RTGS અને NEFT નો ઉપયોગ કરનારા માટે આવ્યા ખુબ મહત્વના સમાચાર
Trending Photos
નવી દિલ્હી: હવે તમારે RTGS અને NEFT કરવા માટે બેંક ઉપર નિર્ભર રહેવાની જરૂર નથી. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ RTGS અને NEFT ના દાયરાને બેંકોથી આગળ વધાર્યો છે. મોનિટરી પોલીસીની ગઈ કાલે જાહેરાત થઈ તે વખતે રિઝર્વ બેંક ગવર્નર શક્તિકાંતા દાસે જાહેરાત કરી કે આ સુવિધા હવે નોન બેંકિંગ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સ પણ આપી શકશે.
1. RTGS, NEFT નો દાયરો વધ્યો
RTGS, NEFT એક Centralised Payment Systems છે જેને રિઝર્વ બેંક ઓપરેટ કરે છે. હવે તેને CPS નો હિસ્સો નોન બેંક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સ જેવા કે પ્રિપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ(PPI) જારી કરનારા, કાર્ડ નેટવર્ક્સ, વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટર્સ, અને ટ્રેડ રિસિવેબલ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ હશે. આ બધા હવે સીધા જ સીપીએસની મેમ્બરશીપ લઈ શકે છે.
2. બેંક વગર પણ કરી શકશો RTGS, NEFT
RBI નું કહેવું છે કે આ સુવિધાથી નાણાકીય સિસ્ટમમાં સેટલમેન્ટ રિસ્કને ઓછું કરવામાં મદદ મળશે અને ડિજિટલ નાણાકીય સેવાઓની પહોંચ તમામ યૂઝર્સ સુધી પહોંચશે. નોન બેંક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સનો અર્થ થયો MobiKwik, PayU, Ola Pay, Amazon Pay વગેરે. એટલે કે જો તમારી પાસે મોબાઈલ વોલેટ હોય તો તમે RTGS અને NEFT દ્વારા કોઈને પણ પૈસા મોકલી શકો છો.
3. એક વોલેટથી બીજા વોલેટમાં 2 લાખ રૂપિયા સુધી મોકલી શકશો
આ ઉપરાંત રિઝર્વ બેંકે એક મોટી રાહત આપી છે. Prepaid Payment Instruments (PPIs) એટલે કે મોબાઈલ વોલેટ ઈન્ટરઓપરેબિલિટી દ્વારા હવે 2 લાખ રૂપિયા સુધી પૈસા મોકલી શકાય છે. એટલે કે તમારી પાસે જો ઓલા પે હોય તમે કોઈ બીજાના વોલેટમાં પૈસા મોકલવા માંગતા હોવ કે તે કોઈ બીજું વોલેટ વાપરતું હશે તો તેની લિમિટ હવે 2 લાખ રૂપિયા કરી દેવાઈ છે. પહેલા આ લિમિટ 2 લાખ રૂપિયા હતી. જો કે તેના માટે ફૂલ કેવાયસી જરૂરી છે.
4. મોબાઈલ વોલેટ બની જશે એટીએમ
હવે બેંકો તરફથી જારી ફૂલ KYC PPI થી કેશ ઉપાડ કરી શકાય છે. હવે રિઝર્વ બેંકે પણ તમામ PPIs માટે કેશ ઉપાડના દરવાજા ખોલી નાખ્યા છે. હવે રિઝર્વ બેંકે પ્રસ્તાવ મૂક્યો છે કે નોન બેંક PPIs ઈશ્યૂઅરના ફૂલ KYC PPIs થી કેશ ઉપાડી શકાય છે. એટલે કે તમારું મોબાઈલ વોલેટ હવે એટીએમની જેમ કામ કરશે. કારણ કે તેનાથી પૈસા કાઢી શકાય છે. મોકલી શકાય છે. અત્યાર સુધી બસ પેમેન્ટ કરી શકતા હતા કે ટ્રાન્સફર કરી શકતા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે