ગ્રે માર્કેટમાં ધમાલ, 11 જુલાઈએ ઓપન થશે ગુજરાતની સોલર કંપનીનો IPO, એક ક્લિકમાં જાણો દરેક વિગત
ગુજરાત બેસ્ડ સહજ સોલર આઈપીઓ 52.56 કરોડ રૂપિયાનો એક બુલ બિલ્ટ ઈશ્યૂ છે. તે 29.2 લાખ શેરનો નવો ઈશ્યૂ છે.
Trending Photos
અમદાવાદઃ સહજન સોલર લિમિટેડ આઈપીઓ (Sahaj Solar IPO) સબ્સક્રિપ્શન માટે 11 જુલાઈએ ઓપન થશે. આ એક બુલ બિલ્ડ ઈશ્યૂ છે, જેના દ્વારા કંપનીએ 52.56 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્લાન બનાવ્યો છે. ઈશ્યૂને સબ્સક્રાઇબ કરતા પહેલા Sahaj Solar Limited IPO વિશે તમને અહીં 10 વાત જણાવવામાં આવી છે, જે જાણવી ખુબ જરૂરી છે.
1. સહજ સોલર લિમિટેડ વિશે
વર્ષ 2010માં સ્થાપિત સહજ સોલર લિમિટેડ રિન્યુએબલ એનર્જી સોલ્યુશન પ્રોવાઇડર કંપની છે. અમદાવાદમાં કંપનીની પીવી મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે.
કંપનીની ઓટોમેટેડ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ભારત અને વિદેશમાં વિવિધ સોલાર પ્રોજેક્ટ્સ માટે મોનો અને પોલીક્રિસ્ટલાઇન પીવી મોડ્યુલ્સ પ્રદાન કરે છે. તે મોનો PERC (પેસીવેટેડ એમિટર અને રીઅર કોન્ટેક્ટ) મોડ્યુલ પણ બનાવે છે.
કંપની ભારતમાં ગ્રાહકોને EPC સેવાઓ પણ પૂરી પાડે છે જેમાં સામાન્ય સ્થાનિક સોલાર સિસ્ટમથી લઈને મોટા સોલાર પાવર પ્લાન્ટ સેટઅપ સુધીના તમામ કદના પ્રોજેક્ટની ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ, કમિશનિંગ અને જાળવણીનો સમાવેશ થાય છે. પ્રમિત ભરતકુમાર બ્રહ્મભટ્ટ, અન્યથા પ્રમિત બ્રહ્મભટ્ટ અને મનન ભરતકુમાર બ્રહ્મભટ્ટ કંપનીના પ્રમોટર્સ છે.
2. Sahaj Solar IPO પ્રાઇઝ બેન્ડ
સહજ સોલર આઈપીઓ પ્રાઇઝ બેન્ડ 171-180 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. એક લોટ 800 શેરનો છે. રિટેલ ઈન્વેસ્ટરોએ 1.44 લાખનું રોકાણ કરવું પડશે.
3. Sahaj Solar IPO ઈશ્યૂ સાઇઝ
સહજ સોલર આઈપીઓ 52.56 કરોડ રૂપિયાનો એક બુક બિલ્ડ ઈશ્યૂ છે. તે 29.2 લાખ શેરનો ફ્રેશ ઈશ્યૂ છે.
4. ઈશ્યૂનો ઉદ્દેશ્ય
કંપની આ ઓફર દ્વારા એકત્ર કરવામાં આવતા ભંડોળનો ઉપયોગ કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે કરશે.
5. ઈશ્યૂ સ્ટ્રક્ચર
આઈપીઓમાં લગભગ 50% લાયક સંસ્થાકીય ખરીદદારો (QIBs) માટે આરક્ષિત છે, 35% છૂટક રોકાણકારો માટે અને બાકીનો 15% બિન-સંસ્થાકીય રોકાણકારો (NIIs) માટે આરક્ષિત છે.
6. Sahaj Solar IPO ટાઈમલાઈન
આ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 11 જુલાઈએ ઓપન થશે અને 15 જુલાઈએ બંધ થશે. આઈપીઓ માટે શેર એલોટમેન્ટ સંભવતઃ 16 જુલાઈએ થશે અને કંપનીના શેર 18 જુલાઈએ લિસ્ટ થઈ શકે છે.
7. નાણાકીય પ્રદર્શન
31 માર્ચ 2024 અને 31 માર્ચ 2023ના સમાપ્ત થયેલ નાણાકીય વર્ષ વચ્ચે સહજ સોલર લિમિટેડના રેવેન્યૂમાં 8.56 ટકાનો વધારો થયો અને તેનો કર બાદ લાભ (પીએટી) માં 106.25% ની વૃદ્ધિ થઈ છે. 31 માર્ચ 2024ના સમાપ્ત થયેલા સમય સુધી કંપનીનું રેવેન્યૂ 201.71 કરોડ રૂપિયા અને પ્રોફિટ આફ્ટર ટેક્સ 13.37 કરોડ રૂપિયા હતો.
8. Sahaj Solar IPO જીએમપી
બજાર નિષ્ણાંતો અનુસાર અનલિમિટેડ માર્કેટમાં Sahaj Solar IPO GMP 140 રૂપિયા આસપાસ છે. તે ઈશ્યૂ પ્રાઇઝની તુલનામાં 80 ટકા વધુ છે.
9. Sahaj Solar IPO મેનેજર
કુંવરજી ફિનસ્ટોક પ્રાઇવેટ લિમિટેડ સહજ સોલર આઈપીઓનો બુક રનિંગ લીડ મેનેજર છે.
10. Sahaj Solar IPO રજીસ્ટ્રાર
કેફિન ટેક્નોલોજી લિમિટેડ આ ઈશ્યૂનો રજીસ્ટ્રાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે