કાલે ખુલશે આ કંપનીનો IPO,75 રૂપિયા GMP, જાણો પ્રાઇઝ બેન્ડ સહિત દરેક વિગત
Rishabh Instruments IPO: Rishabh Instruments IPO: જો તમે આઈપીઓમાં ઈન્વેસ્ટ કરો છો તો તમારા માટે ખુબ જરૂરી સમાચાર છે. ગ્લોબલ એનર્જી એફિશિએન્સી સોલ્યૂશન પ્રોવાઇડ કરાવનારી કંપની ઋષભ ઈન્સ્ટ્રૂમેન્ટનો આઈપીઓ 30 ઓગસ્ટે ખુલશે.
Trending Photos
Rishabh Instruments IPO: પ્રાઇમરી માર્કેટમાં વધુ એક પબ્લિક ઈશ્યૂ ખુલવા જઈ રહ્યો છે. ટેસ્ટ અને મીજરિંગ ઈન્સ્ટ્રૂમેન્ટ, ઈન્ડસ્ટ્રિયલ કંટ્રોલ પ્રોડક્ટ્સની મેન્યુફેક્ચરર, ડિઝાઇન અને ડેવલોપમેન્ટ કંપની Rishabh Instruments નો આઈપીઓ 30 ઓગસ્ટે ખુલવા જઈ રહ્યો છે. પબ્લિક ઓફરમાં પૈસા લગાવવાની છેલ્લી તારીખ 1 સપ્ટેમ્બર છે. કંપની આઈપીઓ દ્વારા 490 કરોડ રૂપિયા ભેગી કરવાનો પ્લાન બનાવી રહી છે. આજે ગ્રે માર્કેટમાં કંપનીના શેર 75 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. એટલે કે કંપની લિસ્ટિંગ સમયે રોકાણકારોને પ્રતિ શેર 75 રૂપિયાનો ફાયદો કરાવી શકે છે.
પ્રાઇઝ બેન્ડ 418-441 રૂપિયા ફિક્સ
ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઇલિંગ પ્રમાણે Rishabh Instruments IPO માટે પ્રાઇઝ બેન્ડ 418 રૂપિયાથી 441 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યાં છે. એક લોટમાં 34 શેર મળશે. રિટેલ ઈન્વેસ્ટરે ઓછામાં ઓછા 14994 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તો વધુમાં વધુ 13 લોટ માટે બોલી લગાવી શકાય છે. તે માટે 194,922 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
ફંડનો ઉપયોગ વિસ્તાર માટે થશે
આઈપીઓમાં 415.78 કરોડ રૂપિયા ઓફર ફોર સેલ એટલે કે OFS દ્વારા ભેગા કરવામાં આવશે. તેમાં કંપનીના પ્રમોટર્સ અને વર્તમાન ઈન્વેસ્ટર પોતાના શેર વેચશે. આઈપીઓમાં ફ્રેશ ઈશ્યૂથી મળેલી રકમની 60 કરોડ રૂપિયાનો ઉપયોગ વિસ્તાર માટે થશે.
શું કરે છે કંપની
કંપની ઈલેક્ટ્રિકલ ઓટોમેસન ડિવાઇસની ડિઝાઇન, ડેવલપિંગ, મેન્યુફેક્ચરિંગ અને સપ્લાયમાં સામેલ એક ઈન્ટીગ્રેટેડ પ્લેયર છે. કંપની મીટરિંગ, કંટ્રોલ અને પ્રોટેક્શન ડિવાઇસ, પોર્ટેબલ ટેસ્ટ અને માપવાના ઉપકરણ અને સોલર સ્ટ્રિંગ ઇનવર્ટરનું કામ કરે છે. આ સિવાય કંપની એલ્યુમીનિયલ હાઈ પ્રેશર ડાઈ કાસ્ટિંગના નિર્માણ અને સપ્લાયનું કામ પોતાની ફર્મ Lumel Alucast થી કરે છે. નાસિકમાં તેના 2 મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે