આ શેરે સ્ટોક માર્કેટમાં મચાવી દીધો હડકંપ, માત્ર બે મહિનામાં એક લાખના થઈ ગયા પાંચ લાખ!

શેર બજારમાં રોકાણ કરતા પહેલાં હંમેશા તેને સમજવાની જરૂર હોય છે. વધુ પડતી ચાલચમાં આવીને આંધળું રોકાણ કરનારનો રોવાનો વારો આવે છે. જોકે, આ વખતે એક શેર એવો આવ્યો જેણે માર્કેટમાં હલચલ મચાવી દીધી છે.

આ શેરે સ્ટોક માર્કેટમાં મચાવી દીધો હડકંપ, માત્ર બે મહિનામાં એક લાખના થઈ ગયા પાંચ લાખ!

નવી દિલ્લીઃ શેરબજારમાં અનેક ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે, કેટલાક શેરમાં શેરધારકોને મોટી નુકસાની પણ વેઠવી પડી છે, જો કે ઘણા એવા શેર પણ છે જે સતત અપર સર્કિટ લગાવી બંપર રિટર્ન આપી રહ્યા છે. માર્કેટના અપડાઉન વચ્ચે અમે આપને એક એવા પેની સ્ટોક વિશે જણાવીશું, જેમાં રોકાણકારો માલામાલ થઈ ગયા. માત્ર બે મહિનાથી ઓછા સમયમાં આ સ્ટોકે 400 ટકા વળતર આપ્યું.

કોહિનુર ફુડ્સમાં 35 વાર લાગી અપર સર્કિટ-
બંપર રિટર્ન આપનારા જે પેની સ્ટોકની અમે વાત કરી રહ્યા છે તેનું નામ કોહિનુર ફુડ્સ છે...ગત વર્ષે આ કંપનીના શેરના ભાવમાં મોટો સુધારો થયો હતો. જો કે વર્ષ 2022માં 6 એપ્રિલથી આ શેરની કિંમત રોકેટની ગતિએ વધી રહી છે. સતત 35 સેશનના ટ્રેડિંગમાં આ શેર અપર સર્કિટમાં અથડાયો હતો. બે મહિના પહેલા એટલે કે 6 એપ્રિલે આ શેરનો ભાવ 7.75 રૂપિયા હતો. જ્યારે 27મી મે 2022ના રોજ જ્યારે માર્કેટ બંધ થયું ત્યારે આની કિંમત 38.40 રૂપિયા હતી. આના પરથી જ સમજી શકાય છે કે આ શેરમાં કેટલો ઉછાળો આવ્યો છે?. રોકાણકારોને આ સ્ટોકે માત્ર બે મહિનાથી ઓછા સમયમાં 395.48 ટકા વળતર આપ્યું છે.

આ શેરમાં કોઈ રોકાણકારે બે મહિના પહેલા જો એક લાખ લગાવ્યા હોત તો આજે તેની કિંમત 4.95 લાખ થઈ જાત. બરાબર એક મહિના પહેલા એટલે કે 29મી એપ્રિલથી અત્યાર સુધીમાં આ શેરની કિંમત 147 ટકા વધી છે. તે સમયે આ શેરની કિંમત માત્ર 15.55 રૂપિયા હતી. જો કે, પેની સ્ટોકમાં રોકાણ કરવું થોડું જોખમી પણ છે. આના કારણે આવી કંપનીઓમાં ટ્રેડેડ શેરની સંખ્યા ઘણી ઓછી છે. ઉપરાંત, કંપનીનું સંચાલન નિયંત્રણ મર્યાદિત લોકો પાસ હોય છે.

ચોખા બ્રાન્ડેડ કંપની છે કોહિનુર ફુડ્સ-
કોહિનુર ફુડ્સ દેશની અગ્રણી ચોખાની બ્રાન્ડ છે. આ સાથે કંપની રેડી ટુ  ઈટ સેગમેન્ટમાં પણ કામ કરે છે. કંપનીનું ચોખાનું પેકેજિંગ યુનિટ મુરથલ, સોનેપતમાં આવેલું છે. 1989થી કાર્યરત આ કંપની વિશ્વના ઘણા દેશોમાં ચોખાની નિકાસ કરે છે.

(ડિસ્ક્લેમર: શેરબજારમાં રોકાણ કરવામાં અનેક પ્રકારના જોખમો હોય છે.  શેરબજારમાં રોકાણ કરતા પહેલા, તમારે તમારું પોતાનું વિશ્લેષણ કરવું જોઈએ અથવા તમારા વ્યક્તિગત આર્થિક સલાહકારની સલાહ લેવી જોઈએ.)
Multibagger Stock 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news