PNB કૌભાંડ: નીરવ મોદીને મોટો ઝટકો, ભાગેડૂ આર્થિક અપરાધી જાહેર, સંપત્તિ જપ્ત થશે
પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ (PNB Scam) કેસમાં નીરવ મોદી (Nirav Modi) ને મોટો આંચકો લાગ્યો છે. પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ કેસમાં દેશ છોડીને ભાગેલા હીરાના વેપારી નીરવ મોદીને ભાગેડૂ આર્થિક અપરધી જાહેર કરી દેવામાં આવ્યો છે. વિશેષ કોર્ટ (ED)એ નીરવ મોદીને આર્થિક ભાગેડૂ અપરાધી જાહેર કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી/મુંબઇ: પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ (PNB Scam) કેસમાં નીરવ મોદી (Nirav Modi) ને મોટો આંચકો લાગ્યો છે. પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ કેસમાં દેશ છોડીને ભાગેલા હીરાના વેપારી નીરવ મોદીને ભાગેડૂ આર્થિક અપરધી જાહેર કરી દેવામાં આવ્યો છે. વિશેષ કોર્ટ (ED)એ નીરવ મોદીને આર્થિક ભાગેડૂ અપરાધી જાહેર કર્યો છે. હવે ટૂંક સમયમાં નીરવ મોદીની સંપત્તિઓને જપ્ત કરવાના આદેશ પણ આપવામાં આવશે.
આ પહેલં બુધવારે કોર્ટે નીરવ મોદી સહિત ત્રણ લોકો વિરૂદ્ધ નોટીસ જાહેર કરી 15 જાન્યુઆરી સુધી કોર્ટ સમક્ષ હાજર થવાનો આદેશ કર્યો. કોર્ટે કહ્યું કે જો ત્રણેય આરોપી કોર્ટમાં હાજર નહી થાય, તો તેમને ફરાર જાહેર કરવામાં આવશે.
નીરવ મોદીની સાથે તેની સાથે નજીકના નિશલ મોદી અને સુભાષ પરબ વિરૂદ્ધ પણ વિશેષ સીબીઆઇ કોર્ટે સમન જાહેર કરી તેમને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો આ ત્રણેય આરોપી કોર્ટ સમક્ષ હાજર ન થાય તો તેમને ભાગેડૂ જાહેર કરવામાં આવશે.
કાયદાકીય રીતે કોઇ આરોપીને ભાગેડૂ જાહેર કરવામાં આવે છે તો તપાસ એજન્સી તેની પ્રોપર્ટી એટેચ પણ કરવાની કાર્યવાહી કરી શકે છે. સ્પેશિયલ ઇડીએ નીરવ મોદીને ફરાર જાહેર કરવામાં આવે તેવી અરજી કરી હતી. આ કેસમાં ડુપ્લીકેટ દસ્તાવેજના સહારે લોન લેવાના મામલે તપાસ એજન્સીઓ કરી રહી છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે