₹792 થી તૂટી ₹2 પર આવી ગયો આ શેર, 1 લાખનું રોકાણ ઘટીને થઈ ગયું 250 રૂપિયા, ઈન્વેસ્ટર કંગાળ
Stock Crash: કંપનીના શેરની છેલ્લી બંધ કિંમત 2.20 રૂપિયા છે. કંપનીના શેરમાં 2 સપ્ટેમ્બરથી ટ્રેડિંગ બંધ છે. મહત્વનું છે કે અનિલ અંબાણીની આગેવાનીવાળી કંપનીઓના શેરમાં છેલ્લા બે દિવસમાં સતત ઘટાડો જોવા મળ્યો છે.
Trending Photos
Stock Crash: રિલાયન્સ કમ્યુનિકેશન (Reliance Communications Ltd)ના શેરમાં 2 સપ્ટેમ્બરથી ટ્રેડિંગ બંધ છે. કંપનીના શેર છેલ્લે 2.20 રૂપિયા પર બંધ થયા હતા. મહત્વનું છે કે અનિલ અંબાણીની આગેવાનીવાળી કંપનીઓના શેરમાં છેલ્લા કેટલાક દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કંપનીનું માર્કેટ કેપ 611.18 કરોડ રૂપિયાનું છે. તાજેતરમાં સેબીએ અનિલ અંબાણી અને 25 અન્યને રિલાયન્સ હોમ ફાઈનાન્સ લિમિટેડમાંથી ફંડના હેર-ફેરના આરોપમાં પાંચ વર્ષ માટે સિક્યોરિટી માર્કેટમાં પ્રતિબંધ લગાવ્યો હતો. સાથે સેબીએ 25 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
સતત વધી રહ્યો હતો શેર
મહત્વનું છે કે રિલાયન્સ કમ્યુનિકેશના શેરમાં છેલ્લા એક મહિનામાં 12 ટકાનો વધારો થયો છે. છ મહિનામાં 22 ટકા વધી ગયો છે. આ વર્ષે અત્યાર સુધી 10 ટકાની તેજી આવી છે. એક વર્ષમાં શેરમાં 30 ટકાની તેજી આવી છે. તો છેલ્લા પાંચ વર્ષમાં તેમાં 215 ટકાનો વધારો જોવા મળ્યો છે. પરંતુ સ્ટોકે લાંબા ગાળામાં મોટું નુકસાન કરાવ્યું છે. 11 જાન્યુઆરી 2008ના શેરની કિંમત 792 રૂપિયા નજીક પહોંચી ગઈ હતી. આ પ્રમાણે આ વર્ષે 26 ઓગસ્ટ સુધી તેમાં 99% નો ઘટાડો જોવા મળ્યો છે. માની લો કોઈ ઈન્વેસ્ટરે આ શેર પર વિશ્વાસ વ્યક્ત કર્યો હોય અને તેમાં 1 લાખનું રોકાણ તે સમયે કર્યું હોત તો આજે તેની વેલ્યૂ માત્ર 250 રૂપિયા રહી ગઈ હોત.
જાણો કંપનીનો કારોબાર
તમને જણાવી દઈએ કે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કમ્યુનિકેશન નાદારી પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. રિલાયન્સ અનિલ ધીરૂભાઈ અંબાણી ગ્રુપ ઘણી કંપનીઓવાળું એક ઔદ્યોગિક સમૂહ છે. અનિલ અંબાણી તેના માલિક છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે