Gold Rate Today: સસ્તું સોનું ખરીદવાની તક ગઈ! ગણતરીના કલાકોમાં ભાવમાં મોટો ઉછાળો, જાણો આજનો લેટેસ્ટ ગોલ્ડ રેટ

Gold Rate Today: બે દિવસ સતત ભાવમાં કડાકા બાદ આજે સોના અને ચાંદીમાં ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. જો તમારે લેવાનું હોય તો લેટેસ્ટ  રેટ ફટાફટ ચેક કરી લો. 

Gold Rate Today: સસ્તું સોનું ખરીદવાની તક ગઈ! ગણતરીના કલાકોમાં ભાવમાં મોટો ઉછાળો, જાણો આજનો લેટેસ્ટ ગોલ્ડ રેટ

બુધવારે વાયદા બજારમાં સોના અને ચાંદીમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું ઉછાળામાં જોવા મળ્યું. ચાંદી પણ સારી એવી તેજી સાથે જોવા મળી. બીજી બાજુ શરાફા બજારમાં પણ સોના અને ચાંદી ઉછળ્યા છે. જો તમે લગ્નગાળામાં સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક  કરી લો લેટેસ્ટ રેટ. 

વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજાર (MCX) પર આજે સવારે સોનું 545 રૂપિયાની તેજી સાથે 75,756 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે જોવા મળ્યું. જે કાલે 75,211 રૂપિયા પર  ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 350 રૂપિયાની તેજી સાથે 88,250 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે કાલે 88,600 રૂપિયાના ભાવે બંધ થઈ હતી. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 453 રૂપિયા ઉછળીને 76,143 રૂપિયા પર પહોંચ્યું છે. કાલે તે 75,690 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 435 રૂપિયા વધીને 88,898 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી છે. જે કાલે 88,463 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE

— IBJA (@IBJA1919) November 27, 2024

રિટેલ ભાવ પર ફેરવો નજર

For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960

Follow us on Twitter : https://t.co/lXovVzctug

Follow us on Instagram :… pic.twitter.com/6QaYQhB27M

— IBJA (@IBJA1919) November 27, 2024

ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news