સુરતના હીરા ઉદ્યોગમાં કેમ આવી છે મંદી? કેમ હજારો રત્નકલાકારો છે સંકટમાં? સામે આવ્યું કારણ

સુરતનો હીરા ઉદ્યોગમાં 50 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટી મંદીનો હાલ સામનો કરી રહ્યો છે. એવી મંદીના વાદળો બંધાયા છે કે અનેક કારખાના બંધ થઈ ગયા છે અને 17 લાખ રત્નકલાકારો સંકટનો સામનો કરી રહ્યા છે. ઘણા કારખાના ચાલુ છે તો પુરતુ કામ આપતા નથી.

સુરતના હીરા ઉદ્યોગમાં કેમ આવી છે મંદી? કેમ હજારો રત્નકલાકારો છે સંકટમાં? સામે આવ્યું કારણ

ઝી બ્યુરો/સુરત: હીરામાં હાલ મંદીનો જોરદાર માહોલ છે. વિશ્વના 90 હીરા જ્યાં પોલિંશિંગ થાય છે તે સુરત મંદીનો માર હાલ જીલી રહ્યું છે. રત્નકલાકારો બેરોજગાર બનતાં તેમની હાલત કફોડી બની ગઈ છે. સરકાર સહાય કરે તેવી માગ ઉઠી છે. ત્યારે 50 વર્ષના ઈતિહાસની સૌથી મોટી મંદીના અલગ અલગ કારણો ઉદ્યોગકારો કહી રહ્યા છે. પરંતુ હીરાઉદ્યોગકાર અને રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાએ જે કારણ આપ્યું તેનાથી મોટો વિવાદ થયો છે અને એવો વિવાદ થયો કે સુરતના તમામ હીરા વેપારીઓ એક સ્વરમાં ધોળકિયાના નિવેદનનો વિરોધ કર્યો.

  • સુરતના હીરા ઉદ્યોગમાં કેમ આવી છે મંદી?
  • કેમ હજારો રત્નકલાકારો મુકાયા છે સંકટમાં?
  • શું લેબગ્રોન ડાયમંડને કારણે મંદીનો માહોલ?
  • કેમ વિવાદોનું કારણ બન્યું આ નિવેદન?

સુરતનો હીરા ઉદ્યોગમાં 50 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટી મંદીનો હાલ સામનો કરી રહ્યો છે. એવી મંદીના વાદળો બંધાયા છે કે અનેક કારખાના બંધ થઈ ગયા છે અને 17 લાખ રત્નકલાકારો સંકટનો સામનો કરી રહ્યા છે. ઘણા કારખાના ચાલુ છે તો પુરતુ કામ આપતા નથી. રત્નકલાકારોના પગારમાં પણ 50 ટકાનો કાપ મુકાયો છે. આ મહામંદી હટે અને ફરી હીરામાં તેજી આવે તેવી સૌ કોઈ ચાતક નજરે રાહ જોઈ રહ્યું છે. મંદીના સૌ કોઈ અલગ અલગ કારણો આપી રહ્યા છે. કોઈ વૈશ્વિક મંદીનું કારણ ધરી રહ્યું છે. તો કોઈ યુદ્ધને આગળ ધરી રહ્યું છે. પરંતુ જાણિતા હીરા વેપારી અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાના મતે હીરામાં મંદીનું કારણ લેબગ્રોન ડાયમંડ છે.

હીરા વિશે જાણો

  • રિયલ, લેબગ્રોન ડાયમંડ વચ્ચે જમીન-આસમાનનો ફરક
  • બન્ને હીરાની કિમતમાં 10 ગણો તફાવત
  • રિયલ હીરો ખાણમાંથી કાઢવામાં આવે છે
  • લેબગ્રોન લેબની અંદર તૈયાર થાય છે

ધોળકિયાનું આ નિવેદન હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સુરતમાં તો જાણે હોબાળો જ મચી ગયો છે. કારણ કે સુરતમાં રિયલ ડાયમંડની સાથે લેબગ્રોન ડાયમંડનો પણ મોટા પાયે વેપાર થાય છે. સુરતના અનેક વેપારીઓેએ ધોળકિયાના નિવેદનને વખોડ્યું છે. ગ્રીન લેબ ડાયમંડના સંચાલક મુકેશ પટેલે દાવો કર્યો કે લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રી દેશમાં ઉભરી રહી છે. હીરામાં મંદીનું કારણ યુદ્ધ છે. મુકેશ પટેલના મતે ગોવિંદ ધોળકિયાનું નિવેદન તેમનો અંગત મત છે. પરંતુ મંદીનું કારણ લેબગ્રોન ડાયમંડ નથી. ત્યાં વધુ એક હીરા ઉદ્યોગકાર ઘનશ્યામ ભંડેરીએ તો બે સ્ટેપ આગળ વધીને કહ્યું કે, ગોવિંદ ધોળકિયાના નિવેદનથી લેબગ્રોન ઈન્ડસ્ટ્રીને નુકસાન થશે. મંદીનું કારણ લેબગ્રોન ડાયમંડ નથી.

  • હીરામાં સૌથી મોટી મંદીનું શું છે કારણ?
  • ગોવિંદ ધોળકિયાના નિવેદનથી વિવાદ
  • શું લેબગ્રોન ડાયમંડને કારણે મંદી?
  • ધોળકિયાના નિવેદનનો કોણે કર્યો વિરોધ?
  • શું છે રિયલ અને લેબગ્રોન વચ્ચે તફાવત?

ગોવિંદ ધોળકિયાના એક નિવેદનથી સુરતના હીરા બજારમાં જાણે હાહાકાર મચી ગયો હોય તેમ સૌ કોઈ વિરોધ કરી રહ્યા છે. ધોળકિયાના નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે રિયલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ વચ્ચે જમીન-આસમાનનો ફરક છે. બન્ને હીરાની કિમતમાં 10 ગણો તફાવત હોય છે..રિયલ હીરો ખાણમાંથી કાઢવામાં આવે છે. જ્યારે લેબગ્રોન લેબની અંદર તૈયાર થાય છે...વિશ્વમાં હાલ લેબગ્રોનની ડિમાન્ડ વધી છે. ઈકો ફ્રેન્ડલી લોકોને લેબગ્રોન ખુબ જ આકર્ષી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news