ક્રૂડ ઓઇલમાં ઘટાડાના લીધે બજારમાં તેજી, નિફ્ટી 11,000ની સપાટીની નજીક
Trending Photos
રૂપિયામાં મજબૂતી અને ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઇથી સ્થાનિક શેર બજારોમાં તેજીનો દૌર સતત સાતમા દિવસે યથાવત રહેલાં રોકાણકારોને ભારે રાહત મળી છે. બુધવારે બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઇ)નો ઇંડેક્સ સેન્સેક્સ 137.25 પોઈન્ટની તેજી સાથે 36,484.33 પર બંધ થયો તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)નો નિફ્ટી 58.60 પોઈન્ટ એટલે કે 0.0.54 ટકાની બઢત સાથે 10,967.30 ના સ્તરને પાર કરવામાં સફળ રહ્યો.
નિફ્ટી 58.60 પોઈન્ટની તેજી સાથે 10,967.30 પર બંધ થયો. નિફ્ટીમાં 34 શેર ગ્રીન નિશાનમાં જ્યારે 15 શેર લાલ નિશાન પર બંધ થયા. તો બીજી તરફ એક શેરની કિંમતમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નહી. સેન્સેક્સમાં સૌથી તેજી એશિયન પેંટ, એક્સિસ બેંક, એસબીઆઇ, મારૂતિ, એરટેલ અને આઇટીના શેરોમાં સન ફાર્મા, ઇંફોસિસ અને ટીસીએસ લાલ નિશાન પર બંધ થઇ.
બુધવારે સેન્સેક્સ સવારે 94.38 પોઈન્ટની મજબૂતી સાથે 36,441.46 પર જ્યારે નિફ્ટી 21.85 પોઈન્ટના વધારા સાથે 10,930.55 પર ખુલ્યો. ક્રૂડમાં ઘટાડો અને આરબીઆઇની રાહત ક્રૂડ ઓઇલની ભાવમાં સતત ચાલી રહેલા ઘટાડા અને ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) દ્વારા ખુલ્લા બજારમાંથી બોન્ડ ખરીદવાની જાહેરાતે બજારની ચાલને ગતિ આપી.
ક્રૂડ ઓઇલના ભાવમાં ગત 16 મહિનાના નીચલા સ્તર પર જઇ ચૂક્યા છે અને તેનાથી રૂપિયામાં મજબૂતી જોવા મળી છે. માગ કરતાં વધુ પુરવઠો હોવની આશંકામાં ક્રૂડ ઓઇલના ભાવમાં મંગળવારે 5 ટકાનો ભારે ઘટાડો આવ્યો અને આ 58 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો.
ક્રૂડની કિંમતોમાં આવેલા ઘટાડાના લીધે રૂપિયામાં મજબૂતી આવી છે, જેના લીધે ચાલુ ખાતામાં નુકસાનના મોરચામાં રાહત આપી છે. તો બીજી તરફ આરબીઆઇ દ્વારા બોન્ડ ખરીદી દ્વારા વધારાના 10,000 કરોડ રૂપિયાની પૂંજીના રોકાણના નિર્ણયે સેન્સેક્સ અને નિફ્ટીની ચાલને મજબૂત કરી. ડિસેમ્બર મહિનામાં આરબીઆઇ 50,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે