Sukanya Samridhi Yojana 2021: તમારી 100 રૂપિયાની બચત તમારી દીકરીને આપી શકે છે 15 લાખ રૂપિયા, જાણો શું છે રીત?

સરકારે નાની બચત યોજનાઓ માટે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેવી જ રીતે, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પણ પહેલા જેવા વ્યાજ દર ઉપલબ્ધ રહેશે. સુકન્યા સમૃદ્ધિ યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ બચત યોજના પણ છે

Sukanya Samridhi Yojana 2021: તમારી 100 રૂપિયાની બચત તમારી દીકરીને આપી શકે છે 15 લાખ રૂપિયા, જાણો  શું છે રીત?

Sukanya Samridhi Yojana 2021: સરકારે નાની બચત યોજનાઓ માટે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેવી જ રીતે, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પણ પહેલા જેવા વ્યાજ દર ઉપલબ્ધ રહેશે. સુકન્યા સમૃદ્ધિ યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ બચત યોજના પણ છે. જેમાં પુત્રીઓ માટે કરમુક્ત રોકાણો કરી શકાય છે. પરંતુ તે માત્ર અમુક ચોક્કસ તબક્કા સુધી માન્ય છે. આમાં, ટેક્સ છૂટ પણ આવકવેરાની કલમ 80 સી હેઠળ ઉપલબ્ધ છે. આમાં 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટનો લાભ લઈ શકાય છે.

એસએસવાયની શરૂઆત 2015 માં કરવામાં આવી હતી. તેમાં દીકરીઓ માટે ફંડ ભેગું કરવાનો સમાવેશ હતો. અન્ય સ્કીમ કરતા આ સ્કીમ પર વ્યાજ વધારે મળે છે. જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક સમય દરમિયાન 7.6 ટકાના દરથી વ્યાજ દરો નક્કી કરવામાં આવ્યા છે. તેના પર મળતું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ ઉમેરવામાં આવે છે.

જો સપ્ટેમ્બર પહેલા શરૂ કરો રોકાણ તો મળશે 7.63 ટકા વ્યાજ
જો આ સ્કીમમાં યોગ્ય રીતે રોકાણ કરવામાં આવે તો દીકરીઓ માટે મોટી રકમ ભેગી કરી શકાય છે. આવો તમને જણાવીએ અહીં કે જો તમે 30 સપ્ટેમ્બર પહેલા તેમાં રોકાણ કરવાનું શરૂ કર્યું તો કઈ રીતે 15 લાખ રૂપિયા પરિપક્વતા પર મેળવી શકો છો.

દરરોજ 100 રૂપિયાનિ બચત કરી મેળવી શકો છો 15 લાખ
જો કોઇ વ્યક્તિ દર મહિને 3000 રૂપિયાનું રાકાણ કરે છે. તો એક વર્ષમાં કુલ 36 હજાર રૂપિયા જમા થશે. 14 વર્ષ સુધી ડિપોઝિટ કર્યા બાદ કુલ રોકાણ 9,87,637 રૂપિયા થશે. તેના પર 7.6 ટકાના દરે પણ વ્યાજ મળશે. આ સ્કીમના નિયમ હેઠળ, સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત દીકરીના 21 વર્ષ પૂર્ણ કર્યા બાદ જ તમે રકમ ઉપાડી શકશો. આ પ્રકારે દીકરીના 21 વર્ષ થયા બાદ તમને 15,27,637 રૂપિયા મળશે.

આ સ્કીમમાં રોકાણ કરવાની મર્યાદા શું છે?
આ સ્કીમમાં રોકાણ કરવા માટે તમે પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં ખાતું ખોલાવી શકો છો. આ સ્કીમમાં તમે 250 રૂપીયાથી લઇને 1.5 લાખ રૂપિયા વર્ષના જમા કરાવી શકો છો. જો તમે ન્યૂનતમ રકમ જમા નહીં કરો તો તમારું ખાતું બંધ થઈ જશે.

કોણ ખોલાવી શકે છે સુકન્યા સમૃદ્ધિ સ્કીમમાં ખાતું?
ભારતનો કોઈપણ નાગરીક આ સ્કીમ અંતર્ગત પોતાની દીકરી માટે ખાતું ખાલવી શકે છે.
આ સ્કીમ અંતર્ગત ખાતું પુત્રીની ઉંમર 10  વર્ષથી ઓછી હોવા પર જ ખુલી શકે છે.
18 વર્ષની ઉંમર થયા બાદ પુત્રી જાતે પોતાના ખાતાનું સંચાલન કરી શકે છે.
આ સ્કીમ અંતર્ગત 15 વર્ષ માટે રોકાણ કરવામાં આવે છે.
આ સ્કીમ અંતર્ગત વધારેમાં વધારે બે દીકરીઓના ખાતા ખોલાવી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news