ભારે વેચાવલી પછી શેરબજાર ધડામ, સેન્સેક્સમાં 642 પોઈન્ટ તુટીને થયો બંધ
Share Market : દુનિયાભરના બજારમાં ઘટાડો અને રૂપિયામાં નબળાઈને પગલે ઘરેલુ શેરબજારમાં મંગળવારે વેચાવલીનો દોર ચાલ્યો હતો. આજના કારોબારી સત્રના અંતે સેન્સેક્સ 642.22 પોઈન્ટ તુટીને 36,481.09ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી 185.9 પોઈન્ટ તુટીને 10,817.60 પર બંધ થયો હતો.
Trending Photos
મુંબઈઃ દુનિયાભરના બજારમાં ઘટાડો અને રૂપિયામાં નબળાઈને પગલે ઘરેલુ શેરબજારમાં મંગળવારે વેચાવલીનો દોર ચાલ્યો હતો. આજના કારોબારી સત્રના અંતે સેન્સેક્સ 642.22 પોઈન્ટ તુટીને 36,481.09ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી 185.9 પોઈન્ટ તુટીને 10,817.60 પર બંધ થયો હતો. બપોરે સેન્સેક્સ 704 પોઈન્ટ સુધી તુટીને 36,419.09ના સ્તર સુધી પહોંચી ગયો હતો અને નિફ્ટી પણ 10,796.50ના સ્તર સુધી નીચે જતો રહ્યો હતો.
ડોલરની સરખામણીએ રૂપિયો 71.88ના સ્તર પર પહોંચ્યો
સાઉદી અરબમાં ઓઈલ કંપની અરામકોના બે પ્લાન્ટ પર થયેલા ડ્રોમ હુમલાના કારણે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડઓઈલના વધી ગયેલા ભાવ, ડોલરની સામે રૂપિયાની કિંમતમાં ઘટાડો અને અમેરિકાની કેન્દ્રીય બેન્કની બેઠક પહેલા સતર્કતાના કારણે મંગળવારે બજારમાં વેચાવલીને દોર જોવા મળ્યો છે. મંગળવારે સવારથી જ બજાર નીચું ચાલતું હતું. ડોલરની સામે રૂપિયો 71.88ના સ્તરે પહોંચી ગયો છે.
સપ્તાહના બીજા દિવસે બેન્કિંગ, ઓટો, મેટલ અને આઈટી શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે હીરો મોટો કોર્પ, ટાટા મોટર્સ, એક્સિસ બેન્ક, ટાટા સ્ટીલ, મારૂતિ, એસબીઆઈ, બજાજ ઓટો, ઈન્ડસલેન્ડ બેન્ક, યસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એચડીએફસીના શેર 6.19 ટકા સુધી જેટલા નીચે જતા રહ્યા હતા. જોકે, એચયુએલ, એશિયન પેઈન્ટ્સ, અને ઈસ્ફોસિસના શેર ગ્રીન સિગ્નલ પર બંધ થયા હતા.
જુઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે