Gujarat Budget 2019: નાણામંત્રી નીતિન પટેલે રજૂ કર્યું ગુજરાત બજેટ, જાણો કોને શું મળ્યું

આજે બે જુલાઇના રોજ વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે. 21 દિવસ સુધી ચાલના આ સત્રના પ્રથમ દિવસે નાણામંત્રી નિતિન પટેલ બજેટ રજૂ કરશે. લોકસભા-વિધાનસભાની ચૂંટણી બાદ રજૂ થનાર આ બજેટમાં કેંદ્વની નવી મોદી સરકારના 100 દિવસના એજન્ડા હેઠળ રોજગારી અને જીડીપી પર વધુ ધ્યાન આપવામાં આવશે. 

Gujarat Budget 2019: નાણામંત્રી નીતિન પટેલે રજૂ કર્યું ગુજરાત બજેટ, જાણો કોને શું મળ્યું

અમદાવાદ: આજે બે જુલાઇના રોજ વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે. 21 દિવસ સુધી ચાલના આ સત્રના પ્રથમ દિવસે નાણામંત્રી નિતિન પટેલ બજેટ રજૂ કરશે. લોકસભા-વિધાનસભાની ચૂંટણી બાદ રજૂ થનાર આ બજેટમાં કેંદ્વની નવી મોદી સરકારના 100 દિવસના એજન્ડા હેઠળ રોજગારી અને જીડીપી પર વધુ ધ્યાન આપવામાં આવશે. 

નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના નાણામંત્રી વિધાનસભાગૃહમાં પોતાનું ૭મું બજેટ રજુ કરવા માટે વિધાનસભા પહોંચી ગયા છે. નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ કે જેમની બજેટ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા છે તેવો પણ વિધાનસભા પહોંચી ગયા છે. રાજ્યના નાણાં મંત્રી નીતિન પટેલ આજે પોતાનું નાણાં મંત્રી તરીકે 7 મુ બજેટ રજૂ કરશે. 

ગુજરાતના વિકાસની નવી દિશા આપનારું બજેટ હશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કૃષિ મહિલા અને રોજગાર લક્ષી બજેટ હશે તેવું પણ લોકોનું અનુમાન છે. બજેટમાં જળસંચય માટે વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 

Budget Live Update:

વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલનું બજેટ રજૂ
નિતિન પટેલની સ્પીચ શરૂ

2 .04 લાખ કરોડનું બજેટ રજૂ
છેલ્લા 6 વર્ષથી રાજ્યનો વિકાસ દર 10 ટકા રહ્યો છે 
વર્ષ 2017-18 માં પણ રાજ્યનો વિકાસ દર 11.2 ટકા રહ્યો
પાણીદાર ગુજરાત, ગ્રીન એન્ડ ક્લીન ગુજરાત 

આગામી ત્રણ વર્ષમાં 15 લાખ યુવાનોને રોજગાર મળે તેવી વ્યવસ્થા
ગુજરાત રાજ્યની સ્થાપના પછી પહેલી વાર બે લાખ કરોડથી વધુ એવુ 2,04,815 કરોડનુ ઐતિહાસિક બજેટ

ગ્રીન એન્ડ કલીન એનર્જી
- ગુજરાત રીન્યુએબલ એનર્જી સ્થાપિત કરવા ૨૦૨૨ સુધીમા 30 હજાર મેગાવોટ લઇ જવાશે
- નવી સોલર રૂફટોપ યોજના જાહેરઃ 3 કિલોવોટ નો પ્લાન્ટ બેસાડનાર પરિવારને 40ટકા સબસીડી, 3 થી 10 ટકા માટે 20 ટકા સબસીડી રૂ.1000 કરોડની જોગવાઇ:2 લાખ પરિવારોને લાભ

પર્યાવરણના જતન સાથે વિકાસ
- ઉદ્યોગોના પ્રદુષિત પાણીને શુધ્ધ કરી તે પાણી ઉડા દરિયામા નિકાલ માટે પીપીપી ધોરણે પાઇપ લાઇન માટે2275 કરોડ ખર્ચાશે આ વર્ષે 500 કરોડની જોગવાઈ

જગતના તાત પડખે સરકાર
- આવતી અષાઢી બીજ સુધીમા પડતર 1.25 લાખ કિસાનોને નવા વીજ કનેકશન અપાશે
- માછીમારોની આવક બમણી કરાશે

હર હાથ કો કામ
- આગામી 3 વર્ષમા નવા 60 હજાર કર્મચારીઓની ભરતી કરાશે
‍- નવા70 હજાર  સખી મંડળો નિર્માણ કરાશે 700 કરોડ ધિરાણ અપાશે
- મુખ્યમંત્રી એપ્રેન્ટીશીપ યોજના સહિત વિવીધ રોજગાર યોજનાઓનો 15  લાખ યુવાનોને લાભઃ આગામી 3 વર્ષમા મુદ્રા યોજના  હેઠળ 50 લાખ લાભાર્થીઓને લાભ
- છેલ્લા સોળ વર્ષમા એક પણ વાર ઓવર ડ્રાફટ લીધો નથી
- 7 મુ અંદાજ પત્ર 2,04,815 કરોડનુ બજેટ

જળ સંપત્તિ
- જળ સંપત્તિ માટે 7157 કરોડઃ બંધ જાળવણી, નહેર માળખા સુધારણા, સહબાગી સિચાઇ યોજના માટે
- સૌની યોજના ત્રીજા તબક્કાના 2258 કરોડના કામો પ્રગતિમા: 1880કરોડની જોગવાઇ
- થરાદ થી સીપુ ડેમ પાઇપ લાઇન માટે 100 કરોડ , 6000 ગામોને લાભ
- આદિજાતિ વિસ્તારમા  27600 વિસ્તાર સિચાઇ માટે 962 કરોડ, તાપી કરજણ લીક પાઇપલાઇન માટે 720 કરોડ, અંબીકા નદી પર રીચાર્જ પ્રોજેકટ માટે 372 કરોડ
- સુરત જિલ્લા ના 23 હજાર ખેડૂતો માટે 245 કરોડ, કરજણ જળાશય માટે 220 કરોઠ, કડાણા જળાશય માટે 380 કરોડ

નર્મદા
- નર્મદા યોજના માટે 6595 કરોડ,મૂખ્ય બંધના આનુષાગિક કામો, પાવર સાઉસ જાળવણી, કેનાલ ઑટોમેશન, જમીન સેપાદન, નાના વીજ મથકો, સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સંકલિત વિકાસ માટે 260 કરોડ

શિક્ષણ
- શિક્ષણના સર્વગ્રાહી વિકાસ માટે 30,045 કરોડઃ નવા પાચ હજાર વર્ગખંડો માટે 454 કરોડ,દુધ સંજીવની અને અન્ન ત્રીવેણી યોજના માટે 1015 કરોડ, બાળકો ની ફી, યુનિફોર્મ, બૂટ, સ્કૂલ બેગ માટે 341 કરોડ, વર્ચુઅલ કલાસ રૂમ માટે 103 કરોડ
- ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 370 કરોડ, સરકારી કોલેજ, યુનિ ભવન માટે 206 કરોડ, કોલેજના વિદ્યાર્થીઓને ટેબલેટ માટે 252 કરોડ,

આરોગ્ય
- આરોગ્ય પરિવાર કલ્યાણ માટે 10.800 કરોડ,
- આયષમાન ભારત જન આરોગ્ય યોજના ના 4.90 લાખ નાગરિકોને 818 કરોડ ચેકવાયા: આ વર્ષે 450 કરોડની જોગવાઈ
- શહેરી વિસ્તાર આરોગ્ય તંત્રને સુદ્રઢ કરવા 110 કરોડ, મા અને મા વાત્સલ્ય યોજના માટે સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલો માટે 1000 કરોડ, સરકારી હોસ્પિટલોમા વિના મૂલ્યે દવાઓ માટે 500 કરોડ
- સીઝનલ રોગ નિયંત્રણ માટે 313 કરોડ, બાલ સખા રાજય વ્યાપી માટે 85 કરોડ,  પી.એચ.સી, સી.એચ.સી  બાધકામ માટે 129 કરોડ
- તબીબી શિક્ષણ માટે Mbbs 4800, dental 1240, pg pg diploma સુપર સ્પેશ્યાલીટી માટે 1944 બેઠકો ઉપલબ્ધ
- રાજકોટ  એઇમ્સ માટે 200 એકર જમીન ફાળવણી આતર માળખાકીય સવલતો માટે 10 કરોડ, નવી 750 એમ.બી.બીએસ બેઠકો માટે 80 કરોડ, સુરત ભાવનગર સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ માટે 160 કરોડ, હોસ્પિટલોમા ઓ.પી.ડી બિલ્ડીગ અને નર્સીગ બિલ્ડીગ માટે 116 કરો

મહિલા બાળ વિકાસ
- મહિલા અને બાળ વિકાસ માટે 3138 કરોડની જોગવાઇ
- દીકરીઓના જન્મદરમા વધારો કરવા વહાલી દીકરી યોજના નવી યોજના શરૂ કરાશે 133 કરોડઃ જેમા પ્રથમ ધોરણ પ્રવેશ સમયે 4000, નવમા ધોરણ મા આવે ત્યારે 6000 અને 18 વર્ષની વયે એક લાખ અપાશે
- આગણવાડીમા પુરક પોષણ માટે 751 કરોડ, વિધવા પેન્શન માટે 376 કરોડ, પૂર્ણા યોજના માટે 87 કરોડ

રાજ્ય સરકારે વાલી દિકરી યોજનાની જાહેરાત કરી
આ યોજના અંતર્ગત જે કુટુંબના પહેલા બે બાળકો પૈકી ની દીકરીઓ ને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે
વાલી દિકરી યોજના અંતર્ગત દીકરીના પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા 4000
નવમા ધોરણમાં આવે ત્યારે બીજા 6000 તેમ જ કે દીકરી અઢાર વર્ષની વટાવે ત્યારે તેને એક લાખ રૂપિયા આપવામાં આવશે
વ્હાલી દિકરી યોજના થી સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવા મદદ થશે કન્યા કેળવણીને પ્રોત્સાહન મળશે રાજ્ય સરકારે આ યોજના અંતર્ગત 133 કરોડની જોગવાઇ કરી
જોકે આ યોજના વાર્ષિક બે લાખ રૂપિયા સુધીની આવક ધરાવતાં પરિવારને લાભ મળશે

1073 કરોડની કરાઈ જોગવાઈ
બાગાયતી પાકોમા વેલ્યુ એડીશન કરવા ગુજરાત હોર્ટીકલ્ચર નોલેજ સોસાયટી સ્થપાશે
આવતી અષાઢી બીજ સુધીમાં પડતર 1.25 લાખ વીજ કનેક્શન ને જોડાણ આપી દેવાશે
રાજ્યમાં આગામી પાંચ વર્ષમાં દ્વારા તમામ ઘરોમાં નળથી પીવાનું પાણી પૂરું પાડે છે: નીતિન પટેલ
2022 સુધીમાં રાજ્યના તમામ ઘરોમાં શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાનો રાજ્ય સરકારનો સંકલ્પ
સોલર રૂફ ટોપ યોજના બે લાખ પરિવારો પોતાના ઘરે લગાવે અને તેનાથી વીજળીનું ઉત્પાદન કરે એ માટે નવી સોલાર રૂફ ટોપ યોજના જાહેર કરવામાં આવી
સોલર રૂફ ટોપ યોજનામાં પરિવારને નિયત રકમના ૪૦ ટકાની સબસિડી અને ત્રણ થી 10 કિલોમીટર સુધીની સિસ્ટમ પરિવારને ૨૦ ટકાની સબસિડી આપવામાં આવશે. તેના માટે ૧૦૦૦ કરોડની જોગવાઈ કરાઈ
શહેરી વિસ્તારોમાં ઉત્પાદન થતાં ગંદા પાણીને કરીને તેનો અધિક હેતુસર ઉપયોગ કરવા માટેની રાજ્ય સરકારે જાહેર કરી
ગંદા પાણીને શુદ્ધ કરવા માટેની નવી નીતિ તેના માટે 300mld સમતાના પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ છે
નરસિંહ જન ધન યોજના અંતર્ગત આગામી ત્રણ વર્ષમાં ૨૦ હજાર કરોડની ફાળવણી સરકાર કરશે
ચાલુ વર્ષે ૪૫૦૦ કરોડની માતબર રકમની જોગવાઇ કરાઇ છે જે ગત વર્ષ કરતાં 36 ટકા વધારે છે
2022 સુધીમાં ૨૦ હજાર મેગાવોટ સુધી ગુજરાત એનર્જીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક
૧૦૦૦૦ મેગાવોટ વીજળી અન્ય રાજ્યોને આપવામાં આવશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે રાજ્ય સરકારે પર તમામ 125000 કનેક્શન આપી દેવાની જાહેરાત કરી
આગામી ત્રણ વર્ષમાં રાજ્યમાં 60000 ભરતી કરવાનો રાજ્ય સરકારનું આયોજન

સ્ટેચ્યુ ઓફ યુનિટીની 20 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી
દરરોજના આશરે 10 હજારથી વધુ પ્રવાસીઓ મુલાકાત લે છે
આસપાસ ના વિસ્તારના વિકાસ માટે રૂ 260 કરોડનો ખર્ચ
25 લાખ બહેનો માટે રૂપિયા ૭૦૦ કરોડનું ધિરાણ ઉપલબ્ધ કરાવી રોજગારીની તકો ઉભી કરવાનું રાજ્ય સરકારનું આયોજન

મુખ્યમંત્રી એન્ટ્રપ્રિન્યરશિપ યોજના મુખ્યમંત્રી ગ્રામોદય યોજના બેંકેબલ યોજના અને માનવ કલ્યાણ યોજના અંતર્ગત ગુજરાતના 15 લાખ યુવાનોને આગામી ત્રણ વર્ષમાં રોજગારી આપવામાં આવશે.
આગામી ત્રણ વર્ષમાં વર્ષ મુદ્રા યોજના દ્વારા ઓછામાં ઓછા ૫૦ લાખ લાભાર્થીઓને નવું ધિરાણ આપવામાં આવશે.

નર્મદા યોજના માટે કુલ રૂ 6595 કરોડની જોગવાઈ
નેહરોના બાંધકામ માટે રૂ 2744 કરોડની જોગવાઈ
1 લાખ 88 હજાર હેકટર પિયત વિસ્તાર વધશે

કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7111 કરોડની જોગવાઈ
ખેડૂત કલ્યાણકારી યોજનાઓના સુચારૂં અમલીકરણ માટે આગામી ત્રણ વર્ષમાં ગ્રામ્યકક્ષાએ કર્મચારીઓની 2,771 નવી જગ્યાઓ ભરવામાં આવશે જે પૈકી આ વર્ષે 1121 જગ્યાઓ ભરવાની કાર્યવાહી કરવામાં આવશે
શિક્ષણના વિકાસ માટે રૂ 30045 કરોડની જોગવાઈ
5 હજાર જેટલા નવા વર્ગખંડ પ્રાથમિક શાળામાં બંધાશે
ગુજરાતમાં ખેડૂતોને ઝીરો ટકા એ પાક ધિરાણ મળે છે ખેડૂતોને આવ્યા સહાય આપવા નવસો બાવન કરોડની જોગવાઈ
પાક વિમા નિધી સહિત પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ચાલુ વર્ષે ૧૮ લાખ ખેડૂતોને પાક વીમા કવચ પૂરું પાડવા ૧૦૭૩ કરોડની જોગવાઈ
રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં વિવિધ પ્રોજેક્ટ માટે 299 કરોડની જોગવાઈ

રાજકોટ ખાતે AIMS બનાવવા રાજ્ય સરકારે આંતરમાળખાકિય સુવિધાઓ માટે 10 કરોડની જોગવાઈ
રાજ્યમાં પુરુષ દીઠ સ્ત્રી જ્ન્મદરમા વધારો કરવા સરકારની નવી યોજનાની જાહેરાત.

વહાલી દીકરી યોજનાની જાહેરાત, યોજના માટે 133 કરોડની જોગવાઈ
તાજેતરમાં નિતિ આયોગના રીપોર્ટ દરમિયાન ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા
એગ્રો અને ફૂડ પ્રોસેસીંગ એકમોને સહાય આપવા 34 કરોડની જોગવાઈ

કાયદા વિભાગ માટે ૧૧૫૩ કરોડની જોગવાઈ
21મી જૂનને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત  રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવશે

અમદાવાદ બગોદરા રાજકોટ હાઈ વે ને રૂ 2893 કરોડ ના ખર્ચે 6 માર્ગીય કરવાની કામગીરી ચાલુ
વાસદ-બગોદરા રોડ ને રૂ 1654 કરોડ ના ખર્ચે 6 માર્ગીય કરવામાં આવી રહ્યો છે 
સરખેજ-ગાંધીનગર હાઇવે રૂ 867 કરોડના ખર્ચે  6 માર્ગીય કરાઈ રહ્યો છે 
એલિવેટેડ કોરિડોર સહિત 9 ફ્લાયઓવર અને રેલવે ઓવરબ્રિજ બનશે
વલ્લભીપુર-ભાવનગર રોડ ને રૂ 207 કરોડ ના ખર્ચે 4 માર્ગીય રોડ બનાવાશે
સુરત-કડોદરા રોડ પર રૂ 101 કરોડ ના ખર્ચે અંડર બ્રીજ બનશે
મહેસાણા-ઊંઝા-સિદ્ધપુર-પાલનપુર ને રૂ 304 કરોડના ખર્ચે 6 માર્ગીય કરવાનું કામ ચાલુ

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના વિકાસ માટે 504 કરોડની જોગવાઈ
6490 ગ્રામ પંચાયતોને તાલુકા સાથે ઓપ્ટીક ફાઈબરથી જોડવામાં આવ્યા છે હવે 7522 ગ્રામ પંચાયતો 140 તાલુકા મથકો અને ચીઝ જિલ્લા મથકોને ગાંધીનગર સાથે ઓપ્ટીક ફાઈબરથી જોડવામાં આવશે
ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને નવું સ્ટેટ ડેટા સેન્ટર બનાવવા ૧૫ કરોડની જોગવાઇ અને હેતુ માટે જમીન ની ફાળવણી કરવામાં આવી છે અને નાગરિક પુરવઠા વિભાગ માટે 1005  કરોડની જોગવાઈ

350 ગોડાઉનને અપડેશન માટે ૨૮ કરોડની જોગવાઈ
એનેમિયા અને પોષણના નિવારણ માટે રાજ્યમાં નોટિફાઇડ ચોખા નું વિતરણ કરવાનું આયોજન આ માટેનું પાયલોટ પ્રોજેક્ટ નર્મદા જિલ્લામાં આ વર્ષે શરૂ કરવામાં આવશે જેના માટે એક કરોડની જોગવાઈ
રાજ્યમાં 12 એરપોર્ટ અને 5 એરસ્ટ્રીપ કાર્યરત
સરદાર સરોવર, શેત્રુંજય ડેમ, સાબરમતી રીવરફ્રન્ટ પર વિમાન ઉતરાણ શરૂ કરવા રૂ 5 કરોડ ના ખર્ચે વોટર એરોડ્રોમ બનાવશે 
સ્ટેચ્યુ ઓફ યુનિટીના એરિયલ વ્યુ માટે રૂ 1 કરોડ ની જોગવાઈ

ગૃહ વિભાગ માટે 6687 કરોડની જોગવાઈ
સેફ એન્ડ સિક્યોર ગુજરાત યોજના અંતર્ગત તમામ જિલ્લા મથકો તેમજ મોટા અને મધ્યમ શહેરોમાં સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ અને સિસ્ટમ માટે ૧૦૦ કરોડની જોગવાઈ કરાઈ
પોલીસ તંત્રની નવી કચેરીઓ બાંધવા 155 કરોડની જોગવાઈ
પોલીસ કર્મચારીઓના આવાસ બાંધવા ૨૨૩ કરોડની જોગવાઈ
જેલ તંત્ર ના મકાનો અને આવાસો બાંધવાના 109 કરોડ આમ કુલ 487 કરોડની જોગવાઈ
મહિલાઓ બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે સેલ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 157 કરોડની જોગવાઈ
ગુજરાતના સરહદી વિસ્તારોમાં વિકાસ માટે 129 કરોડની જોગવાઈ
પોલીસ આધુનિકરણ યોજના હેઠળ પોલીસ તંત્ર અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી માટે 51 કરોડની જોગવાઈ
રાજ્યની જેલો અને કોર્ટ વચ્ચે વિડીયો કોન્ફરન્સ સિસ્ટમ ઊભી કરી ઝડપી ન્યાય અને સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે 31 કરોડની જોગવાઈ
રક્ષા શક્તિ યુનિવર્સિટીના માળખાકીય સુવિધા ઊભી કરવા 44 કરોડની જોગવાઈ
રાજ્યમાં આવેલ ઉદ્યોગો તેમજ અતિમહત્વપૂર્ણ મેટ્રો રેલ પ્રોજેક્ટની સુરક્ષા માટે 2૪૦૦ પોલીસ કર્મચારીઓ સાથે ના રાજ્ય અનામત પોલીસ દળના બે નવા ગ્રુપમાં કરાશે
પત્રકારત્વના અભ્યાસ પૂર્ણ કરેલા યુવાનો માટે મીડિયા ફેલોશીપ યોજનાની જાહેરાત

યાત્રા ધામ વિકાસ બોર્ડના તમામ ધાર્મિક સ્થળો માટે 164 કરોડની જોગવાઈ
મહત્વના યાત્રાધામો તથા સ્વચ્છતાની જાળવણી માટે 16 કરોડની જોગવાઈ
સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લા ઓના પૂર્ણાંક પાંચાળ પ્રદેશના તે દેવસ્થાનનોના વિકાસ માટે પાંચ કરોડની જોગવાઈ
નર્મદા પરિક્રમા કરતા યાત્રાળુઓ માટે વિવિધ સુવિધા વિકસાવવા તથા પરિક્રમાપથ પર આવતા મંદિરના વિકાસ માટે ૨૦ કરોડની જોગવાઈ. જે પૈકી આ વર્ષે પાંચ કરોડની જોગવાઈ

નાગરિક ઉડ્ડયન માટે 442 કરોડની જોગવાઈ
સરદાર સરોવર, શેત્રુંજી ડેમ, સાબરમતી રિવરફ્રન્ટ સ્થળો ઉપર વિમાન ઉતરાયણ ની સેવા શરૂ કરવા વોટર એરોડ્રામ બનાવવા માટે પાંચ કરોડની જોગવાઈ
સ્ટેચ્યુ ઓફ યુનિટીના એરિયલ વ્યુ હેલિકોપ્ટર સેવા માટે એક કરોડની જોગવાઈ
રાજપીપળા નજીકના ઉભરાતા વિવિધ પ્રવાસન સ્થળનું આકર્ષણ વધારવા માટે રાજપીપળા એરસ્ટ્રીપને એરોડ્રોમ તરીકે વિકસાવવા માટે ફિઝિબિલિટી સ્ટડી અને સર્વે માટે એક કરોડની જોગવાઈ

વન અને પર્યાવરણ વિભાગ માટે 1,454 કરોડની જોગવાઈ
વનના સંવર્ધન માટે ૩૫૮ કરોડની જોગવાઈ
ગુજરાતના ગૌરવ એશિયાટિક સિંહોના રક્ષણ માટે અને નવા શેત્રુંજય ડિવિઝન ની રચના ઉપરાંત અદ્યતન હોસ્પિટલ સીએનજી urine cctv નેટવર્ક રેડીયો કોલર ડ્રોન સર્વે વગેરે માટે ૧૨૩ કરોડની જોગવાઈ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વન અને પર્યાવરણ અંગે વિવિધ સુવિધાઓ ના વિકાસ માટે 69 કરોડની જોગવાઈ
પ્રવાસન ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ વાર્ષિક 14 ટકાના વૃદ્ધિદર નોંધાયો છે તે ધ્યાનમાં રાખી પ્રવાસીઓને ગુણવત્તાસભર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા 472 કરોડની જોગવાઈ
નેશનલ Salt સત્યાગ્રહ મેમોરિયલ અને દાંડી માર્ચ ટુરીઝમ સર્કિટ ખાતે માળખાકીય સુવિધાઓનો વિકાસ માટે ૧૦ કરોડની જોગવાઈ
પ્રવાસન અને આશિષે છે વધુમાં વધુ રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવા માટે 4100 સ્થાનિક યુવાનોને તાલીમ 12 કરોડ આપવાની જોગવાઈ
જૂનાગઢનો ઐતિહાસિક અને પ્રાચીન ઉપરકોટ કિલ્લો એક જાણીતું હેરિટેજ સ્થળ છે આના વિકાસ માટે ૭ કરોડની જોગવાઈ

કુટીર અને ગ્રામ ઉદ્યોગ માટે 614 કરોડની જોગવાઈ

શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના અંતર્ગત 37 હજાર લાભાર્થીઓને સ્વરોજગારીની તકો મળે એ માટે 304 કરોડની જોગવાઈ
માનવ કલ્યાણ યોજના અંતર્ગત નાના કારીગરોને વિનામૂલ્યે તેમના રોજગારો ને અનુરૂપ સાધન વધારો આપવા માટે આ વર્ષે ૨૮ હજાર નાના કારીગરોને આવરી લેવાશે અને એના માટે ૪૮ કરોડની જોગવાઈ
રાજ્યમાં ખાદી વણાટ સાથે સંકળાયેલા ૪૦૦ કારીગરોને 1000 નવા સોલર ખાન અને ૩૦૦ સોલર વણાટ શાળ ૬૫ ટકા સહાયથી આપવામાં આવશે આ માટે ત્રણ કરોડની જોગવાઈ

ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 6301 કરોડની જોગવાઈ

હેર સ્ટાઈલ ક્ષેત્રના સર્વાંગી વિકાસ જીતુ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ માટે ૧૫૦૦ કરોડની જંગી રકમની જોગવાઈ
એમ એ સેમ ક્ષેત્રે પોષણ આપવા માટે વિવિધ યોજનાઓ અંતર્ગત ૮૮૦ કરોડની જોગવાઈ
ઔધોગિક આંતરમાળખાકીય સુવિધાઓના અભિશોષણ માટે ૨૦૦ કરોડની જોગવાઈ
માધા ઔધોગિક એકમોના પુનઃવસન માટે ૬૦ કરોડની જોગવાઈ
રાજ્યના યુવાવર્ગના નવીની તમ વિચારોને સાકાર કરવા માટેની યોજના startupઅંતર્ગત ૧૯ કરોડની જોગવાઈ

ક્લાઈમેટ ચેન્જ વિભાગ માટે ૧૦૪૮ કરોડની જોગવાઈ

એસટી સેવાઓનો વ્યાપ વધારવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજ્ય સરકાર દ્વારા 1000 નવી બસો પૂરી પાડવામાં આવશે જેમાં વિદ્યુત અને સીએનજી સંચાલિત બસોનો સમાવેશ થશે જે માટે વર્ષોની ૨૧ કરોડની જોગવાઈ
મુસાફરોની વધુ સુવિધા માટે ૨૨ નવા બસ સ્ટેશન બનાવવા અને તે જૂના બસ સ્ટેશન રિનોવેશન માટે ૬૬ કરોડની જોગવાઈ
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી સુભાષબ્રિજ અમદાવાદ ખાતે નવા મકાનના બાંધકામ માટે ૧૩ કરોડની જોગવાઈ
રાજકોટ અને બારડોલી ખાતે આરટીઓની નવી કચેરીઓના બાંધકામ માટે પાંચ કરોડની જોગવાઈ
ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા જૂના બેડીબંદર નવા બેડી બંદર અને રોઝી પીયર ને બ્રોડગેજ રેલવે લાઈન જોડવા માટે ૪2 કરોડની જોગવાઈ
અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં કામ કરતા પાંચ હજાર કામદારોની સલામતી અને સુરક્ષા અંગેની તાલીમ આપવા આઠ કરોડની જોગવાઈ આ કામદારોને આરોગ્ય વિષયક સેવાઓ આપવા માટે ત્રણ કરોડની જોગવાઈ

વહાલી દીકરી યોજનાની જોગવાઈ

વાર્ષિક બે લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા પરિવારોને લાભ મળશે
પ્રથમ બે બાળકોમાંથી દિકરીઓને આ યોજનાનો લાભ મળશે
દિકરી પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે 4000 અને નવમા ધોરણમાં આવે ત્યારે 6000 અને 18 વર્ષની ઉમર વટાવે ત્યારે રુપીયા 1 લાખ આપવામાં આવશે
મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3138 કરોડની જોગવાઈ
પાણી પુરવઠા વિભાગ માટે બજેટમાં 4300 કરોડની જોગવાઈ
રી યૂઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર નિતિ જાહેર કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય
આ નિતિ અંતર્ગત 199 કરોડની જોગવાઈ

પ્રશ્નોતરીકાળમાં પૂછાયેલા પ્રશ્નો અને ગૃહમાં આપવામાં આવેલા જવાબો વિગતવાર
વિધાનસભામાં નિઝરના ધારાસભ્ય સુનિલ દ્વારા ગૃહમાં ધર્મ પરિવર્તન વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો

  • વિધાનસભામાં નિઝરના ધારાસભ્ય સુનિલ દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગૃહ મંત્રાલય દ્વારા જવાબ આપવામાં આવ્યો
  • રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 13 જિલ્લાના 324 લોકોએ ધર્મપરિવર્તનની અરજી કરી 
  • 324 અરજીઓમાંથી ફક્ત 187 અરજીઓ મંજુર થઈ
  • 298 હિન્દુએ ધર્મ પરિવર્તનની અરજી કરી
  • 19 મુસ્લિમોએ ધર્મ પરીવર્તનની અરજી કરી
  • 6 ખ્રિસ્તીઓ અને 1 બૌદ્ધ એ ધર્મ પરિવર્તનની અરજી કરી
  • વલસાડમાં ધર્મ પરિવર્તનની બે વર્ષમાં ત્રણ અરજીઓ આવી હતી, આ 3 અરજીઓની મંજૂરી આપવામાં આવી
  • સુરતમાં ધર્મ પરિવર્તન ની 474 અરજીઓ આવી, જેમાંથી બે વર્ષમાં 473 અરજીઓને મંજૂરી આપવામાં આવી
  • હિન્દુ 474, મુસ્લિમ 11 ધર્મ પરિવર્તનની અરજીઓ આવી, સુરતમાં 473અરજીઓ મંજૂર કરાઇ
  • અમરેલી માં ધર્મ પરિવર્તન માટે બે વર્ષમાં 13 હિન્દુઓએ અરજી કરી, જેમાંથી એક અરજી ને મંજૂરી આપવામાં આવી
  • ભરૂચ જિલ્લામાં ધર્મ પરિવર્તન માટે વર્ષમાં સાત અરજીઓને મંજૂરી આપવામાં આવી, ભરૂચમાં 14 હિન્દુ અને મુસ્લિમ 1 દ્વારા ધર્મ પરિવર્તન અરજી કરવામાં આવી હતી
  • ખેડા જિલ્લામાં બે વર્ષમાં ધર્મ પરિવર્તનની નવ અરજીઓ મંજૂર કરવામાં આવી, જેમાં પાંચ હીન્દુ ,એક મુસ્લિમ ત્રણ ખ્રિસ્તીની અરજીનો સમાવેશ
  • અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં ભારત ધર્મ પરિવર્તનની અરજીઓ મંજૂર કરવામાં આવી
  • અમદાવાદમાં કુલ ૨૮ હિન્દુ, ત્રણ મુસ્લિમ અને ખ્રિસ્તી 1 ધર્મ પરિવર્તનની અરજી કરી હતી
  • આણંદમાં ધર્મપરિવર્તનની 62 અરજી મંજૂર કરાઈ, આણંદમાં 61 હિન્દુ, બે મુસ્લિમ, 4ખિસ્તીએ અરજી કરી હતી
  • મહેસાણામાં છેલ્લા બે વર્ષમાં હિન્દુ અરજી કરી હતી જો કે જેમાં ધર્મ પરિવર્તનની કોઈની મંજુરી આપવામાં આવી નથી
  • સુરેન્દ્રનગરમાં છેલ્લા બે વર્ષમાં ૧૮ હિન્દુઓએ ધર્મ પરિવર્તન માટે અરજી કરી હતી તેમાંથી 9 અરજીઓને મંજૂર કરવામાં આવી
  • રાજકોટમાં 6 હિન્દુઓ, ચાર મુસ્લિમ 4 ધર્મ પરિવર્તનની અરજી કરી હતી જેમાંથી પાંચ અરજીઓ મંજૂર કરાઇ
  • બનાસકાંઠામાં છેલ્લા બે વર્ષમાં ધર્મ પરિવર્તનની 2 અરજી મંજુર કરી હતી, ત્રણ હિંદુ અને એક ખ્રિસ્તી દ્વારા ધર્મ પરિવર્તનની અરજી કરાઈ હતી
  • સાબરકાંઠામાં ધર્મ પરિવર્તન માટે એક હિંદુ અરજી કરી હતી જોકે કોઈ મંજૂરી આપવામાં આવી નથી
  • કચ્છમાં ધર્મ પરિવર્તન માટે છેલ્લા બે વર્ષમાં 21 અરજીઓ મંજૂર કરાઇ, જેમાં ૨૧ હિન્દુ, બે મુસ્લિમ ની અરજીઓ હતી
  • પોરબંદરમાં બે વર્ષમાં ધર્મ પરિવર્તનની 3 અરજીઓ મંજૂર કરાઇ, આ અરજીઓમાં જેમા 2 હિન્દુ એક મુસ્લિમ અને એક બૌદ્ધ ધર્મના વ્યક્તિએ અરજી કરી હતી
  • અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ધર્મપરિવર્તન એક અરજી મંજૂર કરાઈ, અરવલ્લીમાં ચાર હિન્દુ એ ધર્મ પરિવર્તનની અરજી કરી હતી
  • રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા બે વર્ષમાં ધર્મ પરિવર્તન અરજી આવી નથી

ગાંધીનગરના ધારાસભ્ય સી જે ચાવડાના પ્રશ્નનો સરકારનો લેખિતમાં જવાબ

  • સાણંદમાં નેનો પ્લાંટમાં વર્ષ 2017-18માં માત્ર 1446 કારનું ઉત્પાદન
  • વર્ષ 2018-19માં માત્ર 613 કારનું જ ઉત્પાદન
  • પ્લાન્ટના નિર્માણ સમયે થયેલ જોગવાઈ મુજબ પ્રતિ વર્ષ 2,50,000 કારનું ઉત્પાદન થવાનું હતું

વિધાનસભાગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે દારૂના મુદ્દે પ્રશ્ન પૂછ્યો હતો કે પોલીસ દ્વારા જ રાજસ્થાનથી દારૂ ખરીદીને ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ થઇ હતી
ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન આ પ્રકારની વિગતો પોલીસને ધ્યાનમાં આવી છે અને રાજ્યના પોલીસ વડા દ્વારા યોગ્ય તપાસના આદેશો આપવામાં આવ્યા છે. 

કોંગ્રેસ ધારાસભ્યના સવાલનો સરકારે લેખિત માં આપ્યો જવાબ

  • વાઇબ્રન્ટ ગુજરાત 2015 અને 2017માં રોજગારીનો આંકડો સામે આવ્યો હતો.
  • વાઇબ્રન્ટ ગુજરાત 2015માં 29,14,000 રોજગારીનો અંદાજ હતો પરંતુ સામે ફક્ત 5,04,400 રોજગારી ઉભી થઈ હતી
  • 2017ના વાઇબ્રન્ટ સમિટમાં 42,97,800 જેટલી રોજગારી સામે ફક્ત 3,08,200 રોજગારી ઉભી થઈ હતી.

દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના પ્રશ્નના જવાબમાં શહેરી વિકાસ વિભાગની લેખિત વિગત

  • અમદાવાદ શહેરને 24 કલાક પાણી પુરુ પાડવાના પ્રોજેક્ટમાં અડચણ
  • RCC રોડ તોડવા સામે અને ખાનગી મિલકતોમાં મીટર લગાવવા સામે કેટલીક સોસાયટીઓમાં વિરોધ
  • રહીશો દ્વારા યોગ્ય સહકાર નહિ મળતો હોવાથી વિલંબ થતો હોવાનું કારણ
  • ત્રણ ડિસ્ટ્રિક્ટ મિટરિંગ એરિયામાં વોટર મીટર લાગ્યા બાદ જ અમદાવાદને 24 કલાક પાણી આપી શકાશે.
  • હાલ જોધપુર વોર્ડમાં 24 કલાક પાણી સપ્લાય કરવાનું ચાલુ કર્યું છે.
  • ઓવરહેડ ટાંકીમાં સાડા 6 કલાક પાણી વિતરણ કરવામાં આવે છે.

સબ સલામતના દાવા વચ્ચે અમદાવાદ ગાંધીનગરમાં બળાત્કારના કેસમાં વધારો
વર્ષ 2017-18માં અમદાવાદ શહેરમાં 131 કેસ હતા જે 18-19માં વધીને 180 થયા
ગાંધીનગરમાં 2017-18માં બળાત્કારના 12 કેસ હતા જે 2018-19માં વધીને 14 કેસ થયા

અમદાવાદીઓની ઇ-મેમો ભરવામાં નિરસતા
છેલ્લા એક વર્ષમાં સરકારે 61 કરોડથી વધુની રકમના ઇ-મેમો આપ્યા, જેની સામે માત્ર રૂ 14 કરોડ 81 લાખ જ સરકારી તિજોરીમાં જમા થયા છે.

ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો, મુખ્યમંત્રીના શહેર રાજકોટમાં જ મહિલાઓ અસુરક્ષિત 
વર્ષ 2017માં 74 બળાત્કાર જ્યારે 68 છેડતીના બનાવો નોંધાયા હતા જ્યારે વર્ષ 2018માં 64 બળાત્કાર અને 39 છેડતીના બનાવો બન્યા હતા. 

ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલે આશારામ આશ્રમમાં બે બાળકોના મોતની તપાસના અહેવાલ અંગે પ્રશ્ન કર્યો હતો જેનો ગૃહમાં લેખિતમાં જવાબમાં આપવામાં આવ્યો હતો. 
આશારામ આશ્રમમાં બે બાળકોના મોતની તપાસ માટે ડી કે ત્રિવેદી પંચ નિમવામાં આવ્યું છે. 31 જુલાઈ 2013ના રોજ રાજ્ય સરકારને અહેવાલ મળ્યો હતો. મળેલો તપાસ અહેવાલ સરકારની વિચારણા હેઠળ છે. 

વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગુમ થયેલા બાળકોમાં ૯૦ ટકા બાળકો પ્રેમ પ્રકરણના કારણે ઘર છોડીને જતા રહેતા હોય છે. રાજ્યમાં એક પણ કેસ બાળકોના અંગ નાખવાનું કોઈ કેસ કે કૌભાંડ નથી. 

રાજ્યમાં બાળકો ગુમ થવાનો આંકડો ચોંકાવનારો
છેલ્લા 1 વર્ષમાં સમગ્ર રાજ્યમાં 2307 બાળકો ગુમ થયા, જેમાંથી 1804 બાળકો મળી આવ્યા છે.
હજુ પણ 497 બાળકોનો કોઈ અતોપતો નથી.
ગુમ થનારા સૌથી વધુ બાળકો 14 થી 18 વર્ષની ઉંમરના છે.
સૌથી વધુ અમદાવાદમાંથી 431 બાળકો ગાયબ થયા હતા જેમાંથી 369 પરત ફર્યા છે.
રાજકોટમાંથી 247 બાળકો ગુમ થયા હતા જેમાંથી 176 બાળકો પરત ફર્યા છે.
90 ટકા બાળકો ગુમ થવા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર ગૃહરાજ્યમંત્રીનો ગૃહમાં જવાબ
ગુમ થયેલા બાળકોમાં કોઈના પણ અંગ કાઢી લેવાના એક પણ કિસ્સા નોંધાયા નથી.

વિપક્ષનું આ મુદ્દાઓ પર રહેશે આક્રમક વલણ
સુરતના અગ્નિકાંડ, ખાણીપીણી અને દલિતોના મુદ્દા પર વિપક્ષ તૈયારી કરી રહ્યું છે. આ વખતે તેની ભૂમિકા આક્રમક હોઇ શકે છે. એટલા માટે કહેવામાં આવ્યું રહ્યું છે કે વિધાનસભાનું આ સત્ર ભારે હંગામેદાર હશે. 

રૂપાણી સરકારની પણ અગ્નિપરીક્ષા
વિધાનસભાના સત્ર દરમિયાન ફરી એકવાર રૂપાણી સરકારની પરીક્ષા થશે. આજથી મોનસૂન સત્ર થરૂ થઇ રહ્યું છે. આ દરમિયાન રૂપાણી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે. તેનાથી 21 દિવસ સુધી ચાલનાર આ સત્રમાં નાણામંત્રી નિતિન પટેલ દ્વારા નવી યોજનાઓ, નીતિઓ અને જોગવાઇઓ આ બજેટમાં રજૂ કરશે. આ સાથે-સાથે 7 ખરડાને આ બજેટમાં મંજૂર કરવામાં આવી શકે છે. આ સત્રમાં રૂપાણી સરકારની અગ્નિપરીક્ષા છે. 

બજેટનું કદ બે લાખ કરોડ રૂપિયા હોવાનું અનુમાન
નિતિન પટેલના બજેટનું કદ 2019-20 માં 1,91,817 કરોડ રૂપિયા હતું અને તેમણે વિધાનસભામાં ચાર મહિનાના ખર્ચ માટે 63,939 કરોડ રૂપિયાની રકમ રજૂ કરી હતી.  2019-20 દરમિયાન 1548895.00 કરોડના સરકારી ખજાના અને 145022.40 કરોડના ખર્ચનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. તે સમયે નાણામંત્રી નિતિન પટેલે કહ્યું હતું કે નવા પ્રોજેક્ટ પર ખર્ચનું વિવરણ અને નવી યોજનાઓ જુલાઇમાં રજૂ કરવામાં આવશે જેને પૂર્ણ બજેટમાં રાખવામાં આવશે. વધતા જતા ખર્ચ મુજબ બજેટનું કદ બે લાખ કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે. 

ફેબ્રુઆરીમાં રજૂ થઇ શક્યું ન હતું સંપૂર્ણ બજેટ
ગુજરાત સહિત દેશમાં લોકસભા ચૂંટણીના લીધે સરકાર ફેબ્રુઆરીમાં સંપૂર્ણ બજેટ રજૂ કરવાના બદલે વોટ ઓન એકાઉન્ટ રજૂ કરી આગામી 6 મહિના ખર્ચની જોગવાઇને મંજૂર કરવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે રજ્યનું બજેટ 2 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. નાણા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી તૈયારીઓ હેઠળ બજેટ માટે 64થી વધુ બજેટ પ્રકાશન તૈયાર કરવામાં આવ્યા છે. ઓગસ્ટ 2019 થી માર્ચ 2020 સુધી ખર્ચ માટે ફેરફાર કરેલ બજેટ રજૂ થશે. આ પહેલાં લેખાનુદાન વખતે બજેટનું કદ 1.91 લાખ કરોડ નક્કી કરવામાં આવ્યું હતું. તેમાંથી 4 મહિનાના ખર્ચ અનુસાર 639.39 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. આજે રજૂ કરવામાં આવનાર બજેટમાં સુધારો કરવામાં આવેલા બજેટનું કદ લગભગ 1.91 કરોડથી વધીને બે લાખ કરોડ સુધી પહોંચવાની સંભાવના છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news