12 ઓગસ્ટ સુધી નહીં ચાલે રેગ્યુલર ટ્રેન, મળશે 100% રિફંડ
રેલવે બોર્ડે આજે નિર્ણય લીધો છે કે 12 ઓગસ્ટ સુધી મેલ, એક્સપ્રેસ, પેસેન્જર ટ્રેન, લોકલ ટ્રેન અને EMU ટ્રેન ચલાવાશે નહીં. આ સિવાય જો કોઈએ 12 ઓગસ્ટ સુધી રેગ્યુલર ટ્રેનમાં બુકિંગ કરાવ્યું છે તો તેને 100 ટકા રિફંડ મળશે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના (coronavirus india updates)ના સતત વધી રહેલા કેસો વચ્ચે રેલવે બોર્ડે આજે નિર્ણય લીધો છે કે 12 ઓગસ્ટ સુધી મેલ, એક્સપ્રેસ, પેસેન્જર ટ્રેન, લોકલ ટ્રેન અને EMU ટ્રેન ચલાવાશે નહીં. આ સિવાય જો કોઈએ 12 ઓગસ્ટ સુધી રેગ્યુલર ટ્રેનમાં બુકિંગ કરાવ્યું છે તો તેને 100 ટકા રિફંડ મળશે.
ચાલતી રહેશે સ્પેશિયલ ટ્રેન
આ પહેલા 13 મેએ પોતાના આદેશમાં રેલવે બોર્ડે કહ્યું હતું કે, 30 જૂન સુધી રેગ્યુલર ટ્રેનનું બુકિંગ રદ્દ કરવામાં આવી રહ્યું છે અને તેમાં યાત્રિકોને રિફંડ મળશે. હવે કેન્સલેશનની તારીખ વધારી દેવામાં આવી છે, તો રિફંડની સુવિધા પણ 12 ઓગસ્ટ સુધી કરી દેવામાં આવી છે. આ દરમિયાન 12 મેથી ચાલુ સ્પેશિયલ રાજધાની ટ્રેન અને 1 જૂનથી ચાલુ સ્પેશિયલ મેલ/એક્સપ્રેસ ટ્રેન પહેલાની જેમ ચાલતી રહેશે.
અત્યાર સુધી 30 જૂન સુધી રેલ સેવા બંધ હતી
આ પહેલા રેલવે મિનિસ્ટ્રીએ સોમવારે એક સર્કુલર જારી કરતા બધા ઝોનને જાણ કરી હતી કે 14 એપ્રિલ કે તેથી પહેલા બુક કરેલી બધી ટિકિટોનું રિફંડ કરી દેવામાં આવે. અત્યાર સુધી રેલવેએ 30 જૂન સુધીની રેલ સેવાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. નવા સર્કુલરમાં તેને 12 ઓગસ્ટ સુધી કરી દેવામાં આવી છે.
શું 15 ઓગસ્ટ બાદ ચાલી શકે છે ટ્રેન?
રેલવેના નિયમો અનુસાર વધુમાં વધુ 120 દિવસ પહેલા બધી ટ્રેનની ટિકિટ બુક કરાવી શકાય છે. હવે જ્યારે રેલવેએ 14 એપ્રિલ અને તેની પહેલાની બધી ટિકિટનું રિફંડ કરવાનું કહ્યું છે, એટલે કે આશરે 15 ઓગસ્ટથી પહેલા સુધી બુક બધી ટિકિટોના પૈસા રિફંડ થઈ જશે. તો શું રેલવે તરફથી 15 ઓગસ્ટ બાદ ટ્રેન ચલાવવામાં આવશે?
અન્ય સ્પેશિયલ ટ્રેન થઈ શકે છે શરૂ
સૂત્રો પ્રમાણે રેલવે તરફથી હજુ માંગ પૂરી કરવા માટે જે વધારાની ટ્રેન ચલાવવામાં આવશે, તેને પણ સ્પેશિયલ ટ્રેનોની શ્રેણીમાં રાખવામાં આવશે. મહત્વનું છે કે હાલ આશરે 230 મેલ અને એક્સપ્રેસ ટ્રેન ચાલી રહી છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે