BHIM UPI અને Rupay Cardના ઉપયોગ પર મળશે ઈન્સેટિવ, કેબિનેટની બેઠકમાં લેવાયા મોટા નિર્ણય
Cabinet Decisions On BHIM UPI & Rupay Cards: કેન્દ્રીય કેબિનેટે આજે દેશના સામાન્ય લોકોને ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર રાહત આપવા માટે 2600 કરોડ રૂપિયાના ઈન્સેટિવની જાહેરાત કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ Cabinet Meeting Decisions: દરેક બુધવારે યોજાતી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે મોટા નિર્ણયો પર મહોર લાગી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ આજે આર્થિક મામલા સાથે જોડાયેલા કેટલાક નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે. તેનાથી સામાન્ય લોકોને નાણાકીય ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ ચુકવણીમાં સરળતા થશે અને તેને ઇન્સેટિવ મળશે.
લેવાયો મોટો નિર્ણય
કેન્દ્રીય કેબિનેટે આશરે 2600 કરોડ રૂપિયાના પ્રોત્સાહન કે ઈન્સેટિવની જાહેરાત કરી છે. આ હેઠળ નાણાકીય વર્ષ 2022-2023 માટે રૂપે ક્રેડિટ કાર્ડ અને BHIM UPI ના ઉપયોગ પર લોકોને ઈન્સેટિવ મળશે. આ ઈન્સેટિવ P2M (પર્સન ટૂ મર્ચન્ટ) બેસિસ પર આપવામાં આવશે.
કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કરી પત્રકાર પરિષદ
કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કેબિનેટમાં લેવાયેલા નિર્ણયની જાણકારી આપતા જણાવ્યું કે કેન્દ્ર સરકારે જે 2600 કરોડ રૂપિયાના ઈન્સેટિવ્સની જાહેરાત કરી છે તે બેઠળ એમએસએમઈ, કિસાનો, મજૂરો અને ઉદ્યોગોને ભીમ યુપીઆઈ હેઠળ થનારા પેમેન્ટ્સ પર છુટ મળશે. કેન્દ્ર સરકારે ડિજિટલ પેમેન્ટને સરળ અને જનસુલભ બનાવવા માટે આ પગલા ભર્યા છે.
Rupay Card દ્વારા ટ્રાન્ઝેક્શનથી મળશે મોટો લાભ
- ભૂપેન્દ્ર યાદવે કહ્યુ કે રૂપે કાર્ડ દ્વારા ડિજિટલ પેમેન્ટ પર 0.4 ટકાનું ઈન્સેટિવ મળશે.
- ભીમ યુપીઆઈ દ્વારા 2000 રૂપિયાથી ઓછાના ટ્રાન્ઝેક્શન પર 0.25 ટકાનું ઈન્સેટિવ મળશે.
- ભીમ યુપીઆઈ દ્વારા ઈન્ડસ્ટ્રીના યૂઝ માટે થનાર ડિજિટલ પેમેન્ટ જેમ કે ઈન્શ્યોરન્સ, મ્યુચુઅલ ફંડ, જ્વેલરી, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને અન્ય સેગમેન્ટ માટે આ ઈન્સેટિવ 0.15 ટકા નક્કી કરવામાં આવ્યું છે.
ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે, ડિસેમ્બરમાં UPI પેમેન્ટ દ્વારા કરવામાં આવેલા વ્યવહારોની સંખ્યા 12 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે દેશના કુલ GDPના લગભગ 54 ટકા છે. તેને વધુ વધારવા માટે રૂ. 2600 કરોડની આ આઇટમ હેઠળ વધુને વધુ પ્રોત્સાહનો આપવામાં આવશે.
ત્રણ નવી કો-ઓપરેટિસ સોસાયટી બનાવવાની જાહેરાત
કેબિનેટની બેઠકમાં બીજો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આજની કેન્દ્રીય કેબિનેટે ત્રણ નવા સહકારી સંઘો (3 cooperative societies) ની રચના કરવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે કેબિનેટે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસિયટીઝ (MSCS) અધિનિયમ, 2022 હેઠળ એક રાષ્ટ્રીય સ્તરની બહુ-રાજ્ય સહકારી જૈવિક સોસાયટીની સ્થાપનાને મંજૂરી આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે