ઉન્નાવ: દુષ્કર્મ પીડિતાને જીવતી બાળી મૂકનારા 5 આરોપીઓને પોલીસે દબોચ્યા, યુવતી 90 ટકા દાઝી ગઈ
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ઉન્નાવ (Unnao) ના બિહાર પોલીસ સ્ટેશનની હદના હિન્દુનગર ગામમાં એક દુષ્કર્મ (Gang Rape) પીડિતાને જીવતી બાળી મૂકવાની કોશિશ મામલે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ભાગેડુ એવા મુખ્ય આરોપી શિવમ દ્વિવેદીએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું છે. પોલીસના જણાવ્યાં મુજબ પીડિતાની સારવાર લખનઉની સિવિલ હોસ્પિટલના બર્ન યુનિટમાં થઈ રહી છે. પીડિતા 90 ટકા દાઝી ગઈ છે અને તેની હાલત ખુબ ગંભીર છે. પ્લાસ્ટિક સર્જન સહિત અને ડોક્ટરોની ટીમ પીડિતાની સારવાર કરી રહી છે. પીડિતા (Victim) ને જોવા માટે એડીજી જોન એસએન સાવંત પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે.
Trending Photos
ઉન્નાવ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ઉન્નાવ (Unnao) ના બિહાર પોલીસ સ્ટેશનની હદના હિન્દુનગર ગામમાં એક દુષ્કર્મ (Gang Rape) પીડિતાને જીવતી બાળી મૂકવાની કોશિશ મામલે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ભાગેડુ એવા મુખ્ય આરોપી શિવમ દ્વિવેદીએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું છે. પોલીસના જણાવ્યાં મુજબ પીડિતાની સારવાર લખનઉની સિવિલ હોસ્પિટલના બર્ન યુનિટમાં થઈ રહી છે. પીડિતા 90 ટકા દાઝી ગઈ છે અને તેની હાલત ખુબ ગંભીર છે. પ્લાસ્ટિક સર્જન સહિત અને ડોક્ટરોની ટીમ પીડિતાની સારવાર કરી રહી છે. પીડિતા (Victim) ને જોવા માટે એડીજી જોન એસએન સાવંત પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે.
પોલીસનું કહેવું છે કે પીડિતાને બાળી મૂકવાના મામલે હરિશંકર ત્રિવેદી, રામકિશોર ત્રિવેદી, ઉમેશ વાજપેયી તથા રેપના આરોપી શિવમ દ્વિવેદી અને શુભમ દ્વિવેદીની ધરપકડ કરવામાં આવી છે. દુષ્કર્મ પીડિતાને બાળી મૂકવાના મામલે પોલીસે તત્કાળ કાર્યવાહી કરતા ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આ બાજુ ભાગેડુ રહેલા મુખ્ય આરોપી શિવમ દ્વિવેદીએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ મામલે તમામ આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. આ બાજુ પીડિતાનું કહેવું છે કે આરોપી પક્ષ તેમના પર કેસ પાછો ખેંચવા માટે દબાણ કરી રહ્યો છે. જેને લઈને આરોપીઓએ મારી નાખવાની ધમકી સુદ્ધા આપી.
આ બાજુ આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) યુપી પોલીસ પાસે ગુરુવાર સાંજ સુધીમાં રિપોર્ટ માંગ્યો છે. આ સાથે જ યોગી સરકારે સરકારી ખર્ચે પીડિતાની સારવાર માટે શક્ય દરેક પ્રયત્ન આદરવાના આદેશ આપ્યાં છે. સીએમ યોગીએ આ મામલે જિલ્લા પ્રશાસન અને પોલીસ વિભાગના અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.
શું છે મામલો?
વાત જાણે એમ છે કે ઉન્નાવના બિહાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હિન્દુનગરમાં રહેતી યુવતીએ આ વર્ષે માર્ચમાં બે લોકો વિરુદ્ધ દુષ્કર્મનો કેસ દાખલ કર્યો હતો. આ મામલે પોલીસે કાર્યવાહી કરતા બે આરોપીઓની ધરપકડ કરીને જેલમામં મોકલ્યા હતાં. આ કેસ મામલે યુવતી ગુરુવારે કેસની પેરવી માટે રાયબરેલી જઈ રહી હતી. રાયબરેલી જવા માટે ટ્રેન પકડવા નીકળેલી યુવતીને ગામની બહાર ખેતરમાં જ આરોપીઓએ પકડી લીધી. ત્યારબાદ આરોપીઓએ પીડિતા પર કેરોસિન છાંટીને આગ લગાવી. કહેવાય છે કે દુષ્કર્મના આરોપીઓ જામીન પર બહાર આવ્યાં હતાં.
આ VIDEO પણ જુઓ...
ઘટનાની જાણકારી મળતા જ પરિજનો ઘટનાસ્થળે પહોંચ્યા અને યુવતીને સીએચસીમાં દાખલ કરાવી. હાલાત સતત બગડતા પીડિતાને લખનઉ રેફર કરાઈ. પોલીસના જણાવ્યાં મુજબ હિન્દુનગર ગામના જ રહીશ શિવમ દ્વિવેદી અને શુભમ દ્વિવેદીએ પીડિતાનું અપહરણ કરીને રાયબરેલી જિલ્લાના લાલગંજ પોલીસ સ્ટેશનની હદમાં ગેંગરેપ કર્યો હતો. આ મામલે કેસ રાયબરેલી જિલ્લાના પોલીસ સ્ટેશન લાલગંજમાં નોંધાયો છે અને રાયબરેલી કોર્ટમાં આ મામલે સુનાવણી ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે