સરકાર પાસેથી મળશે આ સ્કીમમાં 6 હજાર રૂપિયા, બસ આ કાગળો છે જરૂરી

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi Scheme) માટે હવે આધાર નંબર જરૂરી કરી દીધો છે. આ યોજના હેઠળ વાર્ષિક 6000 રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોને આપવામાં આવે છે.

સરકાર પાસેથી મળશે આ સ્કીમમાં 6 હજાર રૂપિયા, બસ આ કાગળો છે જરૂરી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi Scheme) માટે હવે આધાર નંબર જરૂરી કરી દીધો છે. આ યોજના હેઠળ વાર્ષિક 6000 રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોને આપવામાં આવે છે. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ પહેલાં પણ આધાર જરૂરી હતી. પરંતુ સરકારે કેટલીક છૂટછાટ આપી હતી. 

જોકે હવે કોઇ છૂટછાટ નહી મળે અને જેનો આધાર બેંક એકાઉન્ટ સાથે લીંક હશે તેમને આ યોજનાનો લાભ મળશે. એપ્રિલમાં કેન્દ્ર સરકારમાં અસમ, મેઘાલય, જમ્મૂ કાશ્મીર અને લદ્દાખના ખેડૂતો માટે આ છૂટની સીમા વધારીને 31 માર્ચ 2021 કરી દીધી છે. જોકે બાકી દેશો માટે આ સીમા ડિસેમ્બર 2019 સુધી હતી. 

આ પ્રકાર આધાર થશે લિંક
તમારા જે ખાતામાં ખેડૂત સન્માન યોજના હેઠળ પૈસા મળી રહ્યા છે. તે ખાતાને આધાર સાથે લિંક કરવા માટે તમારે બેંક જવું પડશે. એક ફોટોકોપી સાથે રાખવી પડશે. આધાર કાર્ડની ફોટોકોપી પર તમારી સહી પણ જરૂરી છે. જોકે તમે ઇન્ટરનેટ બેકિંગ (Internet Banking)નો ઉપયોગ કરો છો તો આ કામ ઓનલાઇન પણ કરી શકો છો. 

માર્ચ 2019માં પીએમ મોદીએ શરૂ કરી હતી યોજના
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-KISAN) ની જાહેરાત પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ માર્ચ 2019માં શરૂ કરી હતી. આ યોજના હેઠળ વર્ષમાં ત્રણ વાર 2000-2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા મોકલવામાં આવી રહ્યા છે. આ વર્ષે ખેડૂતોને સરકાર 6000 રૂપિયા આપી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news