હકિકતમાં જે લોકો 2.5 લાખથી વધુનું યોગદાન કરી રહ્યા છે, તેમની સંખ્યા ઇપીએફમાં યોગદાન કરનારાઓની કુલ સંખ્યા એક ટકાથી પણ ઓછી છે. ઇપીએફઓના અંશધારકોની સંખ્યા છ કરોડ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે