Post Office ની સુપરહિટ સ્કીમ, દર મહિને જમા કરો 15000 રૂપિયા અને મેચ્યોરિટી પર મેળવો 35 લાખ

Post Office Scheme Update: પોસ્ટ ઓફિસ ગ્રાહકો માટે ઘણી ખાસ સ્કીમ ચલાવે છે, જેમાં મોટો ફાયદો થાય છે. આજે અમે તમને સરકારની એક એવી યોજના વિશે જણાવીશું, જેમાં તમે ઓછુ રોકાણ કરીને મોટી રકમ મેળવી શકો છો. 

Post Office ની સુપરહિટ સ્કીમ, દર મહિને જમા કરો 15000 રૂપિયા અને મેચ્યોરિટી પર મેળવો 35 લાખ

Post Office Scheme Update: પોસ્ટ ઓફિસ ગ્રાહકો માટે ઘણી ખાસ પ્રકારની સ્કીમ ચલાવે છે, જેમાં તમને લાખોનો ફાયદો મળે છે. આજે અમે આવી એક સરકારી યોજના વિશે જણાવી રહ્યાં છીએ, જેમાં તમને સરકાર તરફથી 35 લાખ રૂપિયા મળશે. જો તમે જોખમ લીધા વગર કરોડપતિ બનવા ઈચ્છો છો તો આ યોજના તમારા માટે બેસ્ટ છે. પોસ્ટ ઓફિસ અને બેન્ક એફડી હજુ પણ ઈન્વેસ્ટરો માટે સારો વિકલ્પ છે. 

યોજનાનું નામ શું છે? 
તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસની આ યોજનાનું નામ ગ્રામ સુરક્ષા યોજના છે, જેમાં તમને સરકાર તરફથી 35 લાખ રૂપિયા મળે છે. આ યોજનાની સરૂઆત ઈન્ડિયા પોસ્ટે ગ્રાહકો માટે કરી હતી. આ પ્રોટેક્શન પ્લાન એક એવો વિકલ્પ છે જેમાં તમે ઓછા જોખમની સાથે સારૂ રિટર્ન મેળવી શકો છો. આ યોજનામાં તમારે દર મહિને 1500 રૂપિયા જમા કરવા પડશે. 

33 લાખ સુધીનો થશે ફાયદો
જો તમે આ યોજનામાં નિયમિત રૂપથી રોકાણ કરો છો તો આવનારા સમયમાં તમને 31 લાખ રૂપિયાથી 35 લાખ સુધીનો ફાયદો થશે. 

જાણો કઈ રીતે મળશે ફાયદો? 
માની લો કે કોઈ વ્યર્તિ 19 વર્ષની ઉંમરમાં આ યોજનામાં રોકાણ કરે છે અને 10 લાખ રૂપિયાની પોલિસી ખરી દે છે તો તેનું માસિક પ્રીમિયમ 55 વર્ષ માટે 1515 રૂપિયા, 58 વર્ષ માટે 1463 રૂપિયા અને 60 વર્ષ માટે 1411 રૂપિયા હશે. પોલિસી ખરીદનારને 55 વર્ષ માટે 31.60 લાખ રૂપિયા, 58 વર્ષ માટે 33.40 લાખ રૂપિયા અને 60 વર્ષ માટે 34.60 લાખ રૂપિયા મેચ્યોરિટી પર મળશે. 

જાણો રોકાણના નિયમ
આ યોજનામાં 19થી 55 વર્ષની ઉંમર સુધીના કોઈપણ ભારતીય નાગરિક રોકાણ કરી શકે છે. 

આ યોજના હેઠળ ન્યૂનતમ વીમા રકમ 10,000 રૂપિયાથી 10 લાખ સુધી હોઈ શકે છે. 

આ યોજનાના પ્રીમિયમનું પેમેન્ટ માસિક, ક્વાર્ટર, છમાસિક કે વાર્ષિક થાય છે. 

તમે આ યોજના પર લોન પણ લઈ શકો છો. 

આ સ્કીમ લીધાના ત્રણ વર્ષ બાદ તમે તેને સરેન્ડર પણ કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news